Z અક્ષર વાળા હોય છે "પ્રેમાળ અને સાદગીભર્યા"
જે કોઈ છોકરા કે છોકરીનું નામ અંગ્રેજી અક્ષર Z થી શરૂ થતું હોય તેવી વ્યકિત અત્યંત સરળ સ્વભાવની હોય છે. આ અંગે વધુ વાંચો અહીં.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે? તમારા નામના પ્રથમ મૂળાક્ષરની તમારા વ્યક્તિત્વ અને સ્વભાવ પર ઊંડી અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યું છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલિટી કેવી હોય છે. અગાઉ અમે તમને 'Y' અક્ષર વિશે જણાવ્યું હતું. આજે જાણો 'Z' અક્ષર વિશેની કેટલીક રસપ્રદ વાતો.

જો તમારા પણ કોઇ રિલેટિવ કે ફ્રેન્ડનું નામ 'Z'અક્ષરથી શરૂ થતું હોય તો તેમના સ્વભાવ અંગેની અવનવી વાતો જાણવી તમને જરૂરથી ગમશે. તો તેમને આ આર્ટીકલ જરૂરથી શેયર કરજો.
- જેમનુ નામ અંગ્રેજી અક્ષર 'Z' થી શરૂ થતું હોય તેવા લોકો અત્યંત સરળ સ્વભાવના હોય છે.
- બનાવટી જીવનથી ભાગનારા લોકોને દેખાડો કરવું જરાય પસંદ નથી.
- ગંભીર પ્રકૃતિ હોવા છતાં તેઓ સ્વભાવે સીધા-સાદા હોય છે.
- પોતાની વાતની સ્પષ્ટ રજૂઆત કરનારા આ લોકો ક્યારેય કોઈને દગો કરતા નથી.
- અત્યંત લાગણીશીલ હોવા છતાં તેઓ મોટામાં મોટી મુશ્કેલીને સરળતાથી સહી લે છે.
- સીધા-સાદા હોવા છતાં તેમને જલ્દી કોઈ ઠગી શકતુ નથી.
- તેઓ કોઈપણ કામ કરતા ક્યારેય અચકાતા નથી, જેને કારણે સફળતા તેમના કદમો ચૂમે છે.
- રોમેંટિક સ્વભાવના હોવાને કારણે તેઓ પ્રેમને પોતાના જીવનનો મહત્વનો હિસ્સો માને છે. જેને કારણે તેમને સેક્સમાં પણ ઘણો રસ હોય છે.
- આ નામના લોકો મોટે ભાગે શિક્ષણ ક્ષેત્રે વધુ જોવા મળે છે.
- તેઓ જ્યાં પણ રહે છે, તેમની છાપ તેમને લોકપ્રિય બનાવી દે છે.
- સાદગી પસંદ કરનારા આ લોકો સાથે હંમેશા મૈત્રી રાખવી કારણ કે, તેમની મૈત્રીથી હંમેશા લાભ જ થાય છે
Read also: તમારા નામના અક્ષર મુજબ તમારી પર્સનાલિટી કેવી છે જાણો આ લિંકમાં












Click it and Unblock the Notifications
