• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આશ્ચર્ય પમાડે તેવા ઓટો જગતના આ રોચક તથ્યો

|

વિશ્વમાં જે કંઇપણ વસ્તુઓ કે પછી વાતો થાય છે, તેની પાછળ કંઇકને કંઇક કારણ જરૂર હોય છે. તેમાના કેટલાક કારણો સામાન્ય હોય છે, અથવા તો કેટલાક ઘણા જ આશ્ચર્યજનક અને રોચક હોય છે. તમે જીવ-જંતુઓ, ટેક્નોલોજી, વિજ્ઞાન અને શોધ સહિત ઘણા વિષયો સાથે જોડાયેલા રોચક તથ્યો તમે વાંચ્યા અથવા તો સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય ઓટોમોબાઇલ જગત સાથે જોડાયેલા તથ્યો પર ધ્યાન આપ્યું છે.

જેવા કે, વિશ્વની પહેલી કાર ક્યારે બની, કારમાં સુરક્ષા માટે આપવામાં આવેલા એરબેગ સાથે જોડાયેલા તથ્યો કે પછી જીસસ ક્રાઇસ્ટ સાથે ઓટોમોબાઇલ જગતનો શું સંબંધ છે વિગેરે. ઇશા મસીહનું નામ ઓટો જગત સાથે જોડાતું વાંચીને તમને થોડીક હેરાની થશે. તમે વિચારી રહ્યાં હશો કે આ કયા જમાનાની વાત છે. જ્યારે ઇસા મસીહ હતા તે સમયે ના તો મોટર કાર હતી અને ના તો તે સમયે તેનો આવિશ્કાર થયો હતો.

પરંતુ, અમે તમને તસવીરોના માધ્યમથી ઓટોમોબાઇલ ગજત સાથે જોડાયેલા ઘણા જ રોચક તથ્યો સાથે રુબરુ કરાવીશુ. તો ચાલો તસવીરોના માધ્યમથી ઇસા મસિહના ઓટોમોબાઇલ જગત સાથે કનેક્શન, પહેલી કાર રેડિયો જેવા વિષયો સાથે જોડાયેલા રોચક તથ્યો અંગે જાણીએ.

આશ્ચર્ય પમાડે તેવા ઓટો જગતના આ રોચક તથ્યો

આશ્ચર્ય પમાડે તેવા ઓટો જગતના આ રોચક તથ્યો

એક સમય હતો કેલિફોર્નિયામાં જીસસ ક્રાઇસ્ટના નામથી 6 ડ્રાઇવિંગ લાઇસેન્સ બનાવાયા હતા.

વિશ્વનું પહેલુ કાર ઇન્સ્યોરન્સ

વિશ્વનું પહેલુ કાર ઇન્સ્યોરન્સ

વિશ્વમાં પહેલીવાર કોઇ કારનું ઇન્સ્યોરન્સ વર્ષ 1897માં અમેરિકાના વેસ્ટફીલ્ટ એમએ શહેરમાં કરવામાં આવ્યું હતું. ત્યારથી આ નીતિ ચાલી આવી છે, વિશ્વભરમાં વાહન ખરીદનાર તેનું ઇન્સ્યોરન્સ કરાવી લે છે.

વિશ્વનું સૌથી લાંબુ ટ્રાફિક જામ

વિશ્વનું સૌથી લાંબુ ટ્રાફિક જામ

આજે તેમ દરરોજ ટ્રાફિક જામ જોતા હશો, પરંતુ શું તમને ખબર છે કે વિશ્વનું સૌથી લાંબુ ટ્રાફિક જામ 1980માં પેરિસ અને લ્યોન વચ્ચે થયું હતું. જે 170 કિમી લાંબુ હતુ.

એરબેગની સ્પીડ

એરબેગની સ્પીડ

શું તમે જાણો છો કે, એર બેગ 40 મિલી સેકન્ડની સ્પીડમાં ખુલે છે. આ જ કારણ છે કે દુર્ઘટના દરમિયાન આપાત સ્થિતિમાં પલકારામાં તે ખુલીને યાત્રીનું જીવન બચાવી લે છે.

દુર્ઘટનામાં મોત

દુર્ઘટનામાં મોત

એક સર્વે અનુસાર વિશ્વમાં લગભગ દર 5000 હજાર લોકોમાંથી એક વ્યક્તિ કાર દુર્ઘટનામાં મરે છે. તો અંદાજે 25 મિલિયન લોકોમાંથી કોઇ એક વ્યક્તિ વિમાન દુર્ઘટનામાં મરે છે.

રસ્તા પર કેવી રીતે મરે છે હરણ

રસ્તા પર કેવી રીતે મરે છે હરણ

શિકારીઓથી વધારે રસ્તા પર ખરાબ ડ્રાઇવિંગના કારણોના મોત થાય છે. એક વિસ્તાર જ્યાં તેની આસપાસ જંગલ હોય છે, ત્યાં તમને અવાર-નવાર રસ્તા પર મૃત અવસ્થામાં હરણ મળી આવે છે.

