Scorpio Yearly Horoscope 2019: વૃશ્ચિક રાશિનું વાર્ષિક રાશિફળ 2019
આ વર્ષે તમારુ આરોગ્ય થોડુ નબળું રહેશે. તમે તમારી ફિટનેશને લઈ ચિંતામાં રહેશો. તબિયતમાં ધીમે ધીમે કમજોરી આવશે.
આ વર્ષે તમારુ આરોગ્ય થોડુ નબળું રહેશે. તમે તમારી ફિટનેશને લઈ ચિંતામાં રહેશો. તબિયતમાં ધીમે ધીમે કમજોરી આવશે. તમારા રોગનો ઝડપથી ઈલાજ કરાવજો. ફેબ્રુઆરી અને માર્ચમાં તમારી તબિયતમાં સુધારો આવશે. કોઈ સારી કંપનીમાં નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. કેરિયરને લઈ વિદેશ જવાની ઈચ્છા જાગશે. સફળતા માટે તમને સોનેરી તક મળી રહેશે. આર્થિક જીવન સામાન્ય રહેશે. તમારા ખર્ચા અને આવકમાં અંતર જોવા મળશે. પ્રેમ જીવન માટે આ વર્ષ ઉત્તમ રહેશે. પ્રિયતમ સાથે સંબંધમાં મજબૂતાઈ આવશે. પરિવાર સાથે તમે સુખેથી જીવન જીવી શકશો. માનસિક શાંતિ રહેશે.
આ પણ વાંચો: Libra Yearly Horoscope 2019: તુલા રાશિનું વાર્ષિક રાશિફળ 2019

આર્થિક
આ વર્ષે તમારુ આર્થિક જીવન સામાન્ય રહેશે. ધનને લઈ આ વર્ષે ઉતાર-ચઢાવ ચાલ્યા કરશે. આવકની સરખામણીએ તમારા ખર્ચા વધુ રહેશે. જેથી તમે આર્થિક તંગીનો સામનો કરશો. આવક અને ખર્ચા વચ્ચે સંતુલન જાળવીને રાખજો. ઘરની સજાવટના શોખમાં વધુ ખર્ચા કરશો. આ વર્ષે કોઈ નવું કામ શરૂ કરશો નહિં. ભારે માત્રામાં રોકાણ કરશો નહિં. આર્થિક તંગીથી બચવા માટે પહેલેથી પ્લાનિંગ કરીને ચાલજો.

આરોગ્ય
આ વર્ષે તમારે સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે. કારણ કે બેદરકારી તમને ભારે પડી શકે છે. ફીટ રહેવા માટે તમે સામાન્ય કસરત કરી શકો છો. યોગ, એક્સરસાઈઝ, ધ્યાન જીમમાં જોડાવ. આળસ છોડો. રાત્રે સુવો અને દિવસ ઉગતા પહેલા ઉઠી જાવ. વર્ષની શરૂઆતમાં તમારે તબિયતનું વધુ ધ્યાન રાખવું જરૂરી છે. ઓક્ટોબર-નવેમ્બર દરિમાયન તમને ખાસી, તાવ, સોજોની સમસ્યા રહેશે. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયત્નો કરજો.

નોકરી અને વ્યવસાય
નોકરી, વેપારમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. આ સમય કેરિયરમાં મજબૂત ગતિ આવશે. આગળ વધવાની સોનેરી તક મળશે. સારા કામ માટે તમારા વખાણ થશે. કેરિયરને લઈ તમે વિદેશ જવા ઈચ્છશો. અવસરોનો લાભ ઉઠાવશો તો ઉચ્ચ પ્રગતિ હાંસલ કરી શકશો. ઓફિસમાં જરૂર જણાય ત્યાં સહકર્મીઓની મદદ લઈ શકો છો. ધ્યાન રાખજો કે અન્ય કોઈ તમારો શ્રેય લઈ જાય નહિં.

સંબંધો
આ વર્ષે લગ્નજીવન સારુ રહેશે. પણ પતિ-પત્ની વચ્ચે નાની-નાની વાતે અનબન રહ્યા કરશે. જો કે તમારી વચ્ચે પ્રેમ પણ વધશે. જીવનસાથીનું આરોગ્ય નબળુ થતુ જશે. જેથી તમે ચિંતામાં રહેશો. સંતાન દ્વારા તમને સન્માન પ્રાપ્ત થશે. સંતાન સાથે કિંમતી સમય વિતાવો અને તેમને અભ્યાસમાં મદદ કરો. ઘરના વડિલો સાથે બહેસબાજીમાં ઉતરશો નહિં. તેમની લાગણીઓની પણ કદર કરજો. એકબીજા પર ભરોસો કરજો.

લવ લાઈફ
પ્રેમ જીવનને લઈ આ વર્ષ સારુ રહેશે. આ વર્ષે તમારો લવ પાર્ટનર તમને ભરપૂર પ્રેમ આપશે અને સંબંધોમાં મજબૂતાઈ આવશે. પ્રેમ વિવાહનો યોગ છે. તમે પાર્ટનર સાથે તમારા દિલની વાતો શેયર કરશો. બંને વચ્ચે સારો તાળમેળ રહેશે. તમે બંને સાથે લોંગ ડ્રાઈવ માણી સકશો. તમારી વચ્ચે ગિફ્ટનું આદાન પ્રદાન થશે. તમારા પાર્ટનર પર વધુ દબાણ નાખશો નહિં અને વિના કારણની શંકા કરશો નહિં.

શિક્ષણ
આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ છે. આ વર્ષે તમને સારુ પરિણામ પ્રાપ્ત થશે. અભ્યાસમાં સફલતા માટે સખત મહેનત કરશો. ગુરુ તમારી મહેનતથી ખુશ રહેશે. આ સમયે તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપશો. જેમાં તમારી મહેનત દેખાશે. નવરાશના સમયનો સદુપયોગ કરજો. તમે કોઈ લેન્ગેવેજ કોર્ષ કરી શકો છો. મેડિકલ અથવા આઈઆઈટી એટ્રેન્સની તૈયારી કરનારા જાતકો પોતાના ફોકસને વળગી રહે. એકાગ્ર રહેજો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
