For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની પહેલી ઇલેક્ટ્રિક સ્પોર્ટ કાર, સ્પીડ 8 સેકન્ડમાં 100 કિ.મી

|
Google Oneindia Gujarati News

દેશની પ્રમુખ એસયુવી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના ઇલેક્ટ્રિક કાર ડિવિઝનને વધુ મજબૂત બનાવવા જઇ રહી છે. તમને જણાવી દઇએ કે, આ વખતે દિલ્હી ઓટો એક્સપોમાં કંપનીએ પોતાની નવી ઇલેક્ટ્રિક સ્પોર્ટ કાર હોલોને રજૂ કરી છે. ગયા વર્ષે કંપનીએ પોતાની મહિન્દ્રા રિવાના નવે વર્ઝનને રજૂ કર્યું હતુ. ત્યાર બાદ કંપનીએ વેરિટોના ઇલેક્ટ્રિક વર્ઝન અને એક્સયુવી 500ના હાઇબ્રિડ વર્ઝનને રજૂ કરવાની જાહેરાત કરી હતી. પોતાની આ યોજનાને વધુ મજબૂત બનાવવા માટે કંપનીએ દેશમાં પહેલીવાર ઇલેક્ટ્રિક સ્પોર્ટ કાર હોલોને રજૂ કરી છે.

મહિન્દ્રાની આ નવી સ્પોર્ટ કારની ખાસિયતોનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છે કે આ કાર માત્ર 8 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, તેની સર્વાધિક ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે. જો કે સ્પોર્ટ કારની જેમ તેનું પરફોર્મન્સ શાનદાર નથી, પરંતુ કંપનીની પહેલી સ્પોર્ટ કાર અને તે પણ ઇલેક્ટ્રિક એ વાત કંપની માટે ઘણી મહત્વપૂર્ણ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આ નવી ઇલેક્ટ્રિક સ્પોર્ટ કાર હોલોને.

પરફોર્મન્સ

પરફોર્મન્સ

તમને જણાવી દઇએ કે મહિન્દ્રા હોલો સંપૂર્ણપણે એક ઇલેક્ટ્રિક કાર છે અને કંપનીએ આ કારમાં 105 કિલોવોટની મોટરનો ઉપયોગ કર્ય છે. જે 140 હોર્સ પાવર બરાબર છે. જો કે, કંપનીએ આ કારની બેટરી ક્ષમતા અંગે કોઇ માહિતી આપી નથી, પરંતુ આ કારને ફૂલ ચાર્જ થવામાં માત્ર 1 કલાકનો સમય લાગે છે અને તમે આ કારને ચાર્જ કર્યા બાદ 200 કિમી સુધી દોડાવી શકો છો.

ઇન્ટીરિયર

ઇન્ટીરિયર

કંપનીએ આ કારના પરફોર્મન્સની સાથે જ તેના ઇન્ટીરિયરને પણ ઘણું ખાસ બનાવ્યું છે. કંપનીએ આ કારના કેબિનમાં ટેબલેટ કોમ્પ્યુટરનો ઉપયોગ કર્યો છે, જેમાં તમામ મલ્ટીમીડિયા ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે.

એલઇડી હેડલાઇટ

એલઇડી હેડલાઇટ

મહિન્દ્રાએ નક્કી ઘણી જ શાનદાર કાર બનાવી છે અને આ પ્રકારની ભારતની આ પહેલી કાર છે, જેને ઘરેલુ વાહન નિર્માતા કંપનીએ રજૂ કરી છે. આ કારમાં કંનપીએ શાનદાર એલઇડી હેડલાઇટનો ઉપયોગ કર્યો છે, જે તેને વધુ શાનદાર બનાવે છે.

ડિઝાઇન

ડિઝાઇન

તમને જણાવી દઇએ કે, આ કારને રિવાના હાઉસમાં ડિઝાઇન કરવામાં આવી છે, જેમમે પહેલા શાનદાર ઇટાલિયન બ્રાન્ડ પિનિનફેરિના અને બર્ટોના સાથે કામ કર્યું હતું. શાનદાર સ્પોર્ટ ક્લીન લાઇન્સ, કર્વ ડિઝાઇન, ટ્વીન બબલ રૂફનો ઉપયોગ મહિન્દ્રા હોલોમાં કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક કાર તરીકે મહિન્દ્રા હોલો ઘણી જ શાનદાર કાર છે.

English summary
Mahindra Halo electric sports car concept revealed at Auto Expo 2014. Images, range, top speed, acceleration of Mahindra Halo displayed at Delhi Auto Expo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X