Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કન્યાઃ ધન સંબંધિત સમસ્યાઓમાં આપશે રાહત 2014

કન્યા(ટો,પા,પી,પૂ,ષ,ણ,ઠ,પે,પો): લખનઉના જ્યોતિષાચાર્ય પંડિત અનુજ કે શુક્લ તમને જણાવી રહ્યાં છે કે વર્ષ 2014 કન્યા રાશિના જાતકોને ધન સંબંધિત સમસ્યાઓમાં રાહત અપાવશે. મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ મકર રાશિમાં આવશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ભ્રમણ કરતા રહેશે. આ ગ્રહોની સ્થિતિના આધારે કેટલાક લોકોને દેવામાંથી છૂટકો મળી શકે છે. કોઇની વ્યર્થ વાતો પર ક્રોધ આવી શકે છે. જૂના ઘનિષ્ઠો સાથે મુલાકાત થઇ શકે છે. ભોજન પ્રત્યે અરૂચિ બની રહેશે. જે લોકો કોઇ મિત્ર અથવા સંબંધી પાસેતી કોઇ લાભની આશા રાખશે તો તેમની આ આશા પૂર્ણ થશે.

વર્ષના મધ્યમાં સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. બુધમાં પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાની શરૂઆત કરશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. ચંદ્ર ઉપરાંત અન્ય ગ્રહ પોતાની યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. જેથી આધુનિક વસ્તુઓની ખરીદી કરવાનું મન થશે, પરંતુ ખિસ્સુ પરવાનગી નહીં આપે. અપ્રિય અતિથિનું આગમન થઇ શકે છે, જેનાથી મન ખિન્ન થઇ જશે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશો. સંતાન તરફથી શુભ સમાચાર મળવાના સંકેત છે.

વર્ષના અંતમાં સૂર્ય ધન રાશિમાં સંક્રમણ કરશે અને બુધ પણ સૂર્ય સાથે આવસે. શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. ચંદ્રને છોડીને અન્ય ગ્રહ યથાવત સ્થિતિમાં ગોચર કરતા રહેશે. રાહગીર લોકો પ્રત્યે દયાનો ભાવ ઉત્પન્ન થશે. ચતુર્થનો સૂર્ય તમારી મદદ કરશે પરંતુ પારિવારિક સમસ્યાઓ પણ ઉત્પન્ન થઇ શકે છે. મિત્રો અને સહયોગીઓ સાથે નાની નાની વાતો પર વિખવાદ થશે. જાન્યુઆરીથી ડિસેમ્બર સુધી કેવું રહેશે તમારુ વર્ષ જાણવા તસવીરો પર ક્લિક કરો.

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી

સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જાન્યુઆરીએ કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને બુધ 9 જાન્યુઆરીએ મકર રાશિમાં આવી જશે. આ મહિને કેટલાક લોકોને દેવામાંથી રાહત રહેશે. કોઇ વ્યર્થ વાતોને લઇને ક્રોધ થઇ શકે છે. જૂના ઘનિષ્ઠોની મુલાકાત થઇ શકે છે. ભોજન પ્રત્યે અરુચિ બની રહેશે. જે લોકો કોઇ મિત્ર અથવા સંબંધીઓ પાસેથી કોઇ લાભની આશા રાખે છે તો તેમને ફાયદો થશે. આ સમયે કોઇપણ જોખમ ઉઠાવો નહીં. પારવારિક ક્લેહ થઇ શકે છે. પ્રતિષ્ઠિત લોકોથી જનસંપર્ક વધશે. વિરોધીઓથી સાવધાની રાખવી જરૂરી છે. કરારના કાર્યોમાં ધન લાભ થશે. ઘરેલુ ખર્ચાઓમાં વૃદ્ધિ થશે.

