For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Mantra Effect: જાણો ક્યારે અને કેમ નથી થતી મંત્ર જાપની અસર

તમે હંમેશા કેટલાક લોકોને કહેતા સાંભળ્યા હશે કે લાખ મંત્ર જાપ કર્યા પરંતુ તેની કોઈ અસર નથઈ. મંત્ર જાપ કર્યા છતાંય મુસીબત ટળી નથી.

|
Google Oneindia Gujarati News

તમે હંમેશા કેટલાક લોકોને કહેતા સાંભળ્યા હશે કે લાખ મંત્ર જાપ કર્યા પરંતુ તેની કોઈ અસર નથઈ. મંત્ર જાપ કર્યા છતાંય મુસીબત ટળી નથી. મંત્રનો પ્રભાવ ન પડવાના અનેક કારણ છે. કોઈ પણ મંત્ર ત્યારે જ અસર કરે છે જ્યારે યોગ્ય સમય, યોગ્ય પ્રમાણ અને સાચા ઉચ્ચારણ સાથે તેનો જાપ કરવામાં આવે. સાથે જ દરેક મંત્ર કોઈને કોઈ દેવી દેવતા સાથે જોડાયેલો હોય છે. એટલા માટે જાપ કરવા દરમિયાન હાર પણ તે જ દેવતા માટે લેવો જોઈએ. મંત્રજાપ દરમિયાન માળા કઈ આંગળી કે અંગુઠાથી આગળ વધારી તે પણ મહત્વનું છે.

વાંચો: ઘરની દિશાઓમાં વાસ્તુ દોષ હોય તો શું કરવું જોઈએ?

માળા ફેરવવાની સાચી રીત કઈ ?

માળા ફેરવવાની સાચી રીત કઈ ?

મંત્ર જાપમાં માળા સૌથી મહત્વની છે. માળા જપતા સમયે આંગળીઓ એકબીજાને અડે છે. આંગળીના વચ્ચે છિદ્રમાં જગ્યા ન રહે. માળામાં એક સુમેરુ હોય છે, જ્યાંથી માળા શરૂ થાય છે. અને ફરીને ત્યાં જ સમાપ્ત થાય છે. માળા ફેરવતા સમયે સુમેરુ ઓળંગવો ન જોઈએ. એક માળા પૂર્ણ થયા બાદ ત્યાંથી જ ઉંધી દિશામાં જાપ શરૂ કરવો જોઈએ. જે હાથમાં માળા હોય તે હાથ હ્રદયની નજીક હોવો જોઈએ અને કપડાથી ઢાંકેલો હોવો જોઈએ. માળા જાપ માટે ખાસ પ્રકારની થેલી પણ આવે છે, તેનો ઉપયોગ કરી શકાય. જાપની ગણતરી દરમિયાન અક્ષત, કોઈ અનાજ, ચંદન કે માટીનો ઉપયોગ ન કરવો જોઈએ.

જાપ માટે કઈ આંગળીનો ઉપયોગ કરવો?

જાપ માટે કઈ આંગળીનો ઉપયોગ કરવો?

માળા ફેરવવામાં આંગળી પણ અત્યંત મહત્વની છે. દરેક આંગળી દ્વારા જાપનું જુદુ જુદુ મહત્વ છે. શાંતિ, સમર્થન, સ્તંભન, વશીકરણ મંત્રના જાપ દરમિયાન માળાને તર્જનીની વચ્ચે રાખી અંગૂઠાના આગળના ભાગથી ફેરવવી જોઈએ. આકર્ષણ, કાર્યો માટે અંગૂઠા અને અનામિકા દ્વારા માળા ફેરવવી જોઈએ. વિદ્વેષણમાં અંગૂજા અને તર્જની દ્વારા તો મારણ કાર્ય માટે અંગૂઠા અને કનિષ્ઠિકા આંગળી દ્વારા માળા ફેરવવી જોઈએ.

મિશ્રિત પદાર્થો ધરાવતી માળાથી જાપ ન કરવો જોઈએ

મિશ્રિત પદાર્થો ધરાવતી માળાથી જાપ ન કરવો જોઈએ

મંત્ર જાપ માટે ઉપયોગમાં લેવાતી માળા પસંદ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ. કોઈ પણ પ્રકારના મંત્રનો જાપ કરતા સમયે એવી માળા પસંદ કરો જે એક પ્રકારના પદાર્થથી બનેલી હોય. મિશ્રિત પદાર્થોવાળી માળાથી જાપ ન કરવો જોઈએ. કેટલીકવાર સ્ફટિકની સાથે સાથે રૂદ્રાક્ષના દાણા ભેળવેલી માળા પણ જોવા મળે છે. આવી માળાનો ઉપયોગ વર્જિત છે. માળામાં 108 મણકા પૂરા હોય અને એક સુમેરુ હોવો જોઈએ. એક પણ મળકો તૂટેલો ન હોવો જોઈએ. તમામ મણકાની સાઈઝ એક સરખી હોવી જરૂરી છે.

English summary
if u dont know how to chant mantra read this
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X