Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Capricon Yearly Horoscope 2019: મકર રાશિનું વાર્ષિક રાશિફળ 2019

વર્ષ 2019માં તમારા કેરિયરમાં ઉન્નતિ આવશે. નોકરીમાં પ્રમોશન અને સેલેરીમાં વધારાની ભેંટ મળી શકે છે. આ વર્ષે તમારી આવકમાં વધારો થશે.

વર્ષ 2019માં તમારા કેરિયરમાં ઉન્નતિ આવશે. નોકરીમાં પ્રમોશન અને સેલેરીમાં વધારાની ભેંટ મળી શકે છે. આ વર્ષે તમારી આવકમાં વધારો થશે. કમાણીના નવા સાધન મળશે. બિઝનસમાં તમને કોઈ શુભ સમાચાર મળશે. ઘરમાં ખુશીઓ આવશે. પરિજનો સાથે તાળમેળ જળવાઈ રહેશે. આ વર્ષે કુટુંબને એક સુત્રમાં બાંધી શકશો. વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્તમ છે. આ વર્ષે નવી લવ લાઈફ એન્જોય કરશો. જીવનસાથીની લાગણીઓને સમજજો અને તેમની લાગણીઓની કદર કરજો.

આ પણ વાંચો: Sagittarius Yearly Horoscope 2019: ધન રાશિનું વાર્ષિક રાશિફળ 2019

આર્થિક

આર્થિક

આ વર્ષે તમારા ખર્ચામાં વધારો થશે. આવકમાં વૃદ્ધિ થશે. ઘરેલું કામમાં તમારા ખર્ચા વધશે. આર્થિક નિર્ણયો લેતા પહેલા અનુભવીની સલાહ જરૂર લેજો. જોખમી વેપારમાં પડશો નહિં. શેયર માર્કેટમાં રોકાણ દરમિયાન સાચવજો. આ સમયે સંપતિનો યોગ્ય ઉપયોગ કરવાથી તમને લાભ થશે. ફસાયેલા પૈસાને કાઢવામાં તમને મુશ્કેલી આવશે. આર્થિક પ્લાનિંગ યોગ્ય નહિં કરવાથી તમારા પર દેવું વધી શકે છે.

આરોગ્ય

આરોગ્ય

આ વર્ષે તબિયતનું ધ્યાન રાખજો. તબિયતને લઈ આ વર્ષ અનુકૂળ રહેશે. આ સમયે તમે ઉર્જાવાન રહેશો. સપ્ટેમ્બર સુધી તમારી શારીરિક સમસ્યાઓ વધશે. આંખ, ઉંઘ ન આવવી, પેટમાં દુઃખાવો, જેવા રોગોથી હેરાન રહેશો. ઉપરાંત મનમાં અજીબ બેચેની રહેશે. ડોક્ટરે જે વસ્તુ ખાવાની પરેજી કીધી હોય તેનું પાલન કરજો. તળેલું, ફાસ્ટ ફુડ, ખાવાનું ટાળજો. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછુ ન થાય તેનું ધ્યાન રાખજો.

નોકરી અને વેપાર

નોકરી અને વેપાર

આ વર્ષે તમારુ કેરિયર ચમકશે. નોકરી-વેપારમાં ઉન્નતિ આવશે. વર્ષની શરૂઆતમાં જ તમને કેરિયરમાં સારા પરિણામ મળશે. જાન્યુઆરી અને માર્ચ-એપ્રિલમાં તમને મહેનતનું ફળ મળશે. નોકરી કરનારાઓને પ્રમોશન અથવા કંપની તરફથી પ્રોત્સાહન મળશે. તમને ગમતી જગ્યા મળશે. સંસ્થામાં સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ રહેશે. બિઝનેસમાં પાર્ટનરથી સાવધાન રહેજો.

સંબંધો

સંબંધો

તમારા માટે આ વર્ષે કૌટુંબિક જીવન મધુર રહેશે. તમે કુટુંબ સાથે ખુશીઓ શેયર કરશો. આ વર્ષ તમારા કુટુંબને એક સુત્રમાં બાંધી રાખશે. ઘરના સભ્યો વચ્ચે પ્રેમભાવ રહેશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય થશે, જેમાં તમામ સંબંધિઓ સાથે મુલાકાત થશે. ઘરના વડિલોના આશિર્વાદ સાથે તમે સફળ થશો.

લવ લાઈફ

લવ લાઈફ

પ્રેમ જીવન માટે આ વર્ષ રોમાંચિત રહેશે. જેઓ પોતાના લવ પાર્ટનરને લાઈફ પાર્ટનર બનાવવા માંગે છે તેમની ઈચ્છા આ સમયે પૂરીં થશે. પ્રિયતમ સાથે મુલાકાતો વધશે. તમારી વચ્ચે ઉંડો પ્રેમ રહેશે. જો કે નાની-નાની વાતે તમારી વચ્ચે અનબન થશે, જેથી પ્રેમમાં કોઈ શરત મૂકશો નહિં. જેઓને પ્રેમની શોધ છે તેમની શોધ પૂરીં થશે.

શિક્ષણ

શિક્ષણ

અભ્યાસમાં તમારી મહેનત સફળ થશે, પરીક્ષામાં તમને સારુ પરિણામ મળશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સકારાત્મક પરીણામ મળશે. તમે ગુરુનું સન્માન કરશો અને અભ્યાસમાં તમારી એકાગ્રતા વધશે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. મેડિકલના વિદ્યાર્થીઓને સખત મહેનત કરવી પડશે. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનુકૂળ રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X