"I" અક્ષરવાળા હોય છે અત્યંત સૌમ્ય અને ચિત્તાકર્ષક
જેમનું નામ I અક્ષર થી શરૂ થતુ હોય છે તેવા લોકો પ્રેમના ભૂખ્યા હોય છે, તેમનો સ્વભાવ અત્યંત લાગણીશીલ હોય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે. ત્યારે જાણો 'I' અક્ષરવાળા કેવા હોય છે?

- જેમનું નામ I અક્ષરથી શરૂ થતુ હોય છે તેઓ માત્ર પ્રેમના ભૂખ્યા હોય છે. તેઓ સ્વભાવે અત્યંત મૃદુ અને ચિત્તાકર્ષક હોય છે.
- આ લોકો દિલથી વિચારે છે અને અત્યંત લાગણીશીલ હોય છે.
- તેઓ પ્રેમ અને પોતાના પણા માટે તરસતા હોય છે. થોડો પ્રેમ આપીને પણ તેમને જીતી શકાય છે.

- અત્યંત મૃદુ સ્વભાવના હોવાને કારણે કારણે તેઓ પોતાની ઘણી ઉપયોગી વસ્તુઓને ગુમાવી બેસે છે. પોતાનુ કામ બીજા પાસે કઈ રીતે કરાવવું તેમાં તેમની હોંશિયારી હોય છે.
- જીવનમાં તેઓ ઘણું બધુ મેળવે છે. પરંતુ તે તેટલું જ ઝડપી સરકી પણ જાય છે, તેનુ સુખ તેમને ઘણું ઓછુ મળે છે.
- શિક્ષણ અને લેખનના ક્ષેત્રનું જ્ઞાન તેમનામાં કુટી-કુટીને ભરેલું હોય છે. દરેક વાતનુ ઉંડાણ પૂર્વક ગહન કરે છે.

- તેમને ક્યારેય પૈસાની કમી આવતી નથી. આવા લોકોને વિદેશ જવાનો મોકો પણ મળે છે.
- પ્રેમ અને કૌટુંબિક સુખ અપાર હોય છે. સમાજીક ક્ષેત્રે વિશેષ નામ અને સન્માન ધરાવે છે.
- તેમની સેક્સ લાઈફ અત્યંત રોચક હોય છે. જેમને પણ આ લોકો જીવનસાથીના રૂપે મળે છે તેમનુ ભાગ્ય ખુલી જાય છે. પોતાના સાથીને તેઓ વફાદાર રહે છે.

- દેખાવમાં તેઓ ઘણાં સુંદર અને સેક્સી હોય છે અને તેઓ સુંદરતાને પસંદ કરનારા હોય છે. ઉપરાંત તેઓ ફેશનેબલ પણ હોય છે.
- તેમને બાળકો અત્યંત પ્રિય હોય છે, તેમની સાથે રમવું તેમને ગમે છે.
- તેઓ ધાર્મિક ક્રિયાકાંડોમાં રસ ધરાવે છે.

અંતે એવું કહી શકાય કે આવા લોકો ખૂબ પ્રેમાળ અને મોહક હોય છે. તેમની સાથે મિત્રતા કરવી દરેકને ગમે છે.












Click it and Unblock the Notifications
