Virgo Yearly Horoscope 2019: કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ 2019
તમારા માટે આ નવું વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ ઘણા ઉતાર-ચઢાવ વાળુ રહેશે. આ વર્ષે તમારા સ્વાસ્થ્યમાં કમજોરી જોવા મળશે.
તમારા માટે આ નવું વર્ષ આરોગ્યની દ્રષ્ટિએ ઘણા ઉતાર-ચઢાવ વાળુ રહેશે. આ વર્ષે તમારા સ્વાસ્થ્યમાં કમજોરી જોવા મળશે. કેરિયરમાં મિશ્રિત પરિણામ મેળવશો. તમારી સામે ઘણી તકો આવશે, જેમાં કેટલીક તકોમાં નિરાશા હાથ લાગશે, જ્યારે કેટલીક તકો મેળવી તમે સફળ પણ થશો. વર્ષની શરૂઆતમાં કેટલાક નવા સ્ત્રોત દ્વારા તમને આવક પ્રાપ્ત થશે. જો કે ખર્ચામાં વૃદ્ધિ થશે. પ્રેમ જીવન માટે આ સમય મિશ્રિત રહેશે. નોકરી-વેપારને કારણે તમારે ઘરથી દૂર જવાનું થશે. પ્રેમ જીવનમાં ચેલેન્જોનો સામનો કરવો પડશે. કુશળ સંવાદશૈલીને કારણે તમે કેરિયરમાં સફળતા મેળવશો.

આર્થિક
આ વર્ષે આર્થિક સ્થિતિ સામાન્ય રહેવાની શક્યતા છે. સાથે ખર્ચામાં પણ વધારો થશે. જેથી બને તેટલું ખર્ચા પર નિયંત્રણ લાવજો. વર્ષની શરૂઆતમાં તમને પિતા, ભાઈ-બહેન દ્વારા લાભ થઈ શકે છે. આર્થિક લાભ થવાથી તમારી સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થશે. જો કે નાણાંનું પૂરતું આયોજન કરજો. સામાજીક અને ધાર્મિક કાર્યો પાછળ ખર્ચા થશે. શેયર બજારમાં રોકાણ કરતા સાચવજો. વેપારમાં વ્યવહારિક દ્રષ્ટિકોણથી તમને લાભ થશે.

આરોગ્ય
અકસ્માતથી બચવા તમારે વાહન ચલાવતા સાચવવું. વધુ પડતા આવેગમાં આવી જશો નહિં, કારણ કે તેનાથી તમારુ જ નુકશાન થવાની શક્યતા છે. આ સમયે તમને છાતી કે પેટને લગતી સમસ્યા રહેશે. તમે શારીરિક અને માનસિક રીતે થાકી જશો. જેથી આહાર એવો લેજો, જેનાથી તમે સ્ફૂર્તિમાં રહો. આ વર્ષે તમે વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરશો.

નોકરી અને વેપાર
આ વર્ષે તમે કેરિયર મામલે મિશ્રિત પરિણામ મેળવશો. તમને આગળ વધવાની તક મળશે. તમારી ભાષા શૈલી અને સંવાદને કારણે નોકરી-વેપારમાં તમારી પ્રગતિ થશે. આ વર્ષે આર્થિક જીવન સામાન્ય રહેશે, ખર્ચામાં વૃદ્ધિ થશે. તમે અલગ અલગ સાધનો દ્વારા આવક મેળવશો. વેપારનો વિસ્તાર કરવામાં તમે સફળ રહેશો અને તે માટે પ્રવાસ પણ કરશો. આ સમયે નોકરી કરનારા જાતકોને વેતનમાં વધારો કે પ્રમોશન થવાની શક્યતા છે.

સંબંધો
આ સમયે તમારુ કૌટુંબિક જીવન સારુ રહેશે. તમે પરિજનોનું ધ્યાન રાખશો. ઘરના સભ્યો સાથે અનબન રહેશે. જેથી વિના કારણે કોઈની સાથે બહેસ કરશો નહિં. પરિસ્થિતિને સાચવવાનો પ્રયત્ન કરજો. લગ્નજીવન માટે આ સમય મિશ્રિત રહેશે. શરૂઆતમાં જીવનસાથી સાથે અનબન રહેશે પણ ધીમે ધીમે બધુ સારુ થતુ જશે. જીવનસાથીનું આરોગ્ય સારુ રહેશે નહિં.

લવ લાઈફ
પ્રેમ જીવન માટે આ વર્ષ કંઈક ખાસ નથી. તમે અનેક ચેલેન્જોનો સામનો કરશો. લગ્ન કરવા ઈચ્છુક જાતકોને યોગ્ય સાથી મળી રહેશે. જો કે જીવનમાં સ્થિરતા માટે નિર્ણયો સાચવીને લેજો. આવેકમાં આવીને નિર્ણયો લેશો નહિં. પ્રેમી પાર્ટનરને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો. બને તો તે માટે કોઈ ગિફ્ટ પણ આવી શકો છો.

શિક્ષણ
વિદ્યાર્થીઓ માટે આ વર્ષ અનેક ભેટ લઈને આવ્યુ છે. શિક્ષણ પ્રત્યે તમારો લગાવ વધશે. તમને મહેનત પ્રમાણે પરીક્ષામાં સફળતા જરૂર મળશે. આ વર્ષે તમારી તબિયત સારી રહેશે. વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓ નેગેટીવ રહેશે, પણ માર્ચ બાદ ધીમે ધીમે તમારી ગાડી પાટે આવી જશે. અભ્યાસમાં ધ્યાન નહિં આપો તો તમારા કેરિયર પર તેની અસર થશે. અભ્યાસમાં અડચણો ન આવે તે માટે પૂરતું પ્લાનિંગ કરીને ચાલજો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