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી

આ મહિને સૂર્ય 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં આવશે. બુધ ગ્રહ સૂર્ય સાથે જ કુંભ રાશિમાં ગોચર કરતો રહેશે. શુક્ર ધન રાશિમા અને ગુરુ મિથુન રાશિમાં રહેશે. બીજી તરફ શનિ અને રાહુ તુલા રાશિમાં ભ્રમણ કરતા રહેશે, પરંતુ મંગળ પાંચ ફેબ્રુઆરીએ કન્યાથી તુલા રાશિમા સંક્રમણ કરશે. ફેબ્રુઆરીનો મહિનો કન્યા રાશિના જાતકો માટે સારો રહેશે. જે લોકો વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તેમને સફળતા મળશે. પાડીસો અથવા સંબંધીઓ સાથેના સંબંધોમાં મધુરતા આવશે. વારંવાર કાર્ય પરિવર્તન કરવાનું મન થશે. ભાગ્ય પક્ષ મજબૂત બનશે. અધિક શ્રમ કરવામાં લાભ તશે. મીઠી વાણીનો પ્રયોગ તમારા કાર્યોને કરાવવામાં મદદ કરશે. કોઇ મુલ્યવાન ઉપહાર મળી શકે છે. કોઇપણ કાર્યમાં સિદ્ધાંતથી સમજૂતિ ના કરો. કોઇ પ્રશાસનિક અધિકારી સાથે નજીકના સંબંધો બંધાશે. જનહિતમાં કરવામાં આવેલા કાર્યો તમારા માન સન્માનમાં વધારો કરશે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું નહીંતર રોગનો શિકાર થઇ શકે છે.

1 માર્ચથી 31 માર્ચ

1 માર્ચથી 31 માર્ચ

સૂર્ય 15 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે. 13 માર્ચે બુધ પણ મીન રાશિમાં આવી જશે. મંગળ કન્યા રાશિમાં અને શુક્ર મકર રાશિમાં ભ્રમણ કરશે. શનિ અને રાહુ તુલા રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. કેટલાક લોકો એકલતાની અનુભૂતિ કરશે. કોઇ સહયોગીને તમારી વાત કહેવાનો અવસર પ્રાપ્ત થશે. ભૌતિક જવાબદારીઓથી ભાગો નહીં. યુવા વર્ગ અત્યાધિક ભાવુકતાથી બચવાનો પ્રયાસ કરે. પૌરાણિક કથાઓ પ્રત્યે મન આકર્ષિત થશે. સંતાનની જરૂરિયાતો પર અત્યાધિક વ્યય થઇ શકે છે. કેટલાક લોકોના જીવનમાં અચાનક પરિવર્તનનો યોગ બની શકે છે. નવા સંબંધોનો ઉપયોગ થશે. શારીરિક ક્ષમતાનો વિકાસ થશે જેનાથી તમે રચનાત્મક કાર્યોને અંજામ આપવામા સંફળ થશે. 13 માર્ચ બાદ વ્યાપારમાં કોઇ મોટા લેણ દેન ના કરો. કારકિર્દીમાં કડી પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે.

1 એપ્રિલથી 30 એપ્રિલ

1 એપ્રિલથી 30 એપ્રિલ

15 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે. 5 એપ્રિલે બુધ મીન રાશિમા આવશે. શુક્ર કુંભ અને મંગળ કન્યા રાશિમાં ભ્રમણ કરશે. વ્યક્તિત્વનો વિકાસ થશે, જેનાથી માનસિક ક્ષમતા મજબૂત થશે. વ્યાવસાયિક યોજનાઓમાં કોઇનો સહયોગ પ્રાપ્ત થશે. સરકારી કર્મચારીઓને થોડીક સાવધાની રાખવાની જરૂર છે, નહીંતર ધન હાની થશે. તમારા શ્રેષ્ઠ સંબંધોનો લાભ મળશે. કોઇ ગરીબની મદદ કરવાથી મન પ્રસન્ન થશે. સાસરી પક્ષથી સહયોગ મળવાની સંભાવના છે. સંતાન પ્રત્યે પ્રેમ વધશે. નાની અમથી ભૂલ કરી તો લોકો તમારી આગળ નીકળી જશે. કોઇની પ્રતિક્ષા કરતા કરતા દુઃખી થઇ જશો. ખર્ચમાં અચાનક વૃદ્ધિ થઇ શકે છે. આપવામાં આવેલું ધન પરત મળશે.

