Face Reading: કપાળ પર પણ હોય છે ગ્રહોની રેખાઓ જે બતાવે છે દિલના હાલ
ઘણા જાણકારો હોય છે જે કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોઈને તેના વ્યવહાર, ગુણ, અવગુણ, ભવિષ્ય વિશે જણાવી દે છે.
નવી દિલ્લીઃ ઘણા જાણકારો હોય છે જે કોઈ પણ વ્યક્તિનો ચહેરો જોઈને તેના વ્યવહાર, ગુણ, અવગુણ, ભવિષ્ય વિશે જણાવી દે છે. આ વાસ્તવમાં ફેસ રીડિંગ અંતર્ગત કરવામાં આવે છે. જેમાં ચહેરા અને ખાસ કરીને કપાળ પર રહેલી વિવિધ ગ્રહોની રેખાઓ અને ચિહ્નોનુ અધ્યયન કરવામાં આવે છે. જો કપાળની વાત કરીએ તો પ્રાચીન મુનિઓએ કપાળ પર સાત પ્રકારની રેખાઓ બતાવી છે. આ સાત રેખાઓ રાહુ-કેતુ સિવાયના બાકી સાત ગ્રહોની હોય છે. કપાળ પર સૌથી ઉપર વાળની બરાબર નીચે સૌથી પહેલી શનિ રેખા હોય છે. તેની નીચે બીજી ગુરુ રેખા, તેની નીચે ત્રીજી મંગળ રેખા, તેની નીચે ચોથી સૂર્ય રેખા, પાંચમી શુક્ર રેખા, છઠ્ઠી બુધ રેખા અને સાતમી સૌથી નીચે ચંદ્ર રેખા હોય છે.

આ રેખાઓના અમુક ફળ
- લલાટની મધ્યમાં ગુરુ રેખા વાંકી અને વૃત્તાકાર હોય તો વ્યક્તિ કોઈને કોઈ દુઃખથી ઘેરાયેલો હોય છે.
- ગુરુ રેખા વચમાં વાંકી અને કિનારા પર સીધી હોય તો વ્યક્તિ યશસ્વી હોય છે.
- શનિ રેખા વાંકી-ચૂંકી હોય તો વ્યક્તિ વ્યસની હોય છે.
- જેના કપાળમાં ત્રણ રેખાઓ સીધી, સરળ અને સ્પષ્ટ હોય તો સૌભાગ્યશાળી હોય છે.
- જો ગુરુ રેખા નાની હોય અને શનિ રેખા છિન્ન-ભિન્ન હોય તો વ્યક્તિ બીજાની ચિંતા કરનાર, સમ્માનનીય હોય છે.
- ગુરુ રેખા સર્પાકાર હોય તો વ્યક્તિ લોભી હોય છે.
- કપાળ પર વધુ રેખાઓ તૂટેલી-ફૂટેલી હોય તો વ્યક્તિ દૂર્ભાગ્યશાળી અને રોગી હોય છે.
- મંગળ રેખા નાની હોવી દરિદ્રતાનુ સૂચક છે.
- શનિ અને ગુરુ રેખાઓ ધનુષ આકારની હોય તો વ્યક્તિ દુષ્ટ પ્રકૃતિની હોય છે.
- કપાળ પર એક જ રેખા દેખાય તો વ્યક્તિ એક જગ્યાએ ટકીને નથી રહેતો. ભટકતો રહે છે.
- ચારે રેખાઓ હોય તો વ્યક્તિ સારા ચરિત્રવાળો અને ગુણવાન હોય છે.
- કપાળ પર સાપની આકૃતિની એક જ રેખા હોય તો તે બળવાન હોય છે.
- સૂર્ય રેખા વક્રાકાર હોય તો વ્યક્તિ કઠોર સ્વભાવવાળો હોય છે.
- મંગળ અને સૂર્ય રેખા સર્પાકાર હોય તો વ્યક્તિ ધનહીન હોય છે.












Click it and Unblock the Notifications