કાર દ્વારા પૃથ્વીથી સૂર્ય સુધીની યાત્રા

કાર દ્વારા પૃથ્વીથી સૂર્ય સુધીની યાત્રા

જો પૃથ્વીથી સૂર્ય સુધીની યાત્રા કારથી કરવામાં આવે તો આ યાત્રામાં પૂર્ણ કરવામાં અંદાજે 150 વર્ષ લાગે.

કાર દ્વારા પૃથ્વીથી શની ગ્રહ સુધીની યાત્રા

કાર દ્વારા પૃથ્વીથી શની ગ્રહ સુધીની યાત્રા

જો 75 માઇલ પ્રતિ કલાક એટલે કે લગભગ 121 કિમી પ્રતિ કલાકની ઝડપથી કાર ચલાવવામાં આવે તો 258 દિવસોમાં પૃથ્વીથી શની ગ્રહ સુધી પહોંચી શકાય છે.

ફરારી બનાવે છે સૌથી ઓછી કાર

ફરારી બનાવે છે સૌથી ઓછી કાર

ઇટલીની સૌથી લોકપ્રિય કાર નિર્માતા કંપની ફિએડની સબ બ્રાન્ડ ફેરારી દરરોજ માત્ર 19 કાર્સનું નિર્માણ કરે છે.

વિશ્વનું પહેલું વાઇપર

વિશ્વનું પહેલું વાઇપર

વિશ્વનું સૌથી પહેલું વાઇપર એક મહિલાએ બનાવ્યું હતું. બાદમાં તેની ઉપયોગિતાને જોતા તમામ વાહન નિર્માતા કંપનીએ તેનો પ્રયોગ શરૂ કરી દીધો.

વિશ્વની પહેલી કાર રેસ

વિશ્વની પહેલી કાર રેસ

વિશ્વની સૌથી પહેલી કાર રેસ વર્ષ 1895 શિકાગોમાં આયોજિત કરવામાં આવી હતી. આ રેસમાં ફ્રેન્ક દુરૈયા વિજયી થયા હતા, જેમણે 71.5 માઇલ પ્રતિ કલાકની ઝડપથી કાર દોડાવી હતી.

વિશ્વનો પહેલો કાર રેડિયો

વિશ્વનો પહેલો કાર રેડિયો

વિશ્વના પહેલા કાર રેડિયોનું આવિષ્કાર વર્ષ 1929માં પોલ ગેવિને કર્યું હતું. તે સમયે આ રેડિયોને સૌથી પહેલા કોઇ કારમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો.

જીવનના બે સપ્તાહ થઇ જાય છે ખર્ચ

જીવનના બે સપ્તાહ થઇ જાય છે ખર્ચ

શું તમે જાણો છો કો દરરજો અમેરિકન પોતાના જીવનના અંદાજે 2 સપ્તાહ એટલે કે 14 દિવસ પોતાના સંપૂર્ણ જીવનકાળમાં ટ્રેફિક લાઇટને લાલ થવા દરમિયાન ખર્ચ કરી નાંખે છે.

જીવનના બે સપ્તાહ થઇ જાય છે ખર્ચ

જીવનના બે સપ્તાહ થઇ જાય છે ખર્ચ

વિશ્વમાં સૌથી વધારે રોલ્સ રોયસ કાર હોંગકોંગ શહેરમાં છે.

સ્માર્ટ કારમાં બેઠી 19 પાકિસ્તાની યુવતીઓ

સ્માર્ટ કારમાં બેઠી 19 પાકિસ્તાની યુવતીઓ

સૌથી પહેલીવાર સ્માર્ટની નાની કારમાં એક સાથે 19 પાકિસ્તાની યુવતીઓએ બેસીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.

મિની કારમાં બેસીને લંડનની યુવતીઓએ બનાવ્યો રેકોર્ડ

મિની કારમાં બેસીને લંડનની યુવતીઓએ બનાવ્યો રેકોર્ડ

લંડનના ઇસ્ટબર્નમાં રહેતી 28 બ્રિટિશ યુવતીઓએના એક દળે એક મિની કારમાં બેસીને વિશ્વની સામે એક રેકોર્ડ કાયમ કર્યો છે.

ઓવર સ્પીડમાં 10,00,000 ડોલરનું ચલણ

ઓવર સ્પીડમાં 10,00,000 ડોલરનું ચલણ

વિશ્વમાં અત્યાર સુદી સૌથી મોંઘુ ચલણ 10,00,000 ડોલરનું કરવામાં આવ્યું છે. સ્વીઝરલેન્ડના એક યુવક 180ની ઝડપે કાર ચલાવી રહ્યો હતો. તમને જણાવી દઇએ કે સ્વીઝરલેન્ડમાં કારની ઝડપ અને ચાલકના પગારના આધારે ચલણ કરવામાં આવે છે.

English summary
Do you know some interesting facts about auto world and cars. Check out, some interesting facts related to automobile world and cars through pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more