For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vastu Tips : તુલસીના આ ઉપાયો કરશે ગરીબી દુર, જીવન થશે ખુશખુશાલ

Vastu Tips : તુલસીના છોડને હિન્દુ ધર્મમાં ઘણો પવિત્ર માનવામાં આવે છે. આ સાથે તુલસીનું વૈજ્ઞાનિક રીતે પણ ઘણુ મહત્વ છે. આવા સમયે આપણે તુલસીના એવા ઉપાયો જાણીશું, જેના દ્વારા તમને ધનલાભ મળશે.

|
Google Oneindia Gujarati News

Vastu Tips : તુલસીના છોડનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ છે. જે કારણે હિન્દુ ધર્મમાં જણાવ્યા અનુસાર લોકો આંગણામાં તુલસી ક્યારો રાખે છે. આ સાથે તુલસીની પૂજા કરવામાં આવે છે. સવારે-સાંજે જળ અર્પણ કરવામાં આવે છે.

Vastu Tips

આ સાથે એવી માન્યતા છે કે, તુલસીના છોડમાં શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે. આવી સ્થિતિમાં આ છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા બહાર જાય છે. ઘરમાં સમૃદ્ધિ રહે છે. આ સાથે આર્થિક સંકટનો સામનો કરવાની જરૂર નથી.

આર્થિક તંગી દૂર કરવા માટે સાંજે તુલસીની સામે ઘીનો લોટનો દીવો પ્રગટાવો. તેમાં એક ચપટી હળદર નાખીને તુલસીના મૂળ પાસે રાખો. ધ્યાન રાખો કે, દીવો ઉત્તર દિશામાં રાખવો જોઈએ.

તુલસીની પૂજા કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરો. આ જાપ દરરોજ 108 વાર તુલસી પાસે બેસીને કરો. જે બાદ તમને જે પણ સમસ્યા હોય, તેને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની સામે રાખો. આમ કરવાથી વિવિધ પ્રકારની સમસ્યાઓ દૂર થવા લાગે છે.

જો તમારું ખરાબ નસીબ તમારો સાથ નથી, છોડતું તો તુલસીના છોડનો ઉપાય તરીકે ઉપયોગ કરી શકાય છે. ભગવાન વિષ્ણુને ગોળ ખૂબ પસંદ છે. આ સ્થિતિમાં એકાદશીના દિવસે તુલસીના છોડને ગોળ અર્પણ કરો. આમ કરવાથી ભાગ્ય તમારો સાથ આપવા લાગે છે.

તુલસીના છોડના પાન અને મૂળનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, તેમના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ છે. આવી સ્થિતિમાં દરરોજ તુલસીના મૂળમાં જળ ચઢાવવાથી ધન આવવાની સંભાવના રહે છે. આ સાથે વ્યક્તિનું દુર્ભાગ્ય પાછળ રહી જાય છે.

રવિવાર, બુધવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. આવા સમયે, દીવો પ્રગટાવતી વખતે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ. બીજી તરફ લોટનો દીવો બીજા દિવસે ગાયને ખવડાવવો જોઈએ.

English summary
Vastu Tips : This remedy of Tulsi will remove poverty, life will be happy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X