મહાત્મા ગાંધી અને તેમના હત્યારાની સવારી

પોતાની સત્ય અને અહિંસાના લાકડીથી આપણા દેશને આઝાદ કરાવનારા મહાત્મા ગાંધીની આજે 144મી જન્મજયંતિ છે. જ્યારે 30 જાન્યુઆરી 1948ના રોજ ગોડસે દ્વારા તેમની 65 વર્ષ પહેલા હત્યા કરી દેવામાં આવી હતી. સામાન્ય રીતે સાબરમતીના આ મહાન સંત સાથે જોડાયેલી અનેક વાતો આપણે સાંભળી છે, પરંતુ મહાત્મા ગાંધીની સવારી કઇ હતી તે અંગે ઘણા ઓછા લોકો જાણતા હશે. મોહનદાસ કરમચંદ ગાંધી તો સામાન્ય રીતે ચાલવાનું પસંદ કરતા હતા, પરંતુ 1928માં એક એવી કારમાં સવારી કરતા હતા, જેને આજ સુધી સુરક્ષિત રાખવામાં આવી છે. આ કારને સુરક્ષિત રાખનારો પણ મહાત્મા ગાંધીનો દિવાનો છે.

આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ વર્ષ 1927માં ફોર્ડ કંપની દ્વારા બનાવવામાં આવેલી ટી સીરીઝની કારમાં સવારી કરી હતી. એ સમયે આ શાનદાર કારમાં જે સુવિધાઓ આપવામાં આવતી તે તમામ સુવિધાઓ આ કારમાં હતી. સામે એક શાનદાર બોનટ અને બે-બે સર્ચ લાઇટથી સજેલી આ કારની સવારીને એ સમયે ચાર ચાંદ લગાવી દીધા જ્યારે મહાત્મા ગાંધીએ તેની સવારી કરી.

નોંધનીય છે કે, ગોડસેએ ગાંધીજીની 30 જાન્યુઆરી 1948ના રોજ હત્યા કરી હતી. દુર્ભાગ્યપૂર્ણ આ કાર નથુરામ ગોડસેએ પણ ચલાવી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ ગાંધીજીની આ શાહી સવારી અંગે.

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

મહાત્મા અને તેમના હત્યારાની સવારી

તસવીરોના માધ્યમથી જાણીએ મહાત્મા ગાંધીની સવારી અંગે

મહાત્મા ગાંધી કોઇ કારના માલિક નહોતા

મહાત્મા ગાંધી કોઇ કારના માલિક નહોતા

તમને જણાવી દઇએ કે મહાત્મા ગાંધી કોઇ કારના માલિક નહોતા, પરંતુ એ સમયે ફોર્ડની આ શાનદાર કારમાં તેમણે સફર કરી હતી. મહાત્માની આ સવારી બાદથી જ આ કાર ઘણી જ લોકપ્રીય થઇ હતી. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ આ કારને.

 જેલની બહાર નિકળતી વખતે કારમાં બેઠા

જેલની બહાર નિકળતી વખતે કારમાં બેઠા

વર્ષ 1927માં ઉત્તર પ્રદેશના બરેલી સ્થિત સેન્ટ્રલ જેલની બહાર નિકળતી વખતે મહાત્મા ગાંધીએ આ કારની સવારી કરી હતી. આ કાર દ્વારા તેમણે ભારતવાસીઓના અભિવાદનનો સ્વિકાર કર્યો હતો.

 સંપૂર્ણ જીવન દેશને સમર્પિત

સંપૂર્ણ જીવન દેશને સમર્પિત

ગાંધીજીનું સંપૂર્ણ જીવન દેશને સમર્પિત હતું, અંગ્રેજો વિરુદ્ધની લડાઇમાં તેમણે કુલ 12 હજાર 75 દિવસ સુધી સંઘર્ષ કર્યો હતો, પરંતુ દેશને આઝાદી અપાવ્યા બાદ તેઓ માત્ર 168 દિવસ સુધી જ જીવીત રહી શક્યા હતા.

આ કારમાં ગાંધીજીએ કરી હતી સવારી

આ કારમાં ગાંધીજીએ કરી હતી સવારી

આ કારમાં ગાંધીજીએ સવારી કરી હતી. આ કાર અને લોકોના હાથોમાંથી પસાર થઇ અને હાલ આ કાર પૂણેના ઝંડેવાલા પાસે છે. ઝંડેવાલાને જૂની કાર્સનું કલેક્શન કરવાનો શોખ છે અને ફોર્ડ ટી સીરિઝ તેમના કલેક્શનમાની એક કિમતી કાર છે.

 કારનો ઘણો ક્રેઝ

કારનો ઘણો ક્રેઝ

ફોર્ડની આ શાનદાર કાર ટીસીરિઝ એ સમયની ઘણી મોંઘી અને લોકપ્રિય કાર્સમાંની એક છે. વિદેશોમાં પણ આ કારનો ઘણો ક્રેઝ હતો.

નથુરામે કરી હતી હત્યા

નથુરામે કરી હતી હત્યા

30 જાન્યુઆરી 1948ના રોજ જ્યારે મહાત્મા ગાંધી દિલ્હીના બિરલા હાઉસમાં એક પ્રાર્થના સભામાં હતા, ત્યારે નથુરામ ગોડસેએ તેમને ગોળી મારી હતી.

એક સાધારણ જીવનશૈલી

એક સાધારણ જીવનશૈલી

ગાંધીજીએ પોતાના જીવનકાળમાં એક સાધારણ જીવનશૈલીને અપનાવી હતી.

શાનદાર બોનટ

શાનદાર બોનટ

આ કારની સામે એક શાનદાર બોનટ અને બેબે સર્ચ લાઇટથી સજેલી આ કારની સવારીમાં એ સમયે ચાર ચાંદ લાગી ગયા જ્યારે મહાત્મા ગાંધીએ કારની સવારી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X