Car Price Hike : કાર ખરીદવી હોય તો આજે જ ખરીદી લો! 1 એપ્રિલમાં ઘણી ઓટોમોબાઇલ કંપની કારના ભાવ વધારશે
Car Price Hike : દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.
કંપની દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, નવા રેગ્યુલેટરી નિયમો લાગુ કરવાના પગલે કંપનીની પડતર કિંતમમાં વધારો થયો છે. જે કારણે કારના ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કંપનીએ હજૂ સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી કે, ભાવ વધારો કઈ તારીખથી થશે અને કેટલો થશે. આ વર્ષે મારુતિ સુઝુકી તરફથી આ બીજો ભાવ વધારો હશે. આ પહેલા મારુતિએ જાન્યુઆરીમાં પણ કારની કિંમતોમાં વધારો કર્યો હતો.

કયા મોડલની કાર મોંઘી થશે?
મારુતિ સુઝુકીએ જણાવ્યું છે કે, કારની કિંમત પર વધી રહેલા દબાણ છતાં અમારો પ્રયાસ રહ્યો છે કે, તેનો બોજ ગ્રાહકો પર ન પડે, જોમૂકવામાં આવે, તો તે ઓછામાં ઓછો હોવો જોઈએ, પરંતુ હવે ખર્ચનું દબાણ વધારે છે, તેથી કારની કિંમતો વધારવી અનિવાર્ય બની ગઈ છે.આવા સમયે આ વધારા હેઠળ, કઈ કારની કિંમત વધશે, કંપનીનું કહેવું છે કે, આ કારના મોડલ પર નિર્ભર રહેશે.

ટાટા મોટર્સ સહિતની કંપનીઓની કાર મોંઘી થશે
હોન્ડા કાર્સ, ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ સહિત ઘણી કાર નિર્માતા કંપનીઓએ એપ્રિલથી કિંમતો વધારવાની જાહેરાત કરી દીધી છે. 1એપ્રિલથી ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોની કિંમતમાં 5 ટકાનો વધારો થશે.
ટાટા મોટર્સે 1લી એપ્રિલથી કોમર્શિયલ વાહનોના ભાવમાં 5ટકા વધારો કરવાની જાહેરાત કરી હતી.આવા સમયે Hero MotoCorp એ 1 એપ્રિલ, 2023થી તેના કેટલાક પસંદ કરેલા મોડલ્સનીકિંમતો વધારવાનો પણ નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે, કિંમતોમાં 2 ટકા સુધીનો વધારો થશે.

1 એપ્રિલથી BS-6ના બીજા તબક્કાના નિયમો લાગુ થશે
1 એપ્રિલથી BS-6ના બીજા તબક્કાના નિયમો અમલમાં આવશે. કાર નિર્માતાઓ તેમની નવી કાર BS-6 એમિશન નોર્મ્સ ના બીજાતબક્કા અનુસાર બનાવી રહ્યા છે. નવા નિયમો હેઠળ, કંપનીઓએ BS-6 ઉત્સર્જનની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ વાહનોનેબળતણ કાર્યક્ષમ બનાવશે અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરશે.

આ કારણે ઓટોમોબાઈલ કંપનીઓ વાહનોના ભાવ વધારશે
તેમાં ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક નિયમો પણ ઉમેરવામાં આવ્યા છે. આના દ્વારા 1 એપ્રિલથી કારમાં OBD-2 ઉપકરણો ફીટ કરવા જરૂરીબનશે, જેથી વાહનના ઉત્સર્જન સ્તર પર નજર રાખી શકાય.
અત્યાર સુધી આ પ્રકારની તપાસ લેબોરેટરીમાં થતી હતી. હવે આ ઉપકરણનેકારમાં લગાવવાની કિંમત 10 હજારથી 30 હજાર રૂપિયાની વચ્ચે છે. જેના કારણે કાર મોંઘી થશે.












Click it and Unblock the Notifications
