વર્ષ 2020માં મનગમતો વર મેળવવા ઈચ્છતા હોવ તો કરો આ ઉપાય
જો તમને પણ લગ્ન માટે સારો છોકરો ન મળતો હોય અહીં બતાવેલા ઉપાય એકવાર અજમાવીને જરૂર જુઓ. વર્ષ 2020માં તમારી લગ્નની સંભાવના વધી જશે.
દીકરીના લગ્ન માટે દરેક માતાપિતા ચિંતિત રહેતા હોય છે. દીકરીની ઉંમર પરણવા લાયક થઈ ગયા બાદ તેમની પહેલી પ્રાથમિકતા લગ્ન કરાવવાની હોય છે. પરંતુ દીકરીના લગ્ન માટે સૌથી મોટી ચિંતા તેના માટે સારો છોકરો શોધવામાં આવે છે. ઘણી વાર એવુ જોવામાં આવ્યુ છે કે ખૂબ શોધ્યા બાદ પણ સારો છોકરો નથી મળી શકતો. પોતાની દીકરી માટે સારો છોકરો અને સારો પરિવાર શોધવામાં આવતી મુશ્કેલીનુ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. જો તમને પણ લગ્ન માટે સારો છોકરો ન મળતો હોય અહીં બતાવેલા ઉપાય એકવાર અજમાવીને જરૂર જુઓ. વર્ષ 2020માં તમારી લગ્નની સંભાવના વધી જશે.

શિવજીની પૂજા અને વ્રત
જે છોકરીઓની ઉંમર લગ્ન યોગ્ય થઈ ગઈ છે તેમના માટે શિવજીનુ વ્રત લાભદાયક હોય છે. તેમણે 16 સોમવારનુ વ્રત રાખવુ જોઈએ. નવા વર્ષમાં તમે પહેલા સોમવારથી આની શરૂઆત કરી શકો છો. દર સોમવારે મંદરિ જાવ અને શિવલિંગ પર જળ ચઢાવો. વ્રત કથા વાંચીને ભગવા શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ લો.

હળદરના પાણીથી સ્નાન કરો
જે છોકરીઓ વિવાહ યોગ્ય છે પરંતુ સારા પ્રસ્તાવ મળવામાં વિલંબ થઈ રહ્યો છે તો પોતાના ન્હાવાના પાણીમાં થોડી હળદર મિલાવી દો. રોજ હળદરવાળા પાણીથી સ્નાન કરવાથી લગ્નની સંભાવના વધી જાય છે.

લાલ કપડા પહેરો
જો છોકરીઓના પરિવારવાળા કોઈના ત્યાં સંબંધ માટે વાત કરવા જઈ રહ્યા હોય તો એ દિવસે કન્યાએ લાલ રંગના કપડા પહેરવા જોઈએ. ઘરના સભ્યોને પોતાના હાથે ગળ્યુ ખવડાવીને છોકરાવાળાના ઘરે મોકલવા જોઈએ. સંભવ હોય તો કન્યાએ આ દિવસે પોતાના વાળ ખુલ્લા રાખવા જોઈએ.

દૂર્ગા સપ્તશતીનો પાઠ કરો
લગ્ન માટે સારુ ઘર પરિવાર ના મળતુ હોય તો એવામાં પ્રભુની શરણમાં જવુ શ્રેષ્ઠ ઉપાય છે. છોકરીએ રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવુ જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. ઘર કે પછી નજીકના મંદિરમાં જઈને ધૂપ-દીવો કરવો જોઈએ. ત્યારબાદ શાંત મનથી દૂર્ગા સપ્તશતીનો પાઠ કરવો.

કેળાના વૃક્ષની પૂજા કરો
હિંદુ ધર્મમાં કેળાના વૃક્ષને ઘણુ પૂજનીય માનવામાં આવ્યુ છે. મનગમતો જીવનસાથી મેળવવા માટે કન્યાએ ગુરુવારના દિવસે ભગવાન બૃહસ્પતિનુ સ્મરણ કરવુ જોઈએ અને કેળાના વૃક્ષ પાસે શુદ્ધ દેસી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સાથે જ કેળા વૃક્ષ સામે ગુરુના 108 નામોનો જાપ કરવો જોઈએ. જો સંભવ હોય તો છોકરીએ ગુરુવારના દિવસે વ્રત પણ રાખવુ જોઈએ.












Click it and Unblock the Notifications
