Vastu Tips : મુશ્કેલ સમયને નોતરે છે ઓશીકા નીચે રાખેલી આ વસ્તુઓ, જાણો અને બચો

Vastu Tips: વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ઘર સજાવટ અને સમાન ગોઠવવા અંગેના નિયમો જણાવવામાં આવ્યા છે. જેના કારણે તમે વાસ્તુ દોષથી બચી શકે છે. આવામાં ઘણીવાર અજાણતા આપણે એવી ભૂલો કરીએ તો તેના કારણે વાસ્તુ દોષ થાય છે, જેનાથી ઘણા મોટા નુકસાન થઇ શકે છે.

ઘણા લોકોને સુતા સમયે ઘણી વસ્તુ ઓશીકા નીચે રાખીને સુઇ જવાની ટેવ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, ઓશિકા નીચે ઘડિયાળ, પૂસ્તક અને દવાઓ રાખવી ન જોઇએ. આ વસ્તુઓ ઓશીકાની નીચે રાખવામાં આવે તો મોટા નુકસાન થઇ શકે છે.

Vastu Tips

ઘડિયાળને તકિયા નીચે ન રાખવી - ઘડિયાળને તકિયા નીચે રાખીને સૂવાથી તેનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ સાથે જ તેમાંથી નીકળતા ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની પણ આપણા મન અને હૃદય પર ખરાબ અસર પડે છે. આ તરંગોને કારણે, આખા રૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જે તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે અને મૂંઝવણ પેદા કરે છે. તમારી વિચારધારાને પણ નકારાત્મક બનાવે છે.

પલંગ પર પુસ્તકો ન રાખવા - વાસ્તુશાસ્ત્ર અનુસાર માથા નીચે પુસ્તક રાખીને સૂવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. તેની સાથે જીવનમાં પ્રગતિ પણ અટકી જાય છે. આ સિવાય પલંગ પર પુસ્તક અને પેન રાખીને સૂવાથી તમારી આર્થિક સ્થિતિ પર પણ અસર પડે છે. પૈસા ઉપરાંત તે તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે.

ઓશીકા નીચે દવાઓને દૂર રાખવી - વાસ્તુશાસ્ત્ર અનુસાર, ક્યારેય પણ ઓશીકું નીચે દવાઓ રાખીને સૂવું ન જોઈએ. આમ કરવાથી તમારી આસપાસ નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે જ બીમારીઓ જીવનભર તમારો પીછો છોડતી નથી.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X