વાંચો વર્ષ 2015માં ભારત દેશનું વાર્ષિક રાશિફળ
વર્ષ 2015 નવી આશાઓ લઇને આવ્યું છે. દરેક વ્યક્તિના મનમાં ભવિષ્ય જાણવાની ઇચ્છા ચોક્કસ હોય છે. રાશિ અનુસાર કોઇપણ વ્યક્તિના સંભવિત ભવિષ્ય અંગે ઘણું બધું જાણી શકાય છે. પોતાનું રાશિફળ તો આપ દરરોજ વાંચતા હશો, પરંતુ ક્યારેય આપે દેશના ભવિષ્ય અંગે જાણવાની કોશીશ કરી છે? આજે અમે આપને દેશનું ભવિષ્ય જણાવીશું. આવો જાણીએ 2015 ભારત દેશ માટે કેવું રહેશે.
વર્ષ 2015 સાથે જોડાયેલ રસપ્રદ જ્યોતિષ તથ્યો...
- વર્ષ 2015ના માર્ચ, મે, ઓગષ્ટ અને નવેમ્બર માસમાં 5-5 રવિવાર આવશે.
- જાન્યુઆરી, મે, ઓગષ્ટ અને ઓક્ટોબર મહીનામાં 5-5 શનિવાર આવશે.
- આ વર્ષ શનિના પ્રભાવવાળું રહેશે.
- વર્ષનો પહેલો દિવસ જ મેષ રાશિથી શરૂ થયો છે, જે રાશિ ચક્રની પહેલી રાશિ છે.
- ચંદ્રમા મેષ રાશિમાં રહેશે અને વર્ષના અંતમાં સિંહ રાશિમાં રહેશે.
- વર્ષના પ્રારંભમાં મેષ રાશિવાળાઓને અને વર્ષના અંતમાં સિંહ રાશિ વાળાઓને મોટો ફાયદો થશે.
- મેષ અને સિંહ બંને પર શનિની દશા ચાલી રહી છે.
2015ની દિવાળી બુધવારના રોજ આવશે. આ દિવસે સૂર્ય નીચ રાશિ તુલામાં ચંદ્રની સાથે હશે અને બુધ પણ તેની સાથે જ તુલામાં રહેશે. સ્વતંત્ર ભારતની રાશિ કર્કથી ચતુર્થ રહેશે. આ યોગ શુભ નથી માનવામાં આવતો, આવામાં આતંકી હુમલાઓ થઇ શકે છે. માટે દેશની સુરક્ષા એજન્સીઓને વિશેષ સાવધાન રહેવું પડશે.
15 માર્ચથી 2 ઓગષ્ટ 2015 સુધી લગભગ 140 દિવસો માટે શનિ વૃશ્ચિક રાશિમાં વક્રી રહેશે. આ દરમિયાન તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિમાં શનિની સાડાસાતી અને મેષ અને સિંહ પર શનિની દશા ચાલતી રહેશે. રાહુ આખું વર્ષ કન્યા રાશિમાં રહેશે, જેના સ્વામી બુધથી તેની મિત્રતા છે. કેતુ આખા વર્ષમાં મીન રાશિમાં રહેશે જે આ રાશિનો સમ માનવામાં આવે છે. એટલે રાહુ અને કેતુથી કોઇ મોટી મુશ્કેલી આવવાની સંભાવના નથી. માર્ચથી ઓગષ્ટની વચ્ચે મોટી પ્રાકૃતિક વિપદાઓ આવી શકે છે.
હવે પછીના ભાગમાં વાંચો (Click Next) શનિની મજબૂત અને અશાંત ઉર્જાનો ભારત પર પ્રભાવ...
પંડિત દયાનંદ શાસ્ત્રીના સંપર્ક સૂત્ર- [email protected], મો. 09669290067 (મધ્ય પ્રદેશ) અને 09024390067 (રાજસ્થાન).













Click it and Unblock the Notifications
