Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Business Horoscope 2017: કન્યા રાશિ રહેશે ખુશ

કન્યા રાશિના જાતકો વર્ષ 2017ના અંતમાં પ્રસન્ન રહેશે, કારણ કે વર્ષના છેલ્લા ત્રણ માસ બુધના પ્રભાવના ક્ષેત્રમાં રહેવાને કારણે ખૂબ સારા જશે.

કન્યા રાશિવાળા માટે વર્ષની શરૂઆત ધીમી થશે. વેપારની ગતિ જોઇને નિરાશ થઇ જાઓ એવું બને, પરંતુ ધીરજ રાખજો. આવનાર સમય તમને બમણી ગતિથી લાભ લેવાની તકો આપશે. માત્ર એટલું ધ્યાન રાખવું કે પાર્ટનરશિપમાં કોઇ કામ ન કરવું. જો પાર્ટનરશિપ કરવી ફરજિયાત હોય તો દસ્તાવેજ એવા તૈયાર કરાવવા જેનાથી તેમને આગળ જતાં કોઇ તકલીફ ન પડે.

virgo

ફેબ્રૂઆરીથી કન્યા રાશિના જાતક શનિના પ્રભાવમાં રહેશે, માટે એપ્રિલ સુધીના સમયગાળામાં ખાસ લાભ ન પણ થાય. જે જેમ ચાલે છે એમ જ ચાલવા દેવું. વેપારમાં નવું રોકાણ ન કરવું. કપડાં, અનાજ અને ખાદ્યપદાર્થોના વેપારમાં નુકસાન થઇ શકે. આ કાર્યોમાં મોટું રોકાણ કરતાં પહેલાં બરાબર વિચાર-વિમર્શ કરી લેવો.

વર્ષના અંતે પ્રસન્ન થશો

કન્યા રાશિના જાતકો વર્ષ 2017ના અંતમાં પ્રસન્ન રહેશે, કારણ કે વર્ષના છેલ્લા ત્રણ માસ બુધના પ્રભાવના ક્ષેત્રમાં રહેવાને કારણે દરેક કામમાંથી નફાની કમાણી થશે.

  • લાભઃ પ્રિન્ટિંગનો વ્યવસાય, ખાણીપીણીની વસ્તુઓ, સોનુ-ચાંદી, આર્ટિફિશિયલ વસ્તુઓનું કામ
  • નુકસાનઃ કપડાનો વેપાર
  • ઉપાયઃ આ વર્ષના આરાધ્ય દેવ વિષ્ણુ-લક્ષ્મી છે. તુલસીની પૂજા કરવી. ગરીબ બાળકોને પુસ્તકો અને શિક્ષણની વસ્તુઓ ભેટ આપવી.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X