For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોર્ટ્સ કાર લવર્સને પરવળે તેવી 10 એસયુવી

|
Google Oneindia Gujarati News

એસયુવી ભારતીયોની ફેવરીટ બોડી સ્ટાઇલ છે. આજના સમયમાં અન્ય કાર્સની સરખામણીએ ભારતમાં એસયુવીની લોકપ્રિયતા બમણી થવા લાગી છે, એ જ કારણ હોઇ શકે છે કે દેશમાં રજૂ કરતી મોટાભાગની લક્ઝરી કાર્સ નિર્માતા કંપનીઓ પણ માર્કેટ પર પોતાની પકડ મજબૂત કરવામાં માટે એકથી એક ચઢિયાતી એસયુવી કાર્સ રજૂ કરી રહી છે.

જો કે, કેટલીક કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવી રહેલી એસયુવી આપણા મનમાં વસી તો ગઇ હોય છે, પરંતુ તેને ખરીદવા માટે આપણું ખીસ્સુ ટૂંકુ પડી જતું હોય છે, ત્યારે આ વખતે અમે એવી જ કેટલીક એસયુવી અંગે માહિતી આપી રહ્યાં છીએ કે જે તેમારા બજેટ અનુસાર હશે. તો ચાલો તસવીરો થકી જાણીએ 10 એફોર્ડેબલ એસયુવી.

પ્રીમિયર રિયો

પ્રીમિયર રિયો

પ્રીમિયર રિયો એક શ્રેષ્ઠ કાર નથી પરંતુ તે ભારતની સૌથી એફોર્ડેબલ એસયુવી છે. આ એસયુવીમાં ફિઆટના મલ્ટીજેટ ડિઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં આ કારની કિંમત 6 લાખ રૂપિયાની આસપાસ છે.

ટાટા સફારી

ટાટા સફારી

ટાટાની સફારી ભારતની સૌથી જૂની એસયુવી છે એટલું જ નહીં પરંતુ આ એસયુવી ભારતમાં સૌથી લોકપ્રિય પણ છે. સફારી ચાર વેરિએન્ટ્સમાં છે, જેની કિંમત 10.5 લાખથી 16.13 લાખ રૂપિયાની વચ્ચે છે.

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડની ઇકોસ્પોર્ટની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. જો કે હવે તે માર્કેટમાં આવી ગઇ છે. ફોર્ડે માર્કેટમાં પોતાની આ એસયુવીની કિંમત તમામ લોકોને પરવળે એ પ્રકારની રાખી છે. આ કારમની કિંમત 6.68થી 10.89 લાખ રૂપિયા છે.

ફોર્સ ગુરખા

ફોર્સ ગુરખા

જે પ્રકારની ગુણવત્તા અને પ્રતિભા એસયુવી કારમાં હોવી જોઇએ એ બધુ જ ફોર્સની આ એસયુવીમાં આપવામાં આવ્યું છે. આ એસયુવી ત્રણ વેરિએન્ટ્સમાં છે, જેની કિંમત 7.44 લાખથી 10.12 લાખની વચ્ચે છે.

મહિન્દ્રા ક્યુએન્ટો

મહિન્દ્રા ક્યુએન્ટો

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની આ નાની એસયુવી છે. જે ચાર વેરિએન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે. આ કારની કિંમત 7.45 લાખથી 9.25 લાખની વચ્ચે છે.

મહિન્દ્રા સ્કોર્પિયો

મહિન્દ્રા સ્કોર્પિયો

ભારતીય એસયુવી બજારમાં તહેલકો મચાવી દેનાર મહિન્દ્રાની આ એસયુવીએ અનેક વર્ષો સુધી વેચાણમાં પણ બધાનું માર્કેટ તોડી નાંખ્યું હતું. આ એસયુવી અનેક વેરિએન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે. તેની કિંમત 8.90થી 14.96 લાખ રૂપિયા સુધી છે.

ડસ્ટર

ડસ્ટર

ડસ્ટર રેનો દ્વારા બહાર પાડવામાં આવેલી કંપનીની સૌથી સક્સેફૂલ કાર છે. આ કાર નવ વેરિએન્ટ્સમાં માર્કેટમાં રજૂ કરવામાં આવી છે. જેની કિંમત 9.05 લાખથી 14.15 લાખની વચ્ચે છે.

ફોર્સ વન

ફોર્સ વન

ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવેલી ફોર્સ વનમાં અનેક પ્રકારના ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારની કિંમત 10.88 લાખથી 14.69 લાખની વચ્ચે છે.

મહિન્દ્રા એક્સયુવી

મહિન્દ્રા એક્સયુવી

મહિન્દ્રાની આ કાર ઘણી જ લોકપ્રિય છે. આ એક્સયુવીમાં અનેકપ્રકારના આધુનિક અને લક્ઝરીયસ ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારની કિંમત 14.40 લાખીથી 17.98 લાખની વચ્ચે છે.

સ્કોડા યેતી

સ્કોડા યેતી

સ્કોડા યેતી એસયુવી કારમાં સૌથી નાની કાર છે, જો કે આ એસયુવી માત્ર દેખાવે નાની છે પરંતુ પરફોર્મન્સની દ્રષ્ટીએ આ કાર અનેક મહાબલી એસયુવીને ટક્કર આપી શકે છે. યેતીની ભારતમાં કિંમત 17.63થી 21.93 લાખ રૂપિયા સુધી છે.

English summary
here is the ten most affordable SUVs in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X