• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વની સૌથી મોટી ક્રૂઝ, દરિયા વચ્ચે કરાવશે અદ્ભૂત અનુભવ

|

તમે મધ દરિયે હોવ અને તમારી આસપાસ પડોશીઓ હોય, 25 જેટલા ડાઇનિંગ ઓપ્શન હોય અને જ્યારે પણ તમને જરૂર રહે ત્યારે તમારી સામે 2384 લોકો ઉપસ્થિત થઇ જાય તો? તમે કદાચ કહેતા હશો કે દરિયામાં આવું ક્યાંથી મળે? પરંતુ જે બાબતો તમે ધરતી પર અનુભવી શકો છો અથવા માણી શકો છો એ બાબતોનો અનુભવ તમને દરિયામાં મુસાફરી દરમિયાન કરવાનું કાર્ય વિશ્વના સૌથી મોટી ક્રૂઝ શિપ એલ્યુર ઓફ ધ સીએ કર્યું છે.

વિશ્વના બીજા સૌથી લાંબા શિપ ધ ઓસિસ ઓફ ધ સી કરતા આ શિપની લંબાઇ પાંચ સેન્ટિમીટર લાંબી છે. તદ્દન નજીક હોવા છતાંય ધ એલ્યુર ઓફ ધ સીની પોતાની આગવી લાક્ષણકિતા છે. દરિયાની વચ્ચે તમને આ ક્રૂઝ તમને તમારી આસપાસ રહેલા કેટલાક એક્સક્લુસિવ અને ચમત્કારી અનુભવો કરાવી શકે છે. તો ચાલો તસવીરો થકી આ ક્રૂઝ સાથે જોડાયેલી કેટલીક બાબતો અંગે જાણીએ.

એલ્યુર ઓફ ધ સી

એલ્યુર ઓફ ધ સી

એલ્યુર ઓફ ધ સી અંગેની માહિતી જાણવા માટે આગામી તસવીરો પર ક્લિક કરો.

શિપની બનાવટ અને ક્ષમતા

શિપની બનાવટ અને ક્ષમતા

આ શિપનું વજન 225,282 ટન છે, તેની મુસાફરોનું વહન કરવાની ક્ષમતા 6,360 લોકોની છે, જે તેની ખાસ વાત છે. આ શિપના ઇન્ટેરિયર્સને ગુણવત્તાયુક્ત લાકડામાંથી બનાવવા આવ્યું છે. આ શિપમાં આપવામાં આવેલું સ્ટારબક્સ ફીચર પહેલી વાર દરિયામાં જોવા મળશે. આ માત્ર એક સૌથી મોટી શિપ જ નથી પરંતુ ટ્રાવેલ વિકલી દ્વારા આ શિપને બેસ્ટ ઓવરઓલ ઇન્ડિવિડ્યુઅલ ક્રૂઝ શિપના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યું છે.

મુસાફરો માટે અનેક એક્ટિવિટી

મુસાફરો માટે અનેક એક્ટિવિટી

એકવાર તમે આ શિપમાં મુસાફર તરીકે દાખલ થઇ જાઓ પછી તમને અહીં અનેક કરવા યોગ્ય એક્ટિવિટી મળી જશે. આ શિપમાં સ્કેટિંગ રિંક, નાઇટ ક્લબ, ડાન્સ ક્લાસિઝ, વાઇન ટેસ્ટિંગ સહિતની ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે. 2000 વૉટર નોઝલ્સ સાથે અહીં એક્વા થીએટરની હાઇલાઇટ પણ જોવા મળી શકે છે. હાડ્રોલિકલી ઓપરેટેડ લાડેન પૂલ અને અલગ કરી શકાય તેવી દોરડાની નિસરણી પણ છે.

ક્લાઇમિંગ કરવાની પણ સુવિધા

ક્લાઇમિંગ કરવાની પણ સુવિધા

ઉક્ત એક્ટવિટી ઉપરાંત તમે અન્ય કેટલીક સાહસિક ગેમ્સનો આનંદ પણ ઉઠાવી શકો છો, જેમકે ક્લાઇમિંગ. દરિયાની વચ્ચે શિપમાં આ પ્રકારની ગેમમાં ભાગ લેવો પોતાનામાં એક ખાસ આનંદ સ્વરૂપ છે.

સેન્ટ્રલ પાર્ક

સેન્ટ્રલ પાર્ક

અન્ય એક રસપ્રદ વાત જો આ શિપની હોય તો એ છે તેમાં બનાવવામાં આવેલો સેન્ટ્રલ પાર્ક. આ પાર્કમાં 12 હજાર પ્લાન્ટ, 60 વૃક્ષો અને રેસ્ટોરાં તથા દુકાનો આવેલી છે.

દરિયાની વચ્ચે શાનદાર મનોરંજન

દરિયાની વચ્ચે શાનદાર મનોરંજન

ધ એલ્યુર ઓફ ધ સીમાં આપવામાં આવેલા કેટલાક ફીચર્સમાં મનોરંજનના સાધનો પણ છે. જેથી વ્યક્તિ પોતાની પસંદગી અનુસાર ભોજન લઇ શકે છે, ડ્રીંક કરી શકે છે, રિલેક્સ થઇ શકે છે અને સ્વિમ તથા ક્લાઇમ્બ કરી શકે છે.

English summary
Seven distinct neighbourhoods, 25 dining options and 2,384 people to look after your needs. All this in the middle of the ocean. This is possible on board the world's largest cruise ship - Allure Of The Seas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more