V અક્ષર વાળા હોય છે સ્વભાવે "બિંદાસ"
જેમનું નામ અંગ્રેજી અક્ષર V થી શરૂ થતું હોય તેવા લોકો અત્યંત આઝાદ ખ્યાલના હોય છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'U' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'V' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.
જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'V' અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવા માટે આગળ વાંચતા રહો..

- જેમનું નામ અંગ્રેજી અક્ષર 'V' થી શરૂ થતું હોય તેવા લોકો ખુલ્લા વિચારોના હોય છે.
- તેમને કોઈના દબાવમાં રહેવું ગમતું નથી.
- પોતાની વાતો, પોતાના સપના કંઈપણ કોઈની પણ સાથે શેર કરતા નથી.
- કોઈની રોક-ટોક તેમને ગમતી નથી.
- તેઓ માત્ર એ જ કામ કરે છે જે તેમને ગમે છે.
- જો તમે તેમની જોડે જબરજસ્તી કંઈક કરાવવાનો પ્રયત્ન કરશો, તેઓ એવું કંઈક કરશે જેને કારણે કામ અટકી પડશે.

- જો કે તેઓ સાફ મનના હોય છે, તેમના મનમાં મેલ હોતો નથી.
- તેઓ લોકોની લાગણીઓની કદર કરે છે, પણ પોતાની ભાવનાઓ વિશે તેમને કંઈ જ કહેવું ગમતુ નથી.
- તેમનું કૌટુંબિક અને લગ્નજીવન સુખમય રહે છે.
- પરિણામે તેમને કોઈ વસ્તુને લઈ ક્યારેય કોઈ મુશ્કેલી આવતી નથી.
- તેઓ કોઈ એક વાતથી બહુ જલ્દી ધરાઈ જાય છે અને નવુંને નવું શોધ્યા કરે છે.
- પ્રેમમાં એક જગ્યાએ ટકી ન રહેવાને લીધે તેઓ સેક્સમાં પણ ખાસ રુચી ધરાવતા નથી.

- તેઓ નામ, ઈજ્જત અને પૈસા બંને કમાય છે, જે મેળવવામાં તેમને ઘણો સમય લાગે છે.
- તેમની વસ્તુઓ ધીમી ગતિએ ચાલે છે પણ સ્થાયી રીતે તેમની પાસે રહે છે.
- તેઓ જીદ્દી અને આળસુ હોય છે, પણ સમય આવતા તેઓ પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવી જાણે છે.
- સામાજીક જીવનમાં તેમને વધુ રસ હોતો નથી, પરિણામે તે ટીકાનો ભોગ પણ બને છે.
- પોતાના દમ પર આગળ વધનારા આ લોકો પોતાના જીવનમાં ઘણા સમય બાદ ઉંચુ પદ મેળવે છે.
- તેઓ પોતાના નજીકના લોકોની જાન હોય છે.












Click it and Unblock the Notifications
