Venus-Jupiter Conjunction: આકાશમાં ગુરુ-શુક્રના મિલનનુ અદભૂત દ્રશ્ય, 1 માર્ચ સુધી વધુ નજીક આવશે બંને ગ્રહ

આકાશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ગ્રહોનુ અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. ચંદ્ર, ગુરુ અને શુક્ર આસપાસમાં ખૂબ જ સુંદર અને તેજસ્વી દેખાઈ રહ્યા છે.

Venus-Jupiter Conjunction: આ દિવસોમાં આકાશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં ગ્રહોનુ અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. ચંદ્ર, ગુરુ અને શુક્ર આસપાસમાં ખૂબ જ સુંદર અને તેજસ્વી દેખાઈ રહ્યા છે. આ દ્રશ્ય કોઈ પણ ટેલિસ્કોપ કે લેન્સ વગર સામાન્ય આંખોથી પણ જોઈ શકાય છે. હાલમાં આકાશના સ્વચ્છ વાતાવરણને કારણે, ત્રણેય ગ્રહો એક ક્રમમાં આસપાસ દેખાય છે. આ મંત્રમુગ્ધ નઝારો 1 માર્ચ સુધી જોઈ શકાશે. શુક્ર અને ગુરુ 1લી માર્ચે ખૂબ જ નજીક આવશે.

Venus-Jupiter

વાસ્તવમાં, હાલમાં ગુરુ અને શુક્ર એક જ રાશિ મીન રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે અને 24 ફેબ્રુઆરી સુધી તેમની સાથે ચંદ્ર પણ મીન રાશિમાં રહ્યો. એટલા માટે આકાશમાં ત્રણેય ગ્રહોનો એક ખાસ ક્રમ જોવા મળી રહ્યો છે. 24 ફેબ્રુઆરીથી ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી ચંદ્ર અને ગુરુ-શુક્ર વચ્ચેનું અંતર વધશે પણ ગુરુ-શુક્ર નજીક આવશે. તેનાથી બંનેની ઓરામાં વધારો થશે.

12 વર્ષ પછી મીન રાશિમાં આવ્યો ગુરુ

ગુરુ એક વર્ષ સુધી એક રાશિમાં રહે છે. તેથી મીન રાશિમાં ગુરુનુ સંક્રમણ 12 વર્ષ પછી થયુ છે. શુક્ર પણ આ રાશિમાં આવ્યો છે. 12 માર્ચે શુક્ર મેષ રાશિમાં જવાના કારણે આ સંયોગ તૂટી જશે અને ગુરુ અને શુક્ર વચ્ચેનુ અંતર ફરી વધવા લાગશે.

ક્યારે અને કઈ તરફ જોશો

જો તમે આ ગ્રહોને આકાશમાં જોવા માંગો છો, તો તેઓ સૂર્યાસ્ત પછી દક્ષિણ-પશ્ચિમ આકાશમાં જોઈ શકાય છે. આ બંને ગ્રહો ખૂબ જ તેજસ્વી દેખાઈ રહ્યા છે. આમાં શુક્ર નીચે છે અને ગુરુ ઉપર છે.

સૌથી ચમકીલો ગ્રહ છે શુક્ર

ખગોળશાસ્ત્ર અનુસાર, ગુરુ અને શુક્રની ભ્રમણકક્ષા વચ્ચેનું અંતર લગભગ 430 મિલિયન માઇલ છે. સૂર્યના પરિભ્રમણ દરમિયાન એક સમયે બંને ગ્રહો પૃથ્વી પરથી એક જ દિશામાં દેખાય છે. શુક્ર એ સૂર્ય અને ચંદ્ર પછી આકાશમાં સૌથી તેજસ્વી ગ્રહ છે. ગુરુથી કદમાં ખૂબ નાનો હોવાને કારણે તે સૌથી તેજસ્વી ગ્રહ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X