મોબાઈલ નંબર પણ ખોલી શકે છે તમારી પર્સનાલિટીનું રહસ્ય
તમારું વ્યક્તિત્વ, ભવિષ્યમાં સફળતા મળવાની શક્યતા, લગ્ન, કરિયર આ તમામ બાબતો વિશે જાણવામાં આંકડાની ભૂમિકા મહત્વની હોય છે.
તમારું વ્યક્તિત્વ, ભવિષ્યમાં સફળતા મળવાની શક્યતા, લગ્ન, કરિયર આ તમામ બાબતો વિશે જાણવામાં આંકડાની ભૂમિકા મહત્વની હોય છે. આંકડા ફક્ત આપણા વ્યક્તિત્વ જ નહીં પરંતુ આસપાસ થી ઘટનાઓ પર પણ અસર કરે છે. અમે તમારા માટે લાવ્યા છીએ કે કેવી રીતે તમારો મોબાઈલ નંબર તમારી જિંદગી પર અસર કરે છે.
યોગ્ય આંકડો મેળવવા માટે આ રીતે સરવાળો કરો.
માની લો કે તમારો મોબાઈલ નંબર છે 89191112234, તો તમારે એક આંકડો મેળવવા માટે આ તમામ નંબરોનો સરવાળો કરવો પડશે. 8 + 9 + 1 + 9 + 1 + 1 + 2 + 2 + 3 + 4 = 41, 4 + 1 = 5.
આ રીતે તમારા મોબાઈલ નંબરનો સરવાલો કરો અને એક આંકડો મેળવો, તેના પરથી જાણો કે તે તમારા પર શું અસર કરે છે.
આ પણ વાંચો: આ 5 રાશિઓ ટોન્ટ મારવામાં સૌથી આગળ છે, કરી દે છે બોલતી બંધ

અંક 1
આ અંક મજબૂત અંક મનાય છે. તે ઉર્જા વધારવાની સાથે સાથે બીજાને અસર કરવામાં પણ મદદ કરે છે. તમારે અચાનક આનંદ આવે તેવી સ્થિતિમાં સાવધ રહેવાની જરૂ છે. બિઝનેસમેન અને કરિયર બિલ્ડર્સ માટે 1 અંક આવવો સારી વાત છે. જે લોકો પ્રેમ શોધે છે, તેમના મોબાઈલ નંબરનો સરવાળો 1 થાય તે જરૂરી છે.

અંક 2
આ અંક રોમેન્ટિક અને પ્રેમ મેળવવા ઈચ્છતા લોકો માટે પરફેક્ટ છે. જે લોકોના મોબાઈલ નંબરમાં આ આંકડો એકથી વધુ વાર હોય તેઓ દયાળુ અને ડિપ્લોમેટિક જવાબ આપનારા લોકો હોય છે. આ અંક એવા લોકોના કામનો છે, જેઓ મજબૂત છે, પોતાનો મત રાખે છે અને સેલ્સના કામ સાથે જોડાયેલા છે.

અંક 3
જે લોકોના મોબાઈલ નંબરનો સરવાળો 3 છે, તેઓ ક્રિએટિવ માનવામાં આવે છે. અને તેમને લોકો વચ્ચે રહેવું ગમે છે. આ અંક આર્ટિસ્ટ, સંગીતકાર અને યુવાનો માટે બેસ્ટ છે. આ અંક લેખકો પછી લેખન સાથે જોડાયેલા લોકો માટે શ્રેષ્ઠ છે. જો તમે વધુ ઉત્સાહી છો અને નિર્ધારિત લક્ષ્ય મેળવવા ઈચ્છતા લોકો માટે આ અંક યોગ્ય નથી.

અંક 4
આ નંબર સ્થિર અને ભરોસામંદ મનાય છે. એટલે બેન્કિંગ, લૉ ફર્મ, શાખ અને ભરોસો મૂકવા લાગયક સેક્ટર્સના લોકો માટે મહત્વનો મનાય છે. જો તમારો પરિવાર મોટો હોય તો તમે આ અંકની પસંદગી કરી શકો છો. જો તમે એકલા રહો છો કે પછી આ સેક્ટરમાં કામ નથી કરતા તો તમારે આ અંક ન રાખવો જોઈએ.

અંક 5
આ અંક જિંદગીમાં રોમાંચ અને પરિવર્તન કરનારું મનાય છે. આ અંક રાખનાર લોકો પાસેથી તમે કોઈ પણ આશા રાખી શકો છો. જેઓ આઝાદીથી રહેવાનું, ફરવાનું અને એકલા રહેવાનું પસંદ કરે છે, તેમના માટે આ અંક યોગ્ય છે. જો કે આ અંક પરિવારની સાથે રહેતા, માનસિક તણાવમાંથી પસાર થતા લોકો માટે યોગ્ય નથી.

અંક 6
પારિવારિક વ્યક્તિઓ માટે આ નંબર યોગ્ય છે. આ નંબર વ્યક્તિઓમાં કેર અને સુરક્ષાની ભાવના લાવે છે. સાતે જ તે પરિવાર, સંબંધો અને મિત્રતાને મજબૂત બનાવે છે. જે લોકો પ્રેમ શોધી રહ્યા છે તેમણે આ અંક ન રાખવો જોઈએ.

અંક 7
આ અંક સૌથી મજબૂત મનાય છે. એટલે તે વિદ્યાર્થીઓ અને ચિંતન કરતા લોકો માટે સારો છે. આ અંક સ્થિરતા પ્રદાન કરશે, સાથે જ એક સંતુલિત જીવન આપશે.

અંક 8
આ અંક એવા લોકો માટે બેસ્ટ છે, જેમને પોતાનો બિઝનેસ છે. કારણ કે તે પૈસાને આકર્ષે અને પાર્ટનર્સ વચ્ચે વિશ્વાસ વધારે છે. જે લોકો આશાવાદી છે કે પછી કરિયર અને આર્થિક સ્થિિ સુધારવા માટે છે, તેમના માટે આ અંક યોગ્ય છે.

અંક 9
આ અંકની બે વિશેષતા છે. આદર્શ અને દયાભાવ. આ નંબર સૌથી લકી છે કારણ કે તેના સાથે રહેવાથી ભાગ્યનો સાથ મળે છે. જે લોકોને આરોગ્યની મુશ્કેલી પડતી હોય તેમે આ અંક ન રાખવો જોઈએ
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