1 મેથી 31 મે

1 મેથી 31 મે

સૂર્ય 15 મેએ વૃષભ રાશિમાં ગોચર કરશે. બુધ પણ 5મેથી સૂર્ય સાથે આવી જશે. શુક્ર 24 મેએ મેષ રાશિમાં આવી જશે. સૂર્યને વૃષભ રાશિમાં આવવાથી કન્યા રાશિના જાતકોને 15 મે બાદનો સમય ફળદાયક થશે. વિવાદિત કાર્યોમાં ઝડપથી સફળતાં મળવાના અણસાર છે. સંતાનોને નોકરી વિગેરે મળવાની સંભાવના છે. ગૃહપયોગી વસ્તુઓની ખરીદી થઇ શકે છે. તમારા મનમાં ઉથલ પુથલ મચેલી રહેશે. યોજનાઓ પ્રતિ સકારાત્મક બની રહેવાથી લાભ થશે. પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. આતિમક સંબંધોથી લાભ મળી શકે છે. વાણીમાં કઠોરતા આવી શકે છે. લગ્ન સહિતના સમારોહમાં સામેલ થવાની આશા છે. રોજગારી પ્રત્યે મન આશાવાદી રહેશે, જેનાથી સારી પ્રગતિ થશે. નોકરીવાલા સારુ પ્રદર્શન કરશે જેનાથી લાભ થશે.

1 જૂનથી 30 જૂન

1 જૂનથી 30 જૂન

સૂર્ય મિથુન રાશિમાં રહેશે. બુધ પણ મિથુન રાશિમાં ગોચર કરશે. શુક્ર 9 જૂને વૃષભ રાશિમાં આવી જશે. મંગળ કન્યા રાશિમાં અને ગુરુ 5 જૂને કર્ક રાશિમાં ભ્રમણ કરશે. કોઇના પ્રત્યેની આશા તમને દુઃખી કરી શકે છે. અધુરા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. સ્પર્ધાત્મક છાત્રોને સફળતા મળવાના અણસાર છે. જે લોકો બેરોજગાર છે તેમના માટે રોજગારીની તકો ખુલશે. અનાવશ્યક કાર્યોમાં પોતાનો સમય બરબાદ ના કરો. રાજકિય કાર્યોમાં સક્રિયતા વધશે. યાત્રાના પ્રસંગ બની શકે છે. નજીકના લોકોના સંબંધોમાં મધુરતા આવશે. સાસરી પક્ષ તરફથી લાભ થઇ શકે છે. શિક્ષાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.

1 જુલાઇથી 31 જુલાઇ

1 જુલાઇથી 31 જુલાઇ

17 જુલાઇએ સૂર્ય કર્ક રાશિમાં આવશે. બુધ 29 જુલાઇએ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 15 જુલાઇએ મંગળ તુલા રાશિમાં આવી જશે. શુક્ર 14 જુલાઇએ મિથુન રાશિમાં ગોચર કરશે અને ગુરુ કર્ક રાશિમાં હશે. 13 જુલાઇએ ગુરુ પશ્ચિમમાં અસ્ત થઇ જશે. સૂર્ય અને ગુરુ બન્નેનો લાભ એક સાથે થવાથી એ વાતનું સૂચક છે કે જૂન મહિનામાં કન્યા રાશિના જાતકો સમક્ષ તકોની વણઝાર થશે પરંતુ તેમને મેળવવામાં ચૂક પણ થઇ શકે છે. સમયનો ઉપયોગ કરો નહીંતર પસ્તાવું પડશે. વાણીમાં સૌમ્યતા આવશે જેના કારણે દૂર થયેલા લોકો નજીક આવશે. વ્યાપારિક સ્થિતિમાં થોડોક સુધારો થશે. કારકિર્દીની દિશામાં સફળતાનો માર્ગ પ્રશસ્ત થશે.

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ

18 ઑગસ્ટે સૂર્ય પોતાની સિંહ રાશિમાં ગોચર કરવાનો પ્રારંભ કરશે. 13 ઑગસ્ટે બુધ પણ સૂર્ય સાથે ભ્રમણ કરવાનું શરૂ કરી દેશે અને શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. આધુનિક વસ્તુઓની ખરીદી કરવાનું મન થશે પરંતુ આર્થિક સમસ્યા ઉદ્ભવી શકે છે. અપ્રિય અતિથિનું આગમન થઇ શકે છે. જેનાથી મન દુઃખી થશે. સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લેશો. સંતાન તરફથી શુભ સમાચાર મળવાના સંકેત થે. નિર્બળ લોકો સાથે મૈત્રિપૂર્ણ સંબંધો સ્થાપિત થશે. સાંસ્કારિક સુખોનો આનંદ લેવા મન લલચાશે. બારમા ભાવનો સૂર્ય હોસ્પિટલના ચક્કર અપાવશે અને ઉંધ ઓછી થશે. વ્યાપારમાં પ્રગતિ ધીમી રહેશે. જોબમાં સાવધાની ના રાખી તો સમસ્યા ઉદ્ભવી શકે છે.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર

