જાણો, વૈભવી કાર બનાવતી BMWએ શા માટે રાખ્યો આ લોગો
વ્યક્તિનું દિમાગ ક્લાપ્નિક ઉપન્યાસના એ રસપ્રદ પૃષ્ઠોનોની જેમ હોય છે કે, જ્યાં દરેક પળે એક રહષ્ય છૂપાયેલા હોય છે. આપણી આપ-પાસ ઘણી બધી એવી ઝીણી-ઝીણી વાતો હોય છે, જેની પાછળ કેટલાક ઉંડા રહસ્યો છૂપાયેલા હોય છે, પરંતુ ક્યારેક-ક્યારેક જ આપણે તેના પર ધ્યાન આપે છે. આવી જ કેટલીક રસપ્રદ અને શાનદાર વાતો આજે અમે બીએમડબલ્યુ અંગે જણાવવા જઇ રહ્યાં છીએ.
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી અને લક્ઝરી કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની બીએમડબલ્યુથી તો બધા પરીચિત જ હશે, સાથે જ કંપનીનો લોગો એટલે કે સિમ્બોલથી પણ માહિતગાર હશે. જી હાં, કોઇ વાહન નિર્માતા કંપનીનો લોગો જ ભવિષ્યમાં તેની ઓળખ બની જાય છે. રસ્તાં પર દોડતી કાર પર પડે, ત્યારે ભલે તેમને કારના મોડલની જાણ ના હોય પરંતુ તેના લોગોને જોઇને તમે તુરત કારને ઓળખી જશો.
આ પાવર હોય છે, લોગોમાં, લોગોની ડિઝાઇન, રંગ અને તેનો આકાર આપણા મસ્તિષ્કમાં એ રીતે સમાઇ જાય છે કે તેને મળતી આવતી આકૃતિને પણ આપણે સહેલાયથી ઓળખી લઇએ છીએ. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે જર્મન કાર નિર્માતા કંપની બીએમડબલ્યુના લોગો સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો, જે ભાગ્યેજ તમે જાણતા હશો.

બીએમડબલ્યુના એરક્રાફ્ટની તસવીર
અહી તમે જે તસવીર જોઇ રહ્યાં છો, તે 1929ના બીએમડબલ્યુના એરક્રાફ્ટની છે, આ તસવીરને એ સમયે એરક્રાફ્ટ મેગેઝીન પર દર્શાવવામાં આવી હતી. જેના પર પહેલીવાર બીએમડબ્યુ લખવામાં આવ્યું હતું. આ તસવીરમાં તમે સ્પષ્ટપણે જોઇ શકો છો કે બ્લેડ બે અલગ રંગોમાં વિભાજીત છે, જેમાં આકાશી રંગ અને હળવા સફેદ રંગ સાથે બ્લેડ ફરી રહી છે.

ફરતી બ્લેડને જોઇને બનાવાયો લોગો
આ બીએમડબલ્યુનો પહેલો લોગો હતો, જેમાં તમે સફેદ અને ભુરો રંગ જોઇ રહ્યાં છો, તેની પાછળ બે કારણ છે. પહેલું કારણ, આ લોગોને એરક્રાફ્ટમાં ફરતી બ્લેડને જોઇને તૈયાર કરવામાં આવ્યો છે, ઉપરાંત ભુરો અને સફેદ રંગ બાવરિયાનો રાષ્ટ્રીય રંગ છે. તમે વિચારી રહ્યાં હશો કે બાવરિયા શું છે, બાવરિયા એ સ્થળ છે, જ્યાંથી બીએમડબલ્યુની શરૂઆત થઇ છે. અથવા તો એવું કહી શકો છો કે બાવરિયા બીએમડબલ્યુનું ઘર છે.

રોયલ ફેમેલીના ધ્વજથી પ્રેરિત
જેમ કે અમે તમને આ પહેલાની સ્લાઇડમાં બાવરિયા અંગે જણાવ્યું. લોગોની સાથે તમે અહી એક ધ્વજ પણ જોઇ શકો છો. આ બાવરિયાના રોયલ ફેમેલીનો ધ્વજ છે, તેનાથી પ્રેરિત થઇને બીએમડબલ્યુના લોગો માટે ભુરો અને સફેદ રંગ પસંદ કરવામાં આવ્યો. બાવરિયા જર્મનીનું એક રાજ્ય છે જે દક્ષિણ પૂર્વ જર્મનીમાં સ્થિત છે.

રૈપ મોટર જર્મનીની એરક્રાફ્ટ એન્જીન નિર્માતા કંપની
આ તસવીર જે તમે જોઇ રહ્યાં છો તે રૈપ મોટર કંપનીનો લોગો છે. રૈપ મોટર જર્મનીની પ્રથમ એરક્રાફ્ટ એન્જીન નિર્માતા કંપની છે. આ કંપનીની સ્થાપના વર્ષ 1913માં કરવામાં આવી હતી. જે આગળ જતા વર્ષ 1917માં બીએમડબલ્યુ થઇ ગઇ. તો નેક્સ્ટ બટન પર ક્લિક કરીને કેવી રીતે રૈપ મોટરે બીએમડબલ્યુનો લોગોના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી તે જાણીએ.

બીએમડબલ્યુના લોગો પર રૈપના લોગોની અસર
તમને આ બન્ને લોગોમાં અમુક સમાનતા જોવા મળતી હશે, જો ના મળી હોય તો તમને જણાવી દઇએ. બીએમડબલ્યુના લોગો સાથે રૈપ મોટરના લોગોને જોઇએ, આ દરમિયાન તમને એક સમાનતા જોવા મળશે. જે રૈપ(RAPP) અને બીએમડબલ્યુ(BMW) એક જ સરખી રીતે લખવામાં આવ્યું છે. તેની પાછળનું કારણ છે કે જ્યારે રૈપ મોટર વર્ષ 1917માં બીએમડબલ્યુ બની ગઇ તો નવા લોગો પર એ જ રીતે બીએમડબલ્યુ લખવામાં આવ્યું જે રીતે રૈપ લખવામાં આવ્યું હતું.

બીએમડબલ્યુના અત્યારસુધીના લોગો
આ તસવીરોમાં બીએમડબલ્યુના પહેલા લોગોથી એટલે કે 1917થી લઇને અત્યારસુધીની તસવીરો રજૂ કરવામાં આવી છે. એક અન્ય રસપ્રદ વાત એ છે જે કદાચ જ તમે જાણતા હશો, બીએમડબલ્યુનું સંપૂર્ણ નામ બાવરિયન મોટર વર્ક્સ છે (BMW) Bavarian Motor Works.

બીએમડબલ્યુના લોગો
કોઇ વાહન નિર્માતા કંપનીનો લોગો જ ભવિષ્યમાં તેની ઓળખ બની જાય છે. રસ્તાં પર દોડતી કાર પર પડે, ત્યારે ભલે તેમને કારના મોડલની જાણ ના હોય પરંતુ તેના લોગોને જોઇને તમે તુરત કારને ઓળખી જશો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
