For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો ભગવાન શિવના આવા ફોટા, ધન-સમૃદ્ધિની થશે વર્ષા

વાસ્તુ મુજબ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની મૂર્તિ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ શ્રાવણ મહિનામાં ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન થઈ જાય છે. કહેવાય છે કે મહાદેવ પોતાના ભક્તોની તમામ તકલીફો દૂર કરે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ શ્રાવણ મહિનાને લઈને કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ તો રહે જ છે સાથે માતા લક્ષ્મી પણ તમારા પર પ્રસન્ન થાય છે. ભક્તો ભગવાન શિવના વિવિધ સ્વરૂપોની પ્રાર્થના કરે છે. કેટલાક લોકો મંદિરોમાં જાય છે તો કેટલાક ઘરમાં મૂર્તિ રાખીને ભગવાન શિવની પૂજા કરે છે. વાસ્તુ મુજબ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની મૂર્તિ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

શિવના રૌદ્ર સ્વરૂપની તસવીર ક્યારેય ન લગાવવી

શિવના રૌદ્ર સ્વરૂપની તસવીર ક્યારેય ન લગાવવી

  • જો તમે તમારા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ રાખવા માંગતા હોય તો તેમની તસવીર એવી જગ્યાએ લગાવો જ્યાંથી દરેક વ્યક્તિ તેમને જોઈ શકે. આ રીતે ચિત્ર લગાવવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.
  • ભગવાન શિવની મૂર્તિ મૂકવાથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપની તસવીર ક્યારેય ન લગાવવી. મહાદેવની આવી તસવીર લગાવવાથી ઘરમાં નકારાત્મકતા રહે છે.
શિવ અને માતા પાર્વતીની મૂર્તિ

શિવ અને માતા પાર્વતીની મૂર્તિ

  • તમારા ઘરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિ સ્થાપિત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ભગવાન શિવની આવી તસવીર લગાવવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. સુખ-સમૃદ્ધિની સાથે-સાથે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
  • જો કોઈ વ્યક્તિના પરિવારના સભ્યોમાં ખૂબ લડાઈ, ઝઘડા કે અશાંતિ હોય તો શિવ પરિવારની તસવીર ઘરમાં લગાવવી જોઈએ. આવા ચિત્ર મુકવાથી બાળક સંસ્કારી અને ખૂબ આજ્ઞાકારી બને છે.
સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવુ

સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવુ

  • જ્યાં પણ ભગવાન શિવની તસવીર અથવા મૂર્તિ મૂકવામાં આવે છે ત્યાં સ્વચ્છતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો તમે તે જગ્યા પર સ્વચ્છતાનુ ખાસ ધ્યાન ન રાખો તો તમને સમસ્યા થઈ શકે છે.
  • તમારા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ ઉત્તર દિશામાં રાખવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આવુ કરવાથી વ્યક્તિ પરેશાનીઓમાંથી બચી જાય છે. પરંતુ ધ્યાન રાખો કે ભગવાન શિવની મૂર્તિ હસતી હોવી જોઈએ. ભગવાન શિવની આવી મૂર્તિ સ્થાપિત કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.

English summary
Vastu Tips: These types of Lord Shiva idols and photos should keep in home for prosperity in Sawan month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X