For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુશખબર: સસ્તી થઇ જશે ઑટો, હોમ લોન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 જૂન: જો તમે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો કે પછી કાર તો તમારા માટે મોટા સમાચાર આવ્યા છે. આ બંનેના વ્યાજ દરોમાં ઘટાડો આવવાનો છે. એટલે તેમના પર વ્યાજ ઓછું લાગશે. આ સમાચાર એક સમાચાર એક બિઝનેસ સમાચર પત્રએ આપ્યા છે.

સમાચાર પત્રના અનુસાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વ્યાજ દરોમાં કાપ ન મૂકવા છતાં આ સંભવ થશે. ધ્યાન રહે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જ રેપો દરોમાં વધારો કે કાપ કરીને દેશમાં વ્યાજદર નક્કી કરે છે. પરંતુ આ વખતે આ બેંકમાં ઘટાડો આવશે. આ બંને સેક્ટર હાલમાં મંદીના દૌરમાંથી પસાર થાય છે. રિયર એસ્ટેટ કંપનીઓની હાલત નબળી છે કારણ કે ગ્રાહક મોટા વ્યાજ દરોના લીધે મકાન લેવાનું ટાળી રહ્યાં છે. વ્યાજદરોમાં કાપ એટલા માટે સંભવ થઇ શકશે કે રિઝર્વ બેંકે બુધવારે કોર્મિશિયલ બેંકોને 10,000 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. આ શોર્ટ ટર્મ લોન જેવા છે. આનાથી બેંકોની પાસે ના ફક્ત વધારાનું ધન આવી ગયું પરંતુ ઓછું વ્યાજ પર આવી ગયું. હવે બેંક બજેટ પ્રસ્તાવોને જોશે અને પછી વ્યાજ દરોમાં કાપ કરશે, જો કે રિઝર્વ બેંકે કોઇ પગલાં હજુ સુધી ભર્યા નથી.

જો કે સોમવાર અને ગુરૂવારની વચ્ચે આખી રાત કોલ મની રેટ (તે દર જેના અપર બેંક એકબીજાને લોન આપે છે) ધટીને 6.10 ટકા પર પહોંચી ગયો હતો. આ પ્રકારે સરેરાશ દર 7.87 ટકા રહી જે સોમવારની તુલનામાં 0.97 ટકા ઓછી હતી. બેંકરોનું માનવું હતું કે બેંક આધાર વિના વ્યાજ દર ઘટાડેલા વ્યાજ દર ધટાડવા વિશે વિચારી શકે. પરંતુ તેના માટે જરૂરી છે કે તે જે દર પર પૈસા લે છે તે 8 ટકાથી વધુ ન હોય. કહેવામાં આવે છે કે શુક્રવારે ફરી રિઝર્વ બેંક અન્ય બેંકોને મોટા પાયે ધન પુરૂ પાડશે. તેની અસર પણ વ્યાજ દર પર પડશે.

English summary
The chances of loans for homes and automobiles turning cheaper have brightened with the rates on overnight borrowing falling below the rate at which the Reserve Bank of India lends to banks, indicating comfortable liquidity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X