Libra Yearly Horoscope 2019: તુલા રાશિનું વાર્ષિક રાશિફળ 2019
આ રાશિના જાતકોને આ વર્ષે નોકરી અને વેપારમાં સારા પરિણામ મળવાની શક્યતા છે. માર્ચમાં નોકરી કરનારા જાતકોને કોઈ સારી ભેંટ મળી શકે છે.
આ રાશિના જાતકોને આ વર્ષે નોકરી અને વેપારમાં સારા પરિણામ મળવાની શક્યતા છે. માર્ચમાં નોકરી કરનારા જાતકોને કોઈ સારી ભેંટ મળી શકે છે. નવા આઈડિયાને કારણે કાર્યક્ષેત્રે તમારી ઉન્નતિ થશે. તમારા કામ પોતે કરજો. પૈસા મામલે આ વર્ષે ભાગ્ય તમને સાથ આપશે. જેના પરિણામે તમને ધન પ્રાપ્તિ થશે. આ સમયે માતાની તબિયત સારી ન રહેતા તમારી ચિંતા વધશે. તબિયતની કાળજી લેજો. લગ્નજીવનમાં તનાવ રહેશે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખાસ રહેશે. અભ્યાસમાં મહેનત કરવી પડશે.
આ પણ વાંચો: Virgo Yearly Horoscope 2019: કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ 2019

આર્થિક
આર્થિક ક્ષેત્રે અપેક્ષા અનુસાર પરિણામ મળશે. ભાગ્ય તમારી સાથે રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાની તક મળી રહેશે. આ વર્ષે આર્થિક લાભની પ્રબળ શક્યતા છે. જુલાઈમાં સાવધાન રહેવાની જરૂર છે. આ સમયે તમે કોઈ મોટો નિર્ણય લેશો નહિં, રોકાણ કરશો નહિં. કોઈને કોઈ કારણે ધન ખર્ચ થયા કરશે. પ્રયત્ન કરજો કે વિના કારણની વસ્તુઓની ખરીદી થાય નહિં. આર્થિક મામલામાં પરિજનોનો સહકાર મળી રહેશે. આ વર્ષે તમે નવું વાહન ખરીદી શકો છો.

આરોગ્ય
આ વર્ષે તમારુ આરોગ્ય ઉત્તમ રહેવાની શક્યતા છે. તમને માત્ર સ્વાસ્થ્યનો જ લાભ નહિં મળે પણ જૂની બિમારીઓમાં પણ છૂટકારો મળશે. જાન્યુઆરીમાં તમને થોડો માનસિક તાણ રહેશે. કામમાં તમે સક્રિય રહેશો. આ સમયે તમને કોઈ બિમારી હોય તો તેમાં જલ્દી રિકવરી આવશે. માર્ચ-એપ્રિલમાં તમારુ વજન થોડુ વધશે. ચામડીને લગતી સમસ્યા રહેશે. યોગ્ય સમયે તેનો ઉપચાર કરજો, નહિંતર તમારી સમસ્યા વધશે.

નોકરી અને વેપાર
આ વર્ષે કેરિયરને લઈ ઉત્તમ પરિણામ મળશે. માર્ચ બાદ નવા વિચારોથી તમે સફળ થશે. કાર્યક્ષેત્રે સારુ પરિણામ મળશે. સહકર્મીઓનો સહકાર મળશે પણ તેમના પર ભરોસો કરશો નહિં. ફેબ્રુઆરી-માર્ચમાં કેરિયરમાં કોઈ ખુશખબર મળશે. નોકરીમાં પ્રમોશન થવાની શક્યતા છે. કેરિયરમાં તમારી સંવાદ શૈલીની ભૂમિકા મહત્વની રહેશે. સરકારી ક્ષેત્રે નોકરી કરનારા જાતકોની મહેનત સફળ રહેશે. નોકરીની શોધ કરનારા જાતકોને નોકરી મળવાની શક્યતા છે.

સંબંધો
લગ્નજીવનમાં આ સમયે થોડો તનાવ રહેશે. જાન્યુઆરીમાં લગ્નજીવનમાં ઉથલ-પાથલ રહેશે. જીવનસાથી સાથે તાળમેળ જાળવવાનો પ્રયત્ન કરજો. નાની-નાની ભૂલોની અનદેખી કરજો. વધુ ગુસ્સો કરશો નહિં. આ સમયે તમારા ધૈર્યની પરીક્ષા થશે. માર્ચમાં આ સ્થિતિમાં સુધારો આવશે. સંતાનનું આરોગ્ય સારુ રહેશે. તમારા સંબંધને પહેલી પ્રાથમિકતા આપજો. સંબંધોમાં ગેરસમજ ન વધે તેનું ધ્યાન રાખજો.

લવ લાઈફ
આ વર્ષે તમારુ પ્રેમ જીવન સારુ રહેશે. આ વર્ષ તમારા માટે ઉત્તમ પરિણામ આપનારુ સાબિત થશે. આ વર્ષે કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. પ્રેમી પાર્ટનર સાથે તાળમેળ સારો રહેશે. તમે તેમની સાથે પ્રવાસ પણ માણી શકો છો. મનોરંજન માટે સાથે ફરવા જશો. એવી ઘણી સ્થિતિ સામે આવશે, જેનાથી તમે નિરાશ થશો, આવા સમયે ઉતાવળ કરશો નહિં. આ વર્ષે તમારો પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમી શકે છે.

શિક્ષણ
આ વર્ષે વિદ્યાર્થીઓ પોતાની મહેનતથી સફળ પરિણામ મેળવી શકશે. પુસ્તકીયા જ્ઞાન સાથે તમે વ્યાવહારિક જ્ઞાન પણ મેળવશો. વિદ્યાર્થીઓ સકારાત્મક સ્પર્ધા કરતા જોવા મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને વિદેશમાં એડમિશન થઈ શકે છે. સિવિલ સેવાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાનું સ્તર ઉંચુ રહેશે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
