• search

ઑડી ટૂ માસેરાટી આ છે મેસીનું કાર કલેક્શન

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  આપણે બધા એ વાત જાણીએ છીએ કે ફૂટબોલર્સને ઢગલો પૈસા આપવામાં આવે છે. ત્યારે ઉત્સુક્તાભર્યો પ્રશ્ન એ ઉદ્ભવે છેકે, આ લોકો આટલી મોટી રકમનું કરતા શું હશે. જોકે સામાન્ય રીતે એ જ જવાબ આપણને જાણવા મળે કે એ લોકો ખર્ચ કરતા હશે, પરંતુ મહત્વનો પ્રશ્ન એ છેકે આ લોકો તેને ક્યાં ખર્ચે છે? વાત જો આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલરની કરવામાં આવે તો લિયોનેલ મેસીને કાર કલેક્શનમાં વધારે રૂચિ છે.

  આ પણ વાંચોઃ- 2014 ફોક્સવેગન પોલો રેન્જ ભારતમાં લોન્ચ
  આ પણ વાંચોઃ- બુગાટી લાવી રહી છે એક એવી કાર, જેમાં હશે 1500 હોર્સપાવર
  આ પણ વાંચોઃ- કમાણીમાં પણ રફતારઃ હાઇએસ્ટ પેઇડ મોટોજીપી રાઇડર્સ
  આ પણ વાંચોઃ- ભારતમાં લોન્ચ થશે બીએમડબલ્યુ ની M4

  ત્યારે આજે અમે અહીં આર્જેન્ટિનાના આ સ્ટાર ફૂટબોલ ખેલાડીના કાર કલેક્શન અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ. અમે અહીં લિયોનેલ મેસીના કાર રસની ઝાંખી કરાવી રહ્યાં છીએ. જેમાં ઑડીથી માંડીને માસેરાટી સુધીની અનેક વૈભવી કારનું કલેક્શન તેની પાસે છે, તો ચાલો તસવીરો થકી મેસીના આ કાર કલેક્શન પર એક નજર ફેરવીએ.

  મેસીનું કાર કલેક્શન

  મેસીનું કાર કલેક્શન

  મેસીનું કાર કલેક્શન જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

  Maserati GranTurismo MC Stradale

  Maserati GranTurismo MC Stradale

  આ કારનું લોન્ચિંગ 2011માં કરવામાં આવ્યું હતું. અત્યંત શક્તિશાળી ગ્રાંતુરિસ્મો 450 પીએસ પ્રોડ્યુસ કરે છે. જે પ્રકારે એફ 1 કાર્સમાં ઘર્ષણ રોકવા અને પાવર આઉટપૂટ વધારવા માટે કેમ્સ અને ફોલોઅર્સ માટે કોટિંગ કરવામાં આવે છે, તે પ્રકારનું ફીચર આ કારમાં પણ છે. આ કારની એરોડાયનેમિકલી ડિઝાઇન શાનદાર છે અને તેનું વજન 110 કેજી છે. આ કારની ટોપ સ્પીડ 188 એમપીએચ છે.

  Lexus RX 450h

  Lexus RX 450h

  આ એક મીડલ સાઇઝ હાયબ્રીડ એસયુવી છે. જેમાં 3.5 લીટર વી6 એન્જીન છે, જે 245 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે. ઇલેક્ટ્રીક મોટર તેમાં 22 હોર્સપાવરનો ઉમેરો કરે છે. આ ઇલેક્ટ્રીક મોટર બે ફ્રન્ટ વ્હીલ અને એક રીયર વ્હીલને પાવર પૂરો પાડે છે. તેમજ આ એસયુવી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક મોડમાં પણ ચાલી શકે છે.

  Audi R8 Spyder

  Audi R8 Spyder

  આ કાર 4.2 એફએસઆઇ વી8 એન્જીનમાંથી 434 પીએસ પ્રોડ્યુસ કરે છે. આ કારમાં ઑડીની ટ્રેડમાર્ક ક્વાત્રો ડ્રાઇવ ટેક્નોલોજી છે. ઓટોમેટિક રૂફ સાથે એલ્યુમિનિયમ ફ્રેમ છે. આ કારની ટોપ સ્પીડ 185 એમપીએચ છે.

  Audi Q7

  Audi Q7

  આ એક ફૂલ સાઇઝ એસયુવી છે. જે છ એન્જીન વેરિએન્ટ્સમાં છે. ત્રણ પેટ્રોલ અને ત્રણ ડીઝલ. જેમાં ક્વાત્રો ટેક્નોલોજી અને હાઇટ એડજેસ્ટેબલ સસ્પેન્શન છે. જ્યારે મેસી રોડ ટ્રીપ માટેની યોજના બનાવે છે ત્યારે આ એસયુવી તે ઘણો બધો સામાન મુકી શકે છે.

  Dodge Charger

  Dodge Charger

  મેસીએ પોતાની કાર કલેક્શનમાં અમેરિકન મસલનો પણ સમાવેશ કર્યો છે. મેસીની આ કાર 425 હોર્સપાવર પ્રોડ્યુસ કરે છે, તેમાં 6.1 લીટર 8 સિલિન્ડર એન્જીન છે.

  Maserati GranTurismo S

  Maserati GranTurismo S

  આ કારને 2008માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારમાં 4.7 લીટર વી8 એન્જીન છે, જે 440 પીએસ પ્રોડ્યુસ કરે છે. આ કારના એન્જીનમાં 6 સ્પીડ રોબોટાઇઝ મેન્યુઅલ ગીયરબોક્સ છે.

  Ferrari F430 Spider

  Ferrari F430 Spider

  ફેરારીની હાજરી વગર કાર કલેક્શન અપૂર્ણ રહે છે. ફેરારીની આ કારને પેરિસમાં 2004માં લોન્ચ કરવામાં આવી હતી. ડિઝાઇનર ફ્રાન્ક સ્પેફેન્સને આ કારની ડિઝાઇન બનાવી હતી, જેમાં 4.3 લીટર વી8 એન્જીન છે, જે 490 પીએસ પ્રોડ્યુસ કરે છે.

  English summary
  Footballers get paid a bomb. Many wonder what they do with all the cash. Well, the answer is simple, they spend it. Now comes the important part, spend it on what? Messi, apart from the usual, has a fine taste for cars. We bring you the exclusive collection this of little man from Argentina.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more