For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુગલ બનાવી રહી છે બ્રેક અને સ્ટીરિંગ વગરની કાર

|
Google Oneindia Gujarati News

ગુગલ એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જે આવનારા દિવસોમાં કારની વિચારધારા બદલી નાખશે, જી હાં, અમે વાત કરી રહ્યાં છીએ ગુગલ કાર અંગે જેમા ના તો બ્રેક હશે અને ના તો સ્ટીરિંગ, પરંતુ તેમ છતાં તે તમને તમારા સ્થળે સુરક્ષા સાથે પહોંચાડી દેશે.

જો ટાઇટન ટેક્નોલોજીના કો ફાઉન્ડરની વાત માનીએ તો ગુગલ આ પ્રકારની કુલ 100 જેટલી કાર્સ બનાવવામાં લાગેલી છે, જેમાં કોઇ પણ પ્રકારના સ્ટીરિંગ વ્હીલની જરૂર નહીં પડે.

કાર ચલાવવા માટે તેમાં માત્ર ઓન અને સ્ટોપ બટન જ આપવામાં આવશે. ગુગલે પોતાના બ્લોગમાં લખ્યું છેકે તેને તેઓ ઓટોમોબાઇલ વિશ્વમાં નહીં ઉતારે પરંતુ તેની ટેક્નિક માટે બીજી ઓટોમોબાઇલ કંપનીઓ સાથે ભાગીદારી કરી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ગુગલની આ કાર અંગે.

2 લોકોને બેસવાની જગ્યા

2 લોકોને બેસવાની જગ્યા

ગુગલ દ્વારા બનાવવામાં આવેલી ડ્રાઇવર વગરની કારમાં 2 બેઠક વ્યવસ્થા આપવામાં આવી છે, એક પ્રકારે આ કાર નેનો જેવી લાગે છે.

અકસ્માત

અકસ્માત

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઇઝેશન અનુસાર દર વર્ષે 1.2 મિલિયન લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે, પરંતુ ગુગલની આ કારમાં અકસ્માત થવાની સંભાવના ઘણી ઓછી છે.

કોઇ સમસ્યા નહી

કોઇ સમસ્યા નહી

ગુગલની આ કારમાં ના તો બ્રેક આપવામાં આવી છે અને ના તો એવી વસ્તુઓ આપવામાં આવી છે, જેની ચિંતા કરવાની જરૂર રહે કે ક્યારે શું કરવાનું છે, બસ કારમાં આરામથી બેસો અને પ્રવાસની મજા માણો.

સોફ્ટવેર અને સેન્સરની કમાલ

સોફ્ટવેર અને સેન્સરની કમાલ

તમે વિચારી રહ્યાં હશો કે જેમાં બ્રેક અને સ્ટીરિંગ ઉપરાંત અન્ય કારમાં જરૂરી હોય તેવી વસ્તુઓ નથી તો કાર ચાલતી કેવી રીતે હશે, તો ગુગલે આ કારમાં કેટલાક સેન્સર અને સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યા છે.

કારનો વીડિયો

કારનો વીડિયો જૂઓ અને જાણો કે લોકો આ કાર અંગે શું કહે છે.

English summary
google reveals self driving car prototype without steering
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X