ઓસ્ટ્રેલિયાઃ કાર ડ્રાઇવરની આ હરકતે છટકાવી પોલીસની ‘કમાન’

સામાન્ય રીતે ગાડીના બે વ્હીલમાં હવા ના હોય અને સ્ટીયરિંગ પણ ના હોય તો ગાડી ચલાવી શકીએ નહીં, પરંતુ આ અનોખા માનવીએ આ કારનામું કરી બતાવ્યું હતું. જેની ધરપકડ ઓસ્ટ્રેલિયાના એડિલેડ ઉપનગરમાં ગાઇલ્સ મેદાનોમાંથી પોલીસે કરી છે.
આ મહોદય કારને વધુ ઝડપથી ખોટી રીતે ચલાવી રહ્યાં હતા, પોલીસે તેને રોક્યો, પરંતુ જેવી પોલીસ કારની નજીક પહોંચી તો હેરાન રહી ગઇ કારણ કે, કારમાં સ્ટીયરિંગ જ નહોતું. યુવક કારને કંન્ટ્રોલ કરવા માટે પકડનો ઉપયોગ કરી રહ્યો હતો.
ચાલક વિરુદ્ધ મામલો દાખલ કરવામા આવ્યો છે. તેમજ તેના પર વીમા વગરનું વાહન ચલાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે અને યુવકે નશો પણ કર્યો હતો.












Click it and Unblock the Notifications
