અપમાન થવા પર તમે ચૂપ રહો છો કે બદલો લો છો, રાશિ પ્રમાણે જાણો

જ્યારે કોઈ તમારા પર કટાક્ષ કરે કે તમને સંભળાવે ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપો છો ? કે પછી તમારી પોસ્ટ પર કોઈ શરમજનક કમેન્ટ કરે ત્યારે તમે શું કરશો?

જ્યારે કોઈ તમારા પર કટાક્ષ કરે કે તમને સંભળાવે ત્યારે તમે કેવી પ્રતિક્રિયા આપો છો ? કે પછી તમારી પોસ્ટ પર કોઈ શરમજનક કમેન્ટ કરે ત્યારે તમે શું કરશો? તમે તેનો જવાબ આપશો કે પછી તેની અવગણના કરશો? કે પછી તમે બદલો લેવાનું વિચારશો? આ લેખ દ્વારા જાણો કે તમામ 12 રાશિના લોકો પોતાના મિત્રો કે જાણીતા લોકો દ્વારા અપમાનિત થવા પર કેવું રિએક્ટ કરે છે?

આ પણ વાંચો: આ રાશિના લોકો પ્રપોઝ કરવામાં ખુબ જ પાછળ છે

મેષ

મેષ

તમારી હિંમત કેવી રીતે થાય આ રાશિના લોકોનું અપમાન કરવાની. મેષ રાશિના જાતકો ક્યારેય આરામથી નથી બેસી રહેતા અને તેઓ આને મજાકમાં પણ નહીં લે. તેઓ આ બાબતનો જડબાતોડ જવાબ આપશે, એવો જવાબ કે તમને પોતાની જાત પર પસ્તાવો થશે. આ રાશિના જાતકો અપમાનનો બદલો લેવા હંમેશા તૈયાર રહે છે.

વૃષભ

વૃષભ

આ રાશિનું પ્રતીક બળદ છે, જે સામાન્ય રીતે ઝડપથી પ્રતિક્રિયા નથી આપતું. વૃષભની જેમ જ આ રાશિના લોકો પણ શાંતિપ્રિય હોય છે, પરંતુ જ્યારે પરેશાની હદ બહાર વધી જાય ત્યારે તેઓ પોતાની રીતે જવાબ આપે છે. શરૂઆતમાં તેઓ પોતાને નુક્સાન ન થાય ત્યાં સુધી વાતને ઈગ્નોર કરે છે. પરંતુ તમને ધ્યાન પણ ન હોય ત્યારે તેઓ બદલો લે છે.

મિથુન

મિથુન

જ્યારે આ રાશિના જાતકોનું અપમાન થાય ત્યારે મોટે ભાગે તેઓ આ વાતની અવગણના કરે છે. તેઓ વિચારે છે કે જે વ્યક્તિ અપમાન કરે છે, તે પોતે જ પોતાનું અપમાન કરી રહ્યો છે. તેમને લાગે છે કે અવગણના કરવી એ જ સૌથી સારો જવાબ છે. આવા લોકોને કંઈક કહેવું એ પોતાના સમય અને ઉર્જાની બરબાદી સમાન છે.

કર્ક

કર્ક

જો તમે કર્ક રાશિના જાતકોનું અપમાન કર્યું છે તો તમે તેમને વિચારવા માટે એક મુદ્દો આપી દીધો છે. તેઓ તમે કહેલા શબ્દો વિશે વિચારતા રહેશે, તેઓ વિચાર કરશે કે આખરે તમે તેમને આવું કેમ કહ્યું. આ રાશિના જાતકો કંઈક વધુ જ વિચારે છે. બાદમાં તેઓ બદલો લેવાનું નક્કી કરશે અને તમે જ્યાં દેખાશો ત્યાં તમારું અપમાન કરશે.

સિંહ

સિંહ

સિંહ રાશિના જાતકો આવી વાતને મજાકમાં કાઢી નાખે છે. તમે તેમને જેટલા ઉશ્કેરશો તેઓ એટલી જ તમારી મજાક બનાવશે અને તમારી વાત ઉલ્ટી પડશે. અને તેઓ અહીં જ નહીં અટકે, તેમને જ્યારે તક મળશે ત્યારે તેઓ તમારું અપમાન કરશે. એટલે તેમનાથી દૂર જ રહેવું સારુ છે.

કન્યા

કન્યા

કર્ક રાશિની જેમ કન્યા રાશિના લોકો પણ આવી વાતોને પર્સનલી લે છે, પરંતુ તેઓ આ વાત પાછળ વધુ સમય બરબાદ નથી કરતા. તેઓ એ વિચારે છે કે આખરે ભૂલ કોની છે. બાદમાં જો કશું ખોટું થાય તો તેઓ તમને એવો જવાબ આપશે કે તમારા ઘા પર મીઠું ભભરાવવા જેવું થશે.

તુલા

તુલા

તુલા રાશિના જાતકો પોતાના અપમાનનો જવાબ તાત્કાલિક નથી આપી શક્તા. તેઓ વિચારે છે કે ત્યારે કોની ભૂલ હતી કે તેમને આવું જોવું પડ્યું. જો તેઓ પોતાની ભૂલ ન શોધી શકે તો તેઓ તાત્કાલિક જવાબ ન આપી શકવાને કારણે પસ્તાય છે. તેઓ બદલો લેવા માટે યોગ્ય તકની રાહ જુએ છે, અને જો કોઈ તક ન મળે તો તે ઘટનાને ભૂલી જાય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

આ રાશિના જાતકો સેન્સિટિવ દેખાતા નથી પરંતુ તેઓ આવી વાતોને દિલ પર લઈ લે છે. તેઓ ગુનેગારને સજા આપ્યા વગર નથી છોડતા. પોતાની સમજદારી અને તેજ દિમાગથી તેમને પાઠ ભણાવે છે કે ભાઈ મારી સામે પડીને તે મોટી ભૂલ કરી છે.

ધન

ધન

ધન રાશિના લોકો ચર્ચા, તકરાર, ગેરસમજણ સાથે ડીલ કરવામાં વધુ સક્ષમ નથી હોતા. એટલે તેમનું અપમાન થાય તો તેમાં પણ સકારાત્મક ચીજ શોધવાની કોશિશ કરે છે.

મકર

મકર

જે વાતથી ફાયદો નથી થવાનો, તેને જવાબ આપવાનો સમય જ કોની પાસે છે ? મકર રાશિના લોકો આ મંત્ર પર જીવે છે. તેઓ આવી વાતો પર વિચારવાના બદલે કશુંક પ્રોડક્ટિવ કરવા પર ધ્યાન આપે છે. તેઓ આ બાબતો પર વિચાર કરવાને પણ સમયની બરબાદી સમજે છે.

કુંભ

કુંભ

આ રાશિના લોકો પોતાના અપમાનને ઈગ્નોર નથી કરી શક્તા. તેઓ પોતાનું અપમાન કરનાર વ્યક્તિને ગુડબુકમાંથી કાઢી નાખે છે. અને તેમની સાથે કોઈ સંબંધ નથી રાખતા.

મીન

મીન

મીન રાશિના લોકો સામાન્ય રીતે અપમાનને વ્યક્તિગત રીતે લઈ લે છે. તેઓ અપમાનને ઈગ્નોર કરવાની કોશિશ કરે છે પરંતુ સફળ નથી થઈ શક્તા. તેઓ પોતાની ભાવનાઓને છુપાવે છે જેની સામેવાળાને ખબર નથી પડતી કે તેમણે અપમાન પર શું રિએક્ટ કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X