શરીર પરના દરેક તલ દર્શાવે છે તમારો સ્વભાવ

Posted By:
Subscribe to Oneindia News

જ્યોતિષમાં આપણી રાશિ, આપણા નક્ષત્રો પરથી આપણા સ્વભાવ અને આપણા ગુણોને જાણી શકાય છે. આપણી હાથની રેખાઓના આધારે પણ આપણા ધનના યોગ કેવા છે? તે જવાબો મળે છે. જ્યોતિષ એક એવું શાસ્ત્ર છે, જેની પાસે આપણી દરેક આવનારી સમસ્યાના ઉકેલ મળી રહે છે. વ્યક્તિના શરીરના રંગ પરથી તેની સફળ વિશે જાણી શકાય છે. પરંતુ શરીર પરના તલથી પણ વ્યક્તિ વિશે જાણી શકાય છે એ વાત તમે જાણો છો? જો ના તો આજે અમે તમને શરીર પર આવેલા તલ અને તેના કારણે વ્યક્તિને થતા લાભો વિશે જણાવીશું.

ગાલની જમણી બાજુએ તલ

ગાલની જમણી બાજુએ તલ

ગાલની જમણી બાજુએ તલ ધરાવનારા લોકો સ્વભાવે શરમાળ હોય છે. જેમને લોકો સાથે હળવું-મળવું પસંદ નથી. તેમના મિત્રો ઓછા હોય છે પણ જે હોય છે તે પાક્કા હોય છે. દેખાવડો કરવાથી તેમને સખત નફરત છે.

દાઢી પર તલ

દાઢી પર તલ

જેમની દાઢી પર તલ હોય છે, તેઓ જીવનમાં હંમેશા સફળ થાય છે. હાર અને નિરાશા જેવા શબ્દો તેમના જીવનમાં સ્થાન ધરાવતા નથી, તેઓ માત્ર જીતવાનું જાણે છે.

નાક પર તલ

નાક પર તલ

જો તમારી નાક પર તલ છો તો તેનો અર્થ એ છે તે તમને જલ્દી ગુસ્સો આવે છે. નાક પર તલ હોય તેવા લોકો મિજાજી પ્રેમાળ હોય છે. આવા લોકો પોતાના માટે કઈ પણ કરવા તૈયાર હોય છે.

ગર્દન પર તલ

ગર્દન પર તલ

ગર્દન પર તલ હોવું એ સારા વ્યક્તિત્વની નિશાની છે. તેઓ પોતાના વિશે ઓછુ અને બીજા વિશે વધુ વિચારે છે. તેઓ જેમની નજીક હોય છે, તેમની માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે.

માથાના ડાબી બાજુએ તલ

માથાના ડાબી બાજુએ તલ

માથાની ડાબી બાજુએ તલ વાળી વ્યક્તિ કિસ્મતથી ઘણી ધનવાન હોય છે. તેમને ખૂબ પૈસા, ઈજ્જત મળેલી હોય છે અને જીવનમાં તેમને ક્યારેય કોઈ ચીજની કમી હોતી નથી.

ગાલની ડાબી બાજુએ તલ

ગાલની ડાબી બાજુએ તલ

ગાલની ડાબી બાજુએ તલ હોય તેવી વ્યક્તિ સંવેદનશીલ હોય છે અને નાની-નાની વાતો તેમને દુઃખી કરી દે છે, તેઓ ખાસ કરીને કવિ બને છે. આવી વ્યક્તિઓ પોતાની લાગણીઓ પર કાબુ નથી રાખી શક્તા.

છાતી પર તલ

છાતી પર તલ

છાતી પર તલ ધરાવનારી વ્યક્તિ આળસુ હોય છે. તેમને બેઠા બેઠા દરેક કામ પૂરા થયેલા જોઈએ. તેઓ ભલે પોતે ન કમાય પણ તેમને જીવન આરામદાયક જોઈએ છે.

હાથ પર તલ

હાથ પર તલ

જેમના હાથમાં તલ હોય છે તેઓ નિર્ભયી અને તોછડા હોય છે. તેઓ અઘરામાં અઘરો નિર્ણય ક્ષણમાં લઈ લે છે. આવા લોકો મોટે ભાગે પ્રભાવશાલી બોસ બને છે. તેેમને દરેક પ્રકારના કામ કરવાની આવડત હોય છે.

કાન પર તલ

કાન પર તલ

જેમના કાન પર તલ હોય છે તેવા લોકોને ક્યારેય જીવનમાંથી જવા દેવા નહિં. તેઓ અત્યંત વિશ્વાસુ અને ભરોસાપાત્ર વ્યક્તિ હોય છે. તેમના પર આંખ બંધ કરી વિશ્વાસ કરી શકાય છે. આવા વ્યક્તિ ક્યારે પણ કોઇ વ્યક્તિનું ખરાબ વિચારતા નથી.

ખભા પર તલ

ખભા પર તલ

જેમના ખભા પર તલ હોય છે તેઓ પ્રેક્ટિકલ હોય છે. લાગણીઓમાં આવી કોઈ પણ પ્રકારના નિર્ણયો લેતા નથી. તેઓ પોતાના કામની જવાબદારી પોતે લે છે.

પગના તળિયા પર તલ

પગના તળિયા પર તલ

જે વ્યક્તિના તળીયા પર તલ હોય છે તે વ્યક્તિ ઘમંડી પ્રકૃતિની છે. તેમને હરવુ-ફરવું ખૂબ જ ગમે છે. આવા વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઇએ નહી. તેઓ માત્ર પોતાના વિશે જ વિચારે છે. તેમને બીજાની લાગણીઓની કદર હોતી નથી.

English summary
what mole on your body say about your personality.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.