For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજથી મારુતિ સુઝુકીની પેસેન્જર કાર 1.9 ટકા મોંઘી થશે

મારુતિ સુઝુકીએ 6 સપ્ટેમ્બર, 2021થી પેસેન્જર કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મારુતિના કેટલાક પસંદગીના મોડલ્સની નવી કિંમત સોમવારથી લાગુ કરવામાં આવી છે. કંપનીએ પેસેન્જર કારની કિંમતમાં 1.9 ટકાનો વધારો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મારુતિ સુઝુકીએ 6 સપ્ટેમ્બર, 2021થી પેસેન્જર કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. મારુતિના કેટલાક પસંદગીના કાર મોડલ્સની નવી કિંમત સોમવારથી લાગુ કરવામાં આવી છે. કંપનીએ પેસેન્જર કારની કિંમતમાં 1.9 ટકાનો વધારો કર્યો છે. ગત મહિને જ કંપનીએ જાહેરાત કરી હતી કે, તે તેના પસંદગીના પેસેન્જર વાહનોની કિંમત વધારે ઉત્પાદન ખર્ચને કારણે વધારશે.

Maruti Suzuk

મારુતિ સુઝુકીએ વધતા ખર્ચને કારણે તેના પેસેન્જર વાહનોની કિંમતોમાં વધારો કર્યો

મારુતિ સુઝુકીએ વધતા ખર્ચને કારણે તેના પેસેન્જર વાહનોની કિંમતોમાં વધારો કર્યો

ચાલુ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી અને એપ્રિલમાં, મારુતિ સુઝુકીએ વધતા ખર્ચને કારણે તેના પેસેન્જર વાહનોની કિંમતોમાં વધારો કર્યો હતો. કાચા માલની કિંમતમાંસતત વધારાના પરિણામે ભારતમાં મોટાભાગની કાર બ્રાન્ડને ફરી એક વખત કિંમતોમાં વધારો કરવો પડ્યો હતો.

વિવિધ ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે ખર્ચ પર વિપરીત અસર

વિવિધ ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે ખર્ચ પર વિપરીત અસર

ગયા મહિને ભાવ વધારાની જાહેરાત કરતી વખતે મારુતિ સુઝુકીએ કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં વિવિધ ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે ખર્ચ પર વિપરીત અસરપડી રહી છે. આથી કંપનીએ ભાવ વધારા દ્વારા ગ્રાહકો પર વધારાની કિંમતની કેટલીક અસરને પસાર કરવાની ફરજ પડી છે.

તહેવારોની સિઝનમાં ઓટોમેકરના વેચાણ પર અસર પડશે

તહેવારોની સિઝનમાં ઓટોમેકરના વેચાણ પર અસર પડશે

જાન્યુઆરી 2021 માં મારુતિ સુઝુકીએ તેની કેટલીક કારની કિંમતોમાં 34,000 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. જે બાદ ફરીથી એપ્રિલમાં મારુતિ સુઝુકીએ તેની કારનીકિંમતોમાં 1.6 ટકાનો વધારો કર્યો હતો.

નવીનતમ ભાવવધારો આવનારી તહેવારોની સિઝન પહેલા કરવામાં આવ્યો છે. ઇંધણની કિંમતોમાં વધારો, વાહનોની કિંમતોમાંવધારો અને ચાલુ આર્થિક સંકટ સાથે તહેવારોની મોસમમાં ઓટોમેકરના વેચાણ પર અસર પડી શકે છે.

આ કંપનીઓએ પણ કર્યો છે ભાવ વધારો

આ કંપનીઓએ પણ કર્યો છે ભાવ વધારો

મારુતિ સુઝુકી એકમાત્ર કાર બ્રાન્ડ નથી, જેણે તેના વાહનોની કિંમતમાં વધારો કર્યો છે. ગત મહિને અન્ય કાર ઉત્પાદકો જેમ કે, ટાટા મોટર્સ, હોન્ડા કાર ઇન્ડિયા, ટોયોટાકિર્લોસ્કર મોટર અને ફોક્સવેગન ઇન્ડિયાએ પણ તેમના પેસેન્જર વાહનોના ભાવ વધારાની જાહેરાત કરી હતી. ટુ વ્હીલર સેગમેન્ટમાં પણ ઘણી ઓટો કંપનીઓએટુ-વ્હીલરના ભાવમાં વધારો કર્યો છે.

