Year Prediction: મૂળાંક 2 વાળા લોકો માટે લકી છે 2019નું વર્ષ
વર્ષ 2019ની શરૂઆત થઈ ચૂકી છે. નવું વર્ષ ખુશીઓ લઈને આવ્યું છે. 1આ દિવસે સફલા અગિયારસ, સ્વાતિ નક્ષત્રની સાથે ધૃતિ યોગનો અદભૂત સંયોગ સર્જાયો હતો.
વર્ષ 2019ની શરૂઆત થઈ ચૂકી છે. નવું વર્ષ ખુશીઓ લઈને આવ્યું છે. 1આ દિવસે સફલા અગિયારસ, સ્વાતિ નક્ષત્રની સાથે ધૃતિ યોગનો અદભૂત સંયોગ સર્જાયો હતો. 1 જાન્યુઆરીએ બુધ ગ્રહ ધન રાસિમાં પ્રવેશ કર્યો અને શુક્ર એ તુલાથી વૃશ્વિક રાશિમાં પ્રવેશ કર્યો, જે સામાન્ય લોકો માટે લાભદાયક રહસે. આ વર્ષનો મૂળાંક સ્વામી બૃહસ્પતિ દેવ છે. તેમના પ્રભાવથી વિવાહ, શિક્ષણ, ધન, સંતાન વગેરે માટે શુભ રહેશે. ફાગણ મહિનામાં 5 બુધવાર, ફાગુણ કૃષ્ણ પ્રતિપદાના દિવસે પૂર્વાફાલ્ગુની નક્ષત્ર હોવાને કારણએ સામાન્ય માણસોના જીવનમાં સુખ શાંતિ રહેશે. તો નવા વર્ષના અવસરે જાણીએ 2 મૂળાંક વાળાનું વર્ષ કેવું રહેશે.
આ પણ વાંચો: Year Prediction: મૂળાંક 1 વાળા લોકો માટે લકી હશે 2019નું વર્ષ

મૂળાંક 2 માટે વર્ષફળ 2019
એવા લોકો જેમનો જન્મ કોઈ પણ મહિનાની 2, 20 કે 29 તારીખે થયો છે, તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. વર્ષ 2019ના અંકનો સરવાળો ત્રણ થાય છે. ત્રણનો આંક ગુરુના અધિકાર ક્ષેત્રમાં આવે છે. અંક 02નો સ્વામી ચંદ્ર છે અને અંક 3નો સ્વામી ગુરુ છે. આ બંને મિત્ર છે અને ભેગા થઈને ગજ કેસરી યોગનું નિર્માણ કરે છે. એટલે મૂળાંક 2 વાળા લોકો માટે નવું વર્ષ ખુશીઓ લઈને આવશે. ગુર ગ્રહ જ્ઞાનનો કારક છે.
ચંદ્ર એ મનનો કારક અને સ્ત્રી ગ્રહ છે, તેનો સૌથી વધુ પ્રભાવ તમારા વિચારો, કલ્પના ક્ષેત્ર પર પડે છે. જો લોકો અદ્યાપક, પત્રકાર, એકાઉન્ટન્ટ, સમુદ્ર યાત્રા, સુગર મિલ, કૃષિ વિભાગ, સંગીત, એક્ટિંગ, દાંતના ડોક્ટર, નેવી, ફેશન ડિઝાઈનિંગ, મોડલિંગ, પેટ્રોલ પમ્પ, મ્યુઝિક એકેડમી, હોટેલ, રેસ્ટોરન્ટ, માટીનું કામ, કોન્ટ્રાક્ટ, કોઈ પણ ક્ષેત્રમાં દલાલી, કેરોસીન, ઓઈલ, દૂધની ડેરી સાથે જોડાયેલા છે તેમના માટે આ વર્ષ શુભ રહેશે.

કરિયર
મૂળાંક 2 વાળા જાતકો માટે જાન્યુઆરી મહિનામાં કેટલીક મુશ્કેલીઓ રહેશે. બાદમાં બધુ ગોઠવાઈ જશે. આ વર્ષે કરિયરમાં ગ્રોથ થવાની પૂરી શક્યતા છે.

વેપાર
આ વર્ષની શરૂઆતમાં લેવાયેલા નિર્ણયો સફળતા પૂર્વક સિદ્ધ થશે. વર્ષના મધ્યમાં વેપાર સારો ચાલશે. ધીરજ અને લગનથી કામ કરવાથી વેપારમાં પ્રગતિ થશે. કામની યોજનાઓ ગુપ્ત રાખશો તેટલી જ સફળતા મળશે.

ફાયનાન્સ
લેવડ દેવડના મામલે માર્ચ મહિનામાં થોડી સાવધાની રાખો. આ વર્ષ આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. વધુ રિસ્કી કાર્યમાં પૈસાનું રોકાણ ન કરો

લવ અફેર
ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં તમે તમારા સાથીને પ્રપોઝ કરી શકો છો, સફળતા મળશે. નાની નાની વાતોને ઝઘડાનો મુદ્દો ન બનાવો, સંબંધ બગડી શકે છે. સહમતીથી નવા કાર્યને અંજામ આપો

આરોગ્ય
સ્વાસ્થ્ય મામલે આ વર્ષ મૂળાંક 02 વાળા લોકો માટે સામાન્ય રહેશે. બ્લડ પ્રેશર, અસ્થમા, હાડકાના રોગ, કિડની જેવા રોગ મામલે વધુ મુશ્કેલી સર્જાઈ શકે છે. એટલે આરોગ્ય પર ધ્યાન રાખો.

લકી મહિનો
મૂળાંક 2 વાળા જાતકો માટે માર્ચ, એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબર મહિના શુભ રહેશે

અનલકી મંથ
તમારા માટે ફેબ્રુઆરી, એપ્રિલ, મે, જૂન અને સપ્ટેમ્બર મહિના શુભ નહીં કહી શકાય, એટલે સાવધાની રાખવી જરૂરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
