For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગુઆરે લોન્ચ કરી એફ-ટાઇપ, કિંમત 1.37 કરોડ

|
Google Oneindia Gujarati News

દેશમાં ભલે રૂપિયાની નબળાઇ નોંધવામાં આવી રહી હોય પરંતુ દેશના લક્ઝરી માર્કેટ તેનાથી જરા પણ હતાશ નથી. જી હાં, કારણ કે દેશના રસ્તાઓ પણ આ કપરા સમયમાં પણ એકથી એક શાનદાર લક્ઝરી કાર્સ રજુ કરવામાં આવી રહી છે. ઓડીની આઇએસ 5 જેની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા હતી, તેને તાજેતરમાં જ રજુ કરવામાં આવી, હવે દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ અધિગ્રહિત વાહન નિર્માતા કંપની જગુઆરે દેશમાં પોતાની સ્પોર્ટ કાર એફ ટાઇપને રજુ કરી છે.

કંપનીએ પોતાની આ કારને ભારતીય બજારમાં 1.37 કરોડ રૂપિયામાં લોન્ચ કરી છે. આ કાર સામાન્ય માનવીના ખીસ્સાથી ઘણી દૂર છે, પરંતુ દેશમાં શોખિનોની કમી નથી, દેશનો એક મોટો વર્ગ જગુઆરની આ શાનદાર સ્પોર્ટ કારની લાંબા સમયથી રાહ જોઇ રહ્યો છે. કંપનીએ આ કારને બે અલગ-અલગ એન્જીન ઓપ્શન સાથે લોન્ચ કરી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ કયા ખાસ ફીચર્સ છે આ કરોડપતિ કારમાં.

બે વેરિએન્ટમાં કરાઇ રજુ

બે વેરિએન્ટમાં કરાઇ રજુ

કંપનીએ નવી જગુઆર એફ ટાઇપને બે વેરિએન્ટ વી8 એસ અને વી6 એસ સાથે બજારમાં રજુ કરી છે. બન્ને જ વેરિએન્ટના એન્જીન પોતાના સેગ્મેન્ટમાં શાનદાર છે.

આ કારને 2012માં પેરિસમાં કરાઇ હતી રજુ

આ કારને 2012માં પેરિસમાં કરાઇ હતી રજુ

કંપનીએ પોતાની આ કારને સૌથી પહેલા 2012માં પેરિસ મોટર શો દરમિયાન રજુ કરી હતી.

વી6 એસની એન્જીન ક્ષમતા

વી6 એસની એન્જીન ક્ષમતા

કંપનીએ નવી વી6 એસમાં 3.0 લીટરની ક્ષમતાના દમદાર એન્જીનો પ્રયોગ કર્યો છે જે કારને 380 પીએસની શક્તિ અને 460 એનએનું ટોર્ક પ્રદાન કરે છે.

વી6 એસનું પીકઅપ

વી6 એસનું પીકઅપ

જગુઆર એફ ટાઇપ વી6 એસનું પીક એપ પણ ઘણુ જ શાનદાર છે. આ કાર માત્ર 4.9 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા સક્ષમ છે.

વી8 એસની એન્જીન ક્ષમતા

વી8 એસની એન્જીન ક્ષમતા

આ ઉપરાંત કંપનીએ એફ ટાઇપ વી8 એસમાં 5.0 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે કારને 495 પીએસની શક્તિ અને 625 એનએમનું ટોર્ક પ્રદાન કરે છે.

કારનુ ઇન્ટીરિયર

કારનુ ઇન્ટીરિયર

કંપનીએ એફ ટાઇપના ઇન્ટીરિયરને ઘણું જ ખાસ બનાવ્યું છે. કંપનીએ આ કારને શાનદાર સ્ટીયરિંગ વ્હીલ, એલ્યુમીનિયમ ગિફ્ટ શિફ્ટ પેડલ, સ્પોર્ટ કાર મેટ સેટ, ઇલ્યુમિનેટેડ ટ્રેડ પ્લેટને સામેલ કર્યા છે.

શાનદાર સ્ટીરિયો સિસ્ટમ

શાનદાર સ્ટીરિયો સિસ્ટમ

કંપનીએ આ કારમાં શાનદાર સ્ટીરિયો સિસ્ટમ અને 8 ઇંચની આકર્ષક ટીએફટી ડિસપ્લે સિસ્ટમ રજુ કરી છે.

 વી8 એસનું પીક અપ

વી8 એસનું પીક અપ

એફ ટાઇપ વી8 એસ પણ પીક અપના મામલે શાનદાર છે. આ કાર માત્ર 4.3 સેકન્ડમાં 100 કિમી પ્રતિકલાકની ઝડપ પકડે છે.

વી8 એસની સ્પીડ

વી8 એસની સ્પીડ

જગુઆર એફ ટાઇપ વી8 એસની સૌથી વધુ સ્પીડ 300 કિમી પ્રતિ કલાક છે.

એક્ઝોસ્ટ સિસ્ટમ

એક્ઝોસ્ટ સિસ્ટમ

શાનદાર સ્પોર્ટી એક્ઝોસ્ટ સિસ્ટમ આ કારને આકર્ષક રિયર લુક પ્રદાન કરે છે.

 આધુનિક ફીચર્સ

આધુનિક ફીચર્સ

કંપનીએ પોતાની આ બન્ને કાર્સને આકર્ષક લુકની સાથે આધુનિક ફીચર્સ પણ આપ્યા છે.

 ભારતીય બજારમાં જગુઆરની કિંમત

ભારતીય બજારમાં જગુઆરની કિંમત

ભારતીય બજારમાં જગુઆર એફ ટાઇપના વેરિએન્ટની કિમત આ પ્રમાણે છે. વી6 એસની કિંમત 1.37 કરોડ રૂપિયા અને વી8 એસ 1.61 કરોડ રૂપિયા છે.

English summary
Tata Motors owned Jaguar Land Rover launches new F Type in India, price at Rs. 1.37 cores. Step in, for Jaguar F Type features and specification.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X