મારુતિએ ઓગસ્ટ 2021માં 1,03,187 કાર વેચી હતી

મારુતિએ ઓગસ્ટ 2021માં 1,03,187 કાર વેચી હતી

મારુતિ સુઝુકીએ ઓગસ્ટ 2021 ના​વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપની દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ ઓગસ્ટ મહિનામાં કંપનીએ સ્થાનિક બજારમાં1,03,187 યુનિટ કારનું વેચાણ કર્યું છે. ગયા વર્ષે ઓગસ્ટની સરખામણીમાં કંપનીના વેચાણમાં 8.7 ટકાનો ઘટાડો થયો હતો.

ગત વર્ષે કંપનીએ ઓગસ્ટ મહિનામાં1,13,033 કારનું વેચાણ કર્યું હતું. બીજી તરફ કંપનીના લાઇટ કોમર્શિયલ વાહનોની વાત કરીએ તો કંપનીએ ગયા મહિને કુલ 2,588 યુનિટ વાહનો વેચ્યા છે, જ્યારે ગયાવર્ષે કંપનીએ ઓગસ્ટ મહિનામાં 2,292 યુનિટ લાઇટ કોમર્શિયલ વાહનો વેચ્યા હતા.

કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં ઓગસ્ટ 2021 માં 45,577 કારનું વેચાણ કર્યું

કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં ઓગસ્ટ 2021 માં 45,577 કારનું વેચાણ કર્યું

આ વેચાણની વાત કરીએ તો મારુતિ સુઝુકીએ ગયા મહિને કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણ કર્યું છે. આ સેગમેન્ટમાં મારુતિ Maruti WagonR, Swift,Celerio, Ignis, Baleno, Dzire અને TourSનો સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં કંપનીએ ઓગસ્ટ 2021 માં 45,577 કારનું વેચાણ કર્યું છે.

સેમિકન્ડક્ટરની વૈશ્વિક અછતની અસર કંપનીના ઉત્પાદન પર પડશે

સેમિકન્ડક્ટરની વૈશ્વિક અછતની અસર કંપનીના ઉત્પાદન પર પડશે

મારુતિ સુઝુકીએ જણાવ્યું છે કે, સેમિકન્ડક્ટરની વૈશ્વિક અછત સપ્ટેમ્બરમાં હરિયાણા અને ગુજરાત રાજ્યોમાં કંપનીના પ્લાન્ટમાં ઉત્પાદનને અસર કરશે. કંપનીએઅહેવાલ આપ્યો છે કે, બંને પ્લાન્ટમાં ઉત્પાદન વોલ્યુમ આવતા મહિને સામાન્ય ઉત્પાદનની તુલનામાં 60 ટકા જેટલું ઓછું હોઈ શકે છે.

ભારતીય કાર કંપનીઓ પણ સેમિકન્ડક્ટર્સની અછતનો સામનો કરી રહી છે

ભારતીય કાર કંપનીઓ પણ સેમિકન્ડક્ટર્સની અછતનો સામનો કરી રહી છે

ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક કાર ઉત્પાદકો સાથે, ભારતીય કાર કંપનીઓ પણ સેમિકન્ડક્ટર્સની અછતનો સામનો કરી રહી છે. ભારતમાં મારુતિ સુઝુકી ઉપરાંત ટાટા મોટર્સ,મહિન્દ્રા, ટોયોટા જેવી મોટી કંપનીઓ સેમિકન્ડક્ટર (ચિપ)ની અછતનો સામનો કરી રહી છે. આને કારણે નવા વાહનો માટે રાહ જોવાનો સમયગાળો વધી રહ્યો છે.

English summary
Maruti Suