આ મહિનામાં જન્મેલી મહિલાઓ હોય છે અદ્ધભૂત પ્રેમિકા!

Written By:
Subscribe to Oneindia News

જ્યોતિષ પ્રમાણે કોઈ પણ સ્ત્રીની પ્રકૃતિ તેના જન્મના માસ અને સમય દ્વારા આંકી શકાય છે. મહિના કે ઋતુને પ્રમાણે તમે જાણી શકો છો કે સ્ત્રીનો મિજાજ કેવો હોય છે અને તેની માટે સંબંધ શું મહત્વ ધરાવે છે. આજે અમે તમને જણાવીશું કે જન્મના માસને પ્રમાણે સ્ત્રીનો સ્વભાવ કેવો હોય છે. જેને આધારે તમે તમારી પત્ની-પ્રેમિકાનો સ્વભાવ જાણી શકો છો. જેના દ્વારા તમે પોતાનાં લગ્નજીવનને હંમેશા માટે ખુશખુશાલ બનાવી શકો છો.

જાન્યુઆરી

જાન્યુઆરી

જાન્યુઆરીમાં જન્મ લેનારી સ્ત્રીઓ ઘણી સુંદર અને કોમળ હોય છે, પરિણામે તે તેમને ભરપૂર પ્રેમ આપી શકે છે. તેઓ હસમુખ સ્વભાવની હોય છે અને સરળતાથી પોતાના પાર્ટનરને ખુશ કરી દે છે. તે પ્રેમનું મહત્વ સમજે છે અને પ્રેમને પ્રાધાન્ય કેવી રીતે આપવું તે સારી રીતે જાણે છે.

ફેબ્રુઆરી

ફેબ્રુઆરી

ફેબ્રુઆરીમાં જન્મ લેનારી મહિલાઓ હંમેશા મસ્ત રહે છે, તેમને માટે પ્રેમનું જીવનનું અભિન્ન અંગ છે, પરિણામે તેઓ હંમેશા પ્રેમ આપવા તૈયાર રહે છે. સુંદર રીતે સજવામાં તેમને ઘણી મજા આવે છે, તેમને લાગે છે કે આ બધી વાતોથી જ તે તેમના પાર્ટનરને રીઝવી શકશે.

માર્ચ

માર્ચ

માર્ચ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ કોમળ અને મહેનતુ હોય છે, તેઓ સ્પષ્ટ વક્તા અને પોતાના પાર્ટનર પ્રત્યે બહું ઈમાનદાર હોય છે. તેઓ ઘણી સારી વાઈફ અને પ્રેમિકા સાબિત થાય છે. તે તેના સાથીને બહુ પ્રેમ આપે છે

એપ્રિલ

એપ્રિલ

એપ્રિલ માસમાં જન્મેલી સ્ત્રીઓ બોલવામાં ખૂબ આગળ હોય છે અને ખુશમિજાજ હોય છે પણ તેમનામાં એક વસ્તુની ખામી હોય છે અને તે છે જલ્દીથી ચીજોથી બોર થઈ જવું. પરિણામે આ મહિનામાં જન્મેલી સ્ત્રીઓને ખુશ કરવા માટે પાર્ટનર્સને ખૂબ મહેનત કરવી પડે છે. તેઓ સુંદરતાની માલિક હોય છે.

મે

મે

મે મહિનામાં જન્મેલી સ્ત્રીઓ સ્વભાવે ગુસ્સાવાળી હોય છે પણ તેમનો ગુસ્સો વધુ સમય સુધી રહેતો નથી, તેઓ મહેનતુ હોય છે અને પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે દરેક પ્રકારના યુક્તિઓ અપનાવે છે. તેઓ ઘણી ફ્રેંક હોય છે પરિણામે તેમના પાર્ટનરને રિલેશન બનાવવામાં ઘણી મહેનત કરવી પડે છે.

