Mahindra Thar Roxx : કેટલી માઈલેજ આપે છે નવી થાર રોક્સ? ખરીદતા પહેલા ચોક્કસ જાણી લો
Mahindra Thar Roxx Fuel Consumption : લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે મહિન્દ્રાની થાર રોક્સ લોકો માટે લોંચ કરી દેવાઈ છે. આ બજેટ થારમાં ઘણા શાનદાર ફિચર છે.
નવી Mahindra Thar Roxx ભારતમાં 14મી ઓગસ્ટની સાંજે લોન્ચ કરવામાં આવી છે, જેના બેઝ વેરિઅન્ટમાં 2.0-લિટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે.

આ વેરિઅન્ટની કિંમત 12.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ પાવરફુલ SUVનું એન્જિન 160 bhp અને 330 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સિવાય 2.0-લિટર ડીઝલ જે 150 bhp અને 330 Nm ટોર્ક જનરેટ કરે છે.
બંને એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલા છે. થાર રોક્સમાં વેટ સસ્પેન્શન સાથે પેન્ટા લિંક સસ્પેન્શન છે અને તેમાં બ્રેક લોકીંગ ડિફરન્સિયલ છે. બેઝ વેરિઅન્ટમાં 6 એરબેગ્સ અને ESC જેવા સેફ્ટી ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે ઉપલબ્ધ છે.
મોટાભાગના લોકો જે થાર ખરીદવાનું વિચારે છે તેમને તેના ફ્યુઅલ કન્ઝ્યુમિંગ વિશે જાણવા માંગે છે. જણાવી દઈએ કે સામાન્ય SUV કરતાં વધુ ફ્યુઅલ વાપરે છે.
નવી Mahindra Thar Roxxના એક કલાકમાં પેટ્રોલ કે ડીઝલનો વપરાશ તમે કયુ એન્જિન વિકલ્પ પસંદ કરો છો અને ડ્રાઇવિંગની સ્થિતિ પર આધાર રાખે છે.
પેટ્રોલ વેરિઅન્ટ
2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે સામાન્ય સ્થિતિમાં લગભગ 12 થી 15 કિમી/લિટરની માઈલેજ આપી શકે છે. જો તમે એક કલાકમાં 60 કિમી ડ્રાઇવ કરો છો તો તે લગભગ 4 થી 5 લિટર પેટ્રોલનો વપરાશ કરી શકે છે.
ડીઝલ વેરિઅન્ટ
2.2-લીટર ડીઝલ એન્જિન સાથે આ આશરે 14 થી 17 કિમી/લીટરની માઈલેજ આપી શકે છે. એક કલાકમાં 60 કિમીની મુસાફરીમાં અંદાજે 3.5 થી 4.5 લિટર ડીઝલનો વપરાશ કરી શકે છે.
આ માહિતીના આધારે તમે અંદાજ લગાવી શકો છો કે તમારી Mahindra Thar Roxx નો ઇંધણનો વપરાશ કેટલો હશે અને તે તમારા માટે યોગ્ય પસંદગી છે કે નહીં. જો તમે આ જાણ્યા વિના આ SUV ખરીદો તો પસ્તાવો કરવો પડી શકે છે.












Click it and Unblock the Notifications
