ભારતમાં આ કાર્સની છે શાનદાર રિસેલ વેલ્યુ

જ્યારે પણ તમે કોઇ કાર અથવા તો બાઇક ખરીદતા હશો, ત્યારે તમારા મનમાં એક પ્રશ્ન જરૂરથી ઉઠતો હશે કે, જ્યારે આપણે આ કાર અથવા તો બાઇકને વેંચીશું ત્યારે માર્કેટમાં તેની સારી કિંમત મળશે કે કેમ? જો કે, માર્કેટમાં લોન્ચ થયેલી દરેક બાઇક કે પછી કાર એવી નથી હોતી કે, જે રિસેલ વેલ્યુના મામલે સારી હોય, પરંતુ કેટલીક કાર એવી પણ હોય છે કે, તેની રિસેલ વેલ્યુ પણ તેની લોકપ્રિયતા પ્રમાણે યથાવત હોય.

આ વખતે અમે તમારી સમક્ષ ભારતીય ઓટોમોબાઇલ બજારમાં લોન્ચ થયેલી કેટલીક એવી કાર અંગે જણાવી રહ્યા છીએ કે, જે નવી લોન્ચ થઇ ત્યારે જેટલી ધુમ મચાવતી હતી, તેટલી જ તેની રિસેલ વેલ્યુ પણ વધારે છે અને તેની પાછળનું કારણ આ કારે મોટાભાગના ભારતીય કાર ચાહકોનું દિલ જીતી લીધું છે, તો ચાલો તસવીરો થકી કેટલીક એવી કાર્સ અંગે માહિતી મેળવીએ કે જેની ભારતીય ઓટોમોબાઇલ બજારમાં રિસેલ વેલ્યુ અને કાર્સની સરખામણીએ શાનદાર છે.

મારુતિ સિફ્ટ

મારુતિ સિફ્ટ

મારુતિ સુઝુકી દ્વારા બહાર પાડવામાં આવતી આ કારે ઘણી જ લોકપ્રિયતા હાંસલ કરી છે અને આ કારને સેકન્ડમાં ખરીદવામાં પણ અનેક કાર ચાહકો રસ દાખવે છે, જે હિસાબે રિસેલ વેલ્યુની બાબતમાં મારુતિની આ કાર સૌથી ટોપ પર આવે છે.

 હુંડાઇ સેન્ટ્રો

હુંડાઇ સેન્ટ્રો

જે રીતે મારુતિની સિફ્ટે લોકોનું દિલ જીત્યું છે, તેવી જ રીતે હુન્ડાઇ દ્વારા બહાર પાડવામાં આવેલી સેન્ટ્રો પણ ઘણી જ લોકપ્રિય કાર છે, આ કારની લોકપ્રિયતા આજે પણ એટલી જ છે, જેટલી આ કાને જે તે સમયે લોન્ચ કરવામાં આવી હતી, તે સમયે હતી. આ કારે લોકોનો વિશ્વાસ જીત્યો છે અને તેથી જ તેની રિસેલ વેલ્યુ પણ શાનદાર છે.

મારુતિ વેગન આર

મારુતિ વેગન આર

મારુતિ સુઝુકીની એક ખાસિયત રહી છે અને એ એ છે કે તેણે ભારતીયોનો વિશ્વાસ જીત્યો છે, તેથી જ મારુતિ સુઝુકી દ્વારા બહાર પાડવામાં આવેલી મોટાભાગની કારની રિસેલ વેલ્યુ અન્ય કાર કરતા વધારે હોય છે. પહેલા આપણે સિફ્ટ અંગે વાંચ્યુ હવે આ યાદીમાં મારુતિ વેગન આર પણ છે, જેની રિસેલ વેલ્યુ માર્કેટમાં સારી છે.

હોંડા અમેઝ

હોંડા અમેઝ

હોંડા દ્વારા બહાર પાડવામાં આવેલી હોંડા અમેઝ પણ એક શાનદાર કાર છે અને મોટાભાગના ડીલર્સનું કહેવું છે કે જેટલું બુકિંગ આ હોંડાની આ નવી કારનું થાય છે તેની આસપાસનું જ બુકિંગ તેની સેકન્ડ હેંડ કારનું પણ થાય છે. આ જોતા એ વાતમાં જરા પણ શંકા નથી કે આ કારની રિસેલ વેલ્યુ માર્કેટમાં સારી હશે.

ટોયોટા ઇટિઓસ

ટોયોટા ઇટિઓસ

મારુતિની જેમ ટોયોટાની કાર પણ રિસેલ વેલ્યુના મામલે સારી છે. ટોયોટા દ્વારા બહાર પાડવામાં આવેલી ઇટિઓસની પણ રિસેલ વેલ્યુ સારી છે.

હોંડા સિટી

હોંડા સિટી

હોંડા દ્વારા બહાર પાડવામાં આવેલી સિટી એવરગ્રીન કાર છે અને તેથી જ તેની રિસેલ વેલ્યુ પણ શાનદાર છે.

ટોયોટા ઇનોવા

ટોયોટા ઇનોવા

આગળ વાંચ્યુ તેમ ટોયોટાની આ બીજી કાર છે કે જેણે રિસેલ માર્કેટમાં પણ પોતાની પકડ જમાવી છે, રિસેલ વેલ્યુની દ્રષ્ટિ ટોયોટા ઇનોવાની પણ રિસેલ વેલ્યુ સારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X