જૂન

જૂન

જૂન મહિનામાં જન્મેલી સ્ત્રીઓ થોડી શરમાળ સ્વભાવની હોય છે. તેમનો રંગ ગોરો હોય છે. તેઓ ખુલીને પોતાની વાતો કોઈને જણાવતી નથી, પરિણામે તેમની સાથે જોડાનારા પાર્ટનરે પહેલ કરવી પડે છે, આમ તો આ સ્ત્રીઓ ઘણી લાગણીશીલ હોય છે અને તેમની માટે પ્રેમનું ઘણું મહત્વ હોય છે.

જુલાઈ

જુલાઈ

જુલાઈ મહિનામાં જન્મેલી સ્ત્રીઓ ઘણી સ્પષ્ટ વક્તા અને દેખાવમાં સુંદર હોય છે. તેમને જલ્દીથી કોઈની સાથે બનતી નથી. તેઓ સ્વભાવે બોલકણી હોય છે. કોઈ પણ વાત મોઢે કહેવામાં તેઓ પાછી પડતી નથી. તે વરસાદની જેમ હોય છે, જે ક્યારેય તેજ અવાજમાં તો ક્યારેક રિમઝીમ વરસાદની જેમ રહે છે. તેમનો પોતાની જાત માટે ગર્વ હોય છે.

ઓગસ્ટ

ઓગસ્ટ

ઓગસ્ટ માસમાં જન્મેલી સ્ત્રીઓ ખૂબ જ તેજ અને મહેનતુ હોય છે. મોટેભાગે ઓગસ્ટમાં જન્મેલી સ્ત્રીઓ પોતાના પાર્ટનરની શોધ જાતે જ કરે છે, તે જાતે જ સંબંધોને આગળ વધારવામાં વિશ્વાસ કરે છે અને ઘણી ખુશમિજાજી હોય છે. આ નાની ગર્દન, જાડી, ઘંઉવર્ણી અને સામાન્ય ઊંચાઈની હોય છે.

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર

સપ્ટેમ્બર મહિનામાં જન્મેલી સ્ત્રીઓ અંતરમુખી હોય છે, તેમની અંદર ગજબ આકર્ષણ હોય છે, જેને કારણે તે લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર હોય છે. તે ગ્લેમરસ લાઈફ જીવે છે. તે પોતાને હંમેશા ફીટ રાખે છે અને તે અત્યંત સુંદર હોય છે.

ઓક્ટોબર

ઓક્ટોબર

ઓક્ટોબર માસમાં જન્મેલી સ્ત્રીઓ આકર્ષિત હોય છે. તે મીઠા અને સરળ સ્વભાવની હોય છે. મોટાભાગના લોકો તેના પ્રેમમાં પડી જાય છે પણ તે સરળતાથી કોઈના હાથે લાગતી નથી. તે લાગણીશીલ હોય છે, પરિણામે પોતાના સંબંધોની પૂરતી કાળજી રાખે છે.

નવેમ્બર

નવેમ્બર

નવેમ્બર માસમાં જન્મેલી સ્ત્રીઓ ઘણી સ્માર્ટ અને બુદ્ધિમાન હોય છે, મોટાભાગ તે મોટા પરદે હોય છે અને પોતાના કુટુંબ માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. તે પોતાના પાર્ટનરને દરેક રીતે ખુશ રાખે છે.

ડિસેમ્બર

ડિસેમ્બર

ડિસેમ્બર મહિનામાં જન્મેલી સ્ત્રીઓ ખુબ જ વાતો કે છે અને અત્યંત દેખાવડો કરનારી હોય છે, તે મની માઈન્ડેડ હોય છે અને પોતાના સાથીને ખૂબ જ પ્રેમ કરનારી હોય છે. તેમના ઘણા બધા મિત્રો હોય છે, જે સમય સાથે બદલાયા કરે છે.

English summary
Here is Personality traits according to birth month so please check Your Wife is hot or not with her birthday month.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.