For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં લોન્ચ થશે બીએમડબલ્યુ ની M4

|
Google Oneindia Gujarati News

બીએમડબલ્યુ ઇન્ડિયા પોતાની કેટલીક પ્રોડક્ટ્સને ભારતીય ઓટોમોબાઇલ બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. કાર નિર્માતા કંપનીએ જાહેરાત કરી છેકે તેમની 7 સીરીઝ એક્ટિવ હાઇબ્રીડ કાર ભારતમાં 23 જુલાઇના રોજ લોન્ચ થશે. આ સાથે જ તેઓ વર્ષાંતે તેમની આઇ8 હાઇબ્રીડ સુપરકારને પણ ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યાં છે.

આ ઉપરાંત તેમણે પોતાના ઓફિશિયલ ફેસબૂક પેજમાં પણ જાહેરાત કરી છેકે, જર્મન વૈભવી કાર નિર્માતા ટૂંક સમયમાં ભારતમાં તેમની પાવર પેક્ડ એમ4ને પણ ઉતારવા જઇ રહ્યાં છે. જોકે બીએમડબલ્યુ ઇન્ડિયાએ આ કારને ક્યારે ભારતમાં લોન્ચ કરવામાં આવશે તે અંગેની જાહેરાત કરી નથી. જોકે એવી આશા રખાઇ રહી છેકે, બીએમડબલ્યુ 2014માં આ કારને ભારતમાં લોન્ચ કરી દેશે.

જર્મન કાર નિર્માતા કંપની એમ3 સલૂનમાં જે એન્જીનનો ઉપયોગ કર્યો હતો તે જ એન્જીનનો ઉપયોગ આ કારમાં કરશે. જોકે એમ4 સ્પોર્ટ્સમાં પહેલીવાર ટર્બોચાર્જ્ડ 3.0 લીટર એન્જીનનો ઉપયોગ કરવામાં આવશે. છ સિલન્ડર એન્જીનમાં બીએમડબલ્યુ એમ ટ્વીન પાવર ટર્બો ટેક્નોલોજી ફીચર પણ હશે. આ ઉપરાંત એન્જીનીયર્સ આ એન્જીન થકી 550 એનએમ પીક ટાર્ક અને વધુમાં વધુ 431 હોર્સપાવરને પ્રોડ્યુસ કરવા માટે સક્ષમ છે. તો ચાલો આ કાર સાથે જોડાયેલી કેટલીક બાબતોને તસવીરો થકી જાણીએ.

એમ4 પર વિશેષ ધ્યાન

એમ4 પર વિશેષ ધ્યાન

જર્મન એન્જીનીયર્સ એમ4ના એરોડાયનેમિક પેકેજ પર વિશેષ ધ્યાન આપી રહ્યાં છે. આ કારમાં બીએમડબલ્યુ કટેલાક અન્ય ટેક્નિકલ અપડેટ્સની સાથોસાથ લેટેસ્ટ એક્ટિવ એમ ડિફર્ન્ટિયલને પણ પ્રસ્તૃત કરી રહી છે. ચલાવવામાં સરળ અને એફિસિન્યસીના મામલે ઉત્કૃષ્ઠતા દાખવવા માટે બીએમડબલ્યુ પોતાની એમ4 કારમાં હળવા ભારણના મટેરિયલનો ઉપયોગ કરી રહી છે, જેમકે કાર્બન ફાઇબર પ્રબલિત પ્લાસ્ટિક રૂફ.

એમ4ના એન્જીન સાથે જોડાયેલી ખાસિયત

એમ4ના એન્જીન સાથે જોડાયેલી ખાસિયત

બીએમડબલ્યુ એમ4માં બે ગીયરબોક્સ ઓપ્શન આપી રહી છે. પહેલા ઓપ્શનમાં સ્ટાન્ડર્ડ 6 સ્પીડ મેન્યુઅલ, જેની સાથે થ્રોટલ બ્લિપિંગ ફંક્શન, જે પહેલાના જેન ગીયરબોક્સ કરતા હળવુ અને કોમ્પેક્ટ છે. બીજા ઓપ્શનમાં ડ્રાઇવેલોજીક સાથે 7 સ્પીડ એમ ડબલ ક્લચ ટ્રાન્સમિશન અને લોન્ચ કન્ટ્રોલ.

એમ4ની એક્સ્ટેરિઅર ડિઝાઇન

એમ4ની એક્સ્ટેરિઅર ડિઝાઇન

એમબડબલ્યુ ઓટોમોબાઇલસના ડિઝાઇન યુનિટના હેડ કરિમ હબીબે કહ્યું છેકે, તેની એક્સ્ટેરિઅર ડિઝાઇનમાં વિઝ્યુઅલ ઇમ્પેક્ટ છે, જે બીએમડબલ્યુ એમ ડિઝાઇનને નવા લેવલે લઇ જશે, જેમાં ઇમોશનલ અપીલ, ગતિશિલ ઉત્સાહ અને ઉદ્દેશ્યપૂર્ણ ચરિત્રને હાઇલાઇટ કરવામાં આવ્યું છે.

એમ4ની કિંમત અંગે નથી કરાયો ખુલાસો

એમ4ની કિંમત અંગે નથી કરાયો ખુલાસો

બીએમડબલ્યુ ઇન્ડિયાએ પોતાની આ નવી કાર અંગે હજુ કોઇ વધુ ખુલાસા કર્યાં નથી, તેમજ તેની કિંમત અંગે પણ કોઇ જાણકારી આપી નથી, તેવું કહેવાઇ રહ્યું છેકે, જ્યારે આ કારની લોન્ચિંગ ડેટ નજીક આવશે ત્યારે તેની સાથે જાડાયેલા તમામ પહેલુઓના ખુલાસા કરવામાં આવશે. હાલ જર્મન કાર નિર્માતા કંપની દ્વારા ભારતમાં એમ5 અને એમ6ને રજૂ કરી રહી છે, ત્યારે એમ4 તેની પ્રતિષ્ઠામાં ચોક્કસપણે વધારો કરશે.

English summary
BMW India has several products slated to launch for the Indian market. They have announced that they will launch the 7-Series ActiveHybrid in India on the 23rd of July, 2014. They have also planned to launch their i8 hybrid supercar in India by year's end.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X