For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચોંકાવી દે તેવો પગાર છે ઓટો વિશ્વના દિગ્ગજોનો

|
Google Oneindia Gujarati News

વિશ્વના ઉદ્ધોગ જગતમાં ઓટો ઇન્ડસ્ટ્રીનું પોતાનું એક ખાસ સ્થાન છે. વિશ્વમાં એકથી એક શાનદાર કાર્સ અને શાહી સવારીઓની મજા આપવાની સાથે આ ઇન્ડસ્ટ્રી નવી ઉંચાઇએ પહોંચી રહી છે, પરંતુ શું તમે એ વાત પર ધ્યાન આપ્યું છે કે વિશ્વના રસ્તાઓ પર એકથી એક શાનદાર કાર્સ ઉતારનારી આ કંપનીઓના પ્રમુખ એટલે કે સીઇઓનો પગાર કેટલો હશે.

વિશ્વને શ્રેષ્ઠ અને શાનદાર કાર્સની સવારી કરાવવી, બજારના ઉતાર-ચઢાવ અનુસાર કારની કિંમત અને કંપનીની આર્થિક સ્થિતિ પર લગામ કેવી રીતે રાખવો. દેશ-વિદેશની નીતિ પારખી અને વ્યવહારિક સંબંધ બનાવી રાખવા. નબળા સમયમાં કંપનીના કર્માચારીઓનો જૂસ્સો વધારી રાખવો, તેમને એક શાનદાર ભિવષ્ય આપવાની સાથે દમદાર નેતૃત્વ કરવું. આ બધું કોઇ સામાન્ય વાત નથી, દરેક સફળ કંપનીને એક એવા વ્યક્તિની જરૂર હોય છે, જેમાં આ તમામ ખુબીઓ હોય અને એ વ્યક્તને સીઇઓ કહેવામાં આવે છે.

વિશ્વભરમાં એવી ઘણી વાહન નિર્માતા કંપનીઓ છે, જે અનેક શાનદાર અને લક્ઝરી કાર્સને રજૂ કરે છે, જો આપણે માત્ર આ કાર્સની કિંમત પર નજર ફેરવીએ તો એક સામાન્ય વ્યક્તિના પગારથી ઘણી વધી જાય છે. તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો કે આ કારને બજારમાં ઉતારનારી કંપનીના સીઇઓનો પગાર કેટલો હશે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે જાણીએ, ઓટો વિશ્વના આ દિગ્ગજો અંગે અને તેમના પગાર અંગે.

ટોયોટાના અકિયો ટોયોડા

ટોયોટાના અકિયો ટોયોડા

તમે કદાચ ટોયોડાથી ભ્રમિત થઇ ગયા હશો. તો તમને જણાવી દઇએ કે આ છે જાપાનીઝ વાહન નિર્માતા કંપની ટોયોટાના સીઇઓ અકિયો ટોયોડા. તેમના જ પરિવારે આ કંપનીની રચના કરી હતી, પરંતુ અમેરિકામાં પ્રવેશ કરતાની સાથે આ કંપનીના નામમાં પરિવર્તન થઇ ગયું અને ટોયોડાના સ્થાને ટોયોટા બની ગઇ. અકિયો ટોયોડાનો મહિનાનો પગાર 1.9 મિલીયન અમેરિકન ડોલર છે.

ડૈમલર ગ્રૂપના સીઇઓ દિએટર જેટ્સચે

ડૈમલર ગ્રૂપના સીઇઓ દિએટર જેટ્સચે

આ છે, ડૈમલર ગ્રૂપના સીઇઓ દિએટર જેટ્સચે. તેમનો માસિક પગાર 8.15 મિલિયન યૂરઓ એટલે કે અંદાજે 10.5 મિલીયન અમેરિકન ડોલર છે.

 માર્ટિન વિન્ટેરકોન-ફોક્સવેગન

માર્ટિન વિન્ટેરકોન-ફોક્સવેગન

આ જર્મનીની પ્રમુખ વાહન નિર્માતા કંપની ફોક્સવેગન ગ્રૂપના સીઇઓ માર્ટિન વિન્ટરકોન છે. તેમનો મહિનાનો પગાર 14.5 મિલીયન યૂરો એટલે કે અંદાજે 19 મિલીયન અમેરિકન ડોલર છે.

એલેન મુલૈલી-ફોર્ડ

એલેન મુલૈલી-ફોર્ડ

અમેરિકાની પ્રમુખ વાહન નિર્માતા કંપની ફોર્ડના સીઇઓનો પગાર બધાથી વધારે છે. બુલમર્ગ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર મુલૈલીનો મહિનાનો પગાર 21 મિલીયન અમેરિકન ડોલર છે.

કાર્લોસ ઘોસ- નિસાન મોટર કંપની

કાર્લોસ ઘોસ- નિસાન મોટર કંપની

જાપાની કાર નિર્માતા કંપની નિસાનના સીઇઓ કાર્લોસ ઘોસનો મહિનાનો પગાર 10 મિલીયન અમેરિકન ડોલર છે.

 ડૈન એકર્સન- જનરલ મોટર્સ

ડૈન એકર્સન- જનરલ મોટર્સ

અમેરિકાની પ્રમુખ વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સના સીઇઓ ડૈન એકર્સનના એક મહિનાનો પગાર 11 મિલીયન અમેરિકન ડોલર છે.

 ટોયાટાની સીઇઓનો પગાર

ટોયાટાની સીઇઓનો પગાર

તમને જણાવી દઇઓ કે ટોયોટા હાલના સમયે વિશ્વની સૌથી મોટી વાહન નિર્માતા કંપની છે અને તેના સીઇઓ અકિયો ટોયોડાનો પગાર અન્ય કંપનીઓના સીઇઓની સરખામણીએ ઘણો ઓછો છે.

English summary
Ever wondered about the Toyota CEOs salary? We take a look at best paid President & CEO from auto industry. Step right in.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X