જન્મઅંકને આધારે જાણો તમારુ ભાગ્ય ક્યારે જાગશે?

Posted By:
Subscribe to Oneindia News

વ્યક્તિનો સ્વભાવ અને તેના ભાગ્ય વિશે જાણવું અત્યંત રસપ્રદ કામ છે. એવી ઘણી રીતો છે જેને આધારે કોઈપણ વ્યક્તિ વિશે ઘણું બધુ જાણી શકાય છે. આવી જ રીતોમાંની એક રીતે છે ન્યુમેરોલોજી એટલે કે અંકશાસ્ત્ર. જેમાં વ્યક્તિના જન્મ અંક એટલે કે, જન્મ થયાની તારીખના યોગને આધારે તેના વ્યક્તિત્વના અનેક રહસ્યોને ઉજાગર કરી શકાય છે. જ્યારે ભાગ્યની વાત આવે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે આખરે જીંદગીના કયા વર્ષે આપણું ભાગ્ય જાગશે અને આપણે સફળ થઈશું? અંક જ્યોતિષનું માનીએ તો આ ઉત્સુક પ્રશ્નનો જવાબ છે તમારા જન્મ અંકમાં. જેના પરથી નક્કી થાય છે કે તમારુ ભાગ્ય ક્યારે જાગશે અને કેવી રીતે તમને સફળતા મળશે.

નંબર 1

નંબર 1

ન્યુમેરોલોજી અનુસાર જે લોકો 1 તારીખે જન્મ્યા છે તેમને બર્થ નંબર 1 છે. તેમના જીવનનું 22મું વર્ષ તેમના માટે અત્યંત સફળતા લઈને આવે છે, કારણ કે એવું મનાય છે કે, આ વર્ષે તેમને ખૂબ મોટો નાણાકીય ફાયદો થાય છે.

નંબર 2

નંબર 2

જે લોકો 2, 11 અને 20 તારીખે જન્મેલા છે તેમનો જન્મ અંક 2 મનાય છે. તેમની માટે 24મું વર્ષ મહત્વનું અને ઉન્નતિ લઈને આવનારુ હોય છે. કારણ કે જીવનના આ વર્ષે તેમણે કરેલી મહેનતનું ફળ મળે છે, સાથે જ નાણાકીય લાભ પણ થાય છે.

નંબર 3

નંબર 3

ન્યુમેરોલોજીનું માનીએ તો નંબર 3 વાળા લોકોનું લકી વર્ષ છે 32 મું. કારણ કે, આ વર્ષે તેમને સફળતા મળે છે અને તેમની સખત મહેનતનું પરિણામ મળે છે.

નંબર 4

નંબર 4

જેમનો જન્મ અંક 4 છે, તેમની માટે અંક જ્યોતિષો 42મું અને 36મું વર્ષ અત્યંત સારુ ગણે છે. કારણ કે આ વર્ષે તેમને જીવનમાં સફળતા અને પ્રમોશન ઉપરાંત આર્થિક ફાયદો થાય છે.

નંબર 5

નંબર 5

5 તારીખે જન્મેલા જાતકો માટે તેમની જીંદગીનું 32મું વર્ષ સારુ ભાગ્ય અને ઉન્નતિ લઈને આવે છે. આ ઉપરાંત તેમને આર્થિક ક્ષેત્રે પણ ઘણા લાભો થાય છે.

નંબર 6

નંબર 6

અંક જ્યોતિષો માને છે કે 6 તારીખે જન્મેલા લોકોનો ભાગ્યોદય 25માં વર્ષે થાય છે. જીવનમાં આ જ વર્ષે તેમના સપના પૂરાં થાય છે અને તેઓ પોતાના દરેક કામમાં સફળ થઈ નામ કમાય છે.

નંબર 7

નંબર 7

જે લોકો 7 તારીખે જન્મેલા છે તેમનો ભાગ્યોદય મોડેથી એટલે કે 38માં અને 44માં વર્ષે થાય છે. જો કે તેમનું ભાગ્ય ઘણું સારુ હોય છે અને તેમને મહેનત અનુસાર ફળ પણ મળે છે પરંતુ તેમાં થોડો વધારે સમય લાગે છે.

નંબર 8

નંબર 8

8 અંક ખૂબ જ જટિલ મનાય છે. આથી કહેવાય છે કે, 8 તારીખે જન્મેલા લોકોના જીવનમાં ખૂબ જ ઉતાર-ચઢાણ આવે છે. સાથે જ તેમનો ભાગ્યોદય 36માં અને 42માં વર્ષે થાય છે.

નંબર 9

નંબર 9

એવું મનાવામાં આવે છે કે, જે લોકોનો જન્મ અંક 9 હોય છે, તેમની માટે 28મું વર્ષ લકી હોય છે. અંકશાસ્ત્ર પ્રમાણે 9 અંક વાળા જાતકોને આ વર્ષે ધન અને ખ્યાતીમાં ખૂબ જ વધારો થાય છે.

English summary
Ever wondered when your lucky time would start? Find out here…
Please Wait while comments are loading...