For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હીરો વધુ ફીચર સાથે લોન્ચ કરશે તેની નવી પેસન પ્રો ટીઆર

|
Google Oneindia Gujarati News

હીરો મોટોકોર્પએ નવી દિલ્હી ખાતે યોજાયેલા 2014 ઓટો એકસ્પોમાં પોતાની એનક પ્રોડક્ટ્સને પ્રસ્તૃત કરી હતી. તેની આ પ્રોડક્ટ્સમાં લોકપ્રીય પેસન રેન્જની પેસન પ્રો ટીઆર, ભારતીય વાહન નિર્માતા દ્વારા બનાવવામાં આવેલી આ મોટરસાઇકલ પેસન પ્રો આધારિત છે. પેસન પ્રો ટીઆરએ ભારતમાં હાલના સમયે સ્ટાન્ડર્ડ મોટરસાઇકલમાં ઓફ રોડ છે.

આ પણ વાંચોઃ- ઑડી ટૂ માસેરાટી આ છે મેસીનું કાર કલેક્શન
આ પણ વાંચોઃ- 2014 ફોક્સવેગન પોલો રેન્જ ભારતમાં લોન્ચ
આ પણ વાંચોઃ- સુઝુકી લાવી રહી છે સ્પેશિયલ એડિશન ઇનાઝુમા

આ બાઇકમાં સ્પોર્ટ્સ ઓફ રોડ ટાયર્સ, હાઇ ફ્રન્ડ ફેન્ડર, સ્કિડ પ્લેટ કે જે એન્જીનની રક્ષા કરે છે. નકલની રક્ષા કરે છે, ઘૂંટણ પેડ અને હેડલાઇટ માટે ગ્રીલ આપવામાં આવી છે. આ બાઇકમાં ફ્રો અને ફ્રન્ટ વ્હીલમાં સ્પોર્ટ્સ ડિસ્ક બ્રેક્સ છે. હીરો મોટોકોર્પ પોતાની પેસન પ્રો ટીઆરમાં 97.2 સીસીનું એન્જીન પ્રોવાઇડ કરે છે. જે 7.8 બીએચપીના મેક્સિમમ પાવર સાથે 8.04નું એનએમ ટાર્ક પ્રોડ્યુસ કરે છે. આ ફ્રુગલ એન્જીનમાં 4 સ્પીડ મેન્યુઅલ ગીયરબોક્સ છે. તેમજ આ બાઇકમાં જે ફ્રન્ટ ડિસ્ક બ્રેક અને રીયર ડ્રમ બ્રેક કોમ્બિનેશન આપવામાં આવ્યું છે તે સ્ટાન્ડર્ડ છે.

પેસન પ્રો ટીઆરની ખાસિયત

પેસન પ્રો ટીઆરની ખાસિયત

હીરો મોટોકોર્પ પોતાની આ નવી પેસન પ્રો ટીઆરમાં એકદમ નવી બોડી ડિઝાઇનનો ઉપયોગ કરી રહી છે. જેમાં બ્લેક એલોય વ્હીલ અનેએક્ઝોસ્ટ કવર છે. ભારતીય વાહન નિર્માતા કંપની કે જેણે તાજેતરમાં જ કોલોમ્બિયામાં પર્દાર્પણ કર્યું છે તેણે પેસન મોટરસાયકલની બેઝિક ડિઝાઇનમાં કોઇ પરિવર્તન કર્યું નથી, પરંતુ તે એજ બાઇકનો થોડાક પરિવર્તન કરીને ઉપયોગમાં લઇ રહી છે, જેથી તે ઓફ રોડ મોટરસાયકલ લાગે.

ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ કરવાનો ઉદ્દેશ્ય

ગ્રામીણ વિસ્તારને ટાર્ગેટ કરવાનો ઉદ્દેશ્ય

પેસન પ્રો ટીઆર ગ્રામીણ વિસ્તારના એવા ગ્રાહકોને ટાર્ગેટ કરશે કે જેઓ વધુ સ્ટાઇલિશ મોટરસાયકલને ખરીદવા માગે છે. જોકે આ બાઇક કાર્યાત્મક અને નાજૂક નથી. આ બાઇક ઓરીજીનલ પેસન પ્રો જેવી જ છે, બસ તેમાં ઓફ રોડ ફંક્શનાલિટીનો ઉમેરો કરવામાં આવ્યો છે.

પેસન પ્રો ટીઆરની કિંમત

પેસન પ્રો ટીઆરની કિંમત

હીરો મોટોકોર્પે જોકે તેની આ નવી બાઇકની કિંમત અંગે કોઇ ફોડ પાડ્યો નથી, જ્યારે આ બાઇકને લોન્ચ કરવામાં આવશે ત્યારે તેની વધુ માહિતી અને સ્પેસિફિકેશન અંગે જણાવવામાં આવશે.

જૂના મોડલ કરતા હોઇ શકે છે મોંઘી

જૂના મોડલ કરતા હોઇ શકે છે મોંઘી

એવી આશા રાખવામાં આવી રહી છેકે આ નવી બાઇકની કિંમત તેના જૂના મોડલ કરતા થોડીક વધારે હોઇ શકે છે. જે ટૂંક સમયમાં શોરૂમમાં જોવા મળશે.

English summary
Hero MotoCorp had showcased several products at this years 2014 Auto Expo held in New Delhi. Among their various reveals was its popular Passion range with the Passion Pro TR, a motorcycle that is based on the Passion Pro by the Indian manufacturer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X