18 સપ્ટેમ્બરે સૂર્ય કન્યા રાશિમાં સંક્રમણ કરશે. 21 સપ્ટેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર 26 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં ભ્રમણ કરશે, 5 સપ્ટેમ્બરે મંગળ વૃશ્ચિક રાશિમા ગોચર કરશે. કોઇના પર પણ વિશેષ વિશ્વાસ રાખવો નુક્સાનકારક સાબિત થઇ શકે છે. ધર્મ-કર્મમાં અડચણો પેદા થઇ શકે છે. આમંત્રણ વગર ક્યાંય જવુ નહીં નહીંતર અપમાનિત થવું પડશે. કર્મચારીઓને સુખ અને સહયોગ પ્રાપ્ત થશે. વ્યક્તિગત સંબંધોનો વધુ ઉપયોગ ના કરો. નામચીન લોકો સાથે મુલાકાત થવાની તક ગુમાવી શકો છો. સંગીત સાથે જોડાયેલા લોકોને કેટલીક સોનેરી તકો મળી શકે છે. દામ્પત્ય જીવનમાં તણાવ રહી શકે છે.

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર

સૂર્ય 18 ઓક્ટોબરે પોતાની નીચ તુલા રાશિમાં પ્રવેશ કરશે. બુધ 17 ઓક્ટોબરે કન્યામાં આવશે અને 20 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં ભ્રમણ કરશે. કાર્ય કરવાની દિશામાં કેટલાક પરિવર્તન થવાની સંભાવના છે. ઓફિસમાં અસ્થાયી સંબંધો થોડાક નબળા પડી શકે છે. રાજકીય લોકો સાથે ઉઠવા બેસવાનું થઇ શકે છે. વાહનનો ઉપયોગ કરવામાં સાવધાની રાખો. સફળ થવાના કાર્ય કરવાની રીત બદલવી પડશે. તમારા પાડોસી પર ટીકા ટિપ્પણી ના કરો નહીંતર વિવાદ થઇ શકે છે. પિતા સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે. બાળકોમાં અનુશાસન રાખો નહીંતર બગડી શકે છે.

1 નવેમ્બરથી 30 નવેમ્બર

1 નવેમ્બરથી 30 નવેમ્બર

સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં આવી જશે અને 5 નવેમ્બરે બુધ તુલા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 13 નવેમ્બરે શુક્ર વૃશ્ચિકમાં, મંગળ ધન રાશિમાં તથા 3 નવેમ્બરે શનિ વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરવાનો પ્રારંભ કરશે. ઉલ્ટા સીધા કાર્યોમાં સમય બરબાદ ના કરો કારણ કે સમય તમને કંઇક આપવા માગે છે. તેથી હાથ પર હાથ રાખીને ના બેસો પરંતુ પરિશ્રમ કરીને બધુ હાસલ કરવાનો સંપર્ક કરો. શત્રુઓ પ્રતિ સતર્ક રહો. તમે તમારી વાતો પર અમલ કરો અને લોકોને આશ્ચર્યચકિત કરી શકો છો. ન્યાયિક કાર્યોમાં સફળતા મળવાના અણસાર છે. સામાજિક કાર્યોથી માન-સન્માનમાં વૃદ્ધિ થશે. પરિવારમાં અનુશાસિત માહોલથી જ સહભાગિતા રહેશે.

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર

17 ડિસેમ્બરે સૂર્ય ધન રાશિમાં સંક્રમ કરશે અને 14 ડિસેમ્બરે બુધ પણ સૂર્ય રાશિમાં આવી જશે. 30 ડિસેમ્બરે શુક્ર અને મંગળ મકર રાશિમાં ભ્રમણ કરશે. રાહગીર લોકો પ્રત્યે દયાનો ભાવ ઉત્પન્ન થશે. ચતુર્થનો સૂર્ય તમને મદદ કરશે, પરંતુ પારિવારિક સમસ્યાઓ પણ ઉભી થતી રહેશે. મિત્રો અને સહયોગીઓ સાથે નાની નાની વાત પર વિવાદ થશે. માતાના સ્વાસ્થયને લઇને તમે ચિંતિત રહેશો. ઘર-ગૃહસ્થિની જવાબદારીનું ભારણ વધશે. સમજી વિચારીને કામ કરશો તો સફળતા મળશે, પરંતુ સમય સમજી વિચારીને ડગ માંડવાનો છે. દાંપત્ય જીવનમાં સુધારો આશે જેનાથી મન ઘણું જ પ્રફુલ્લિત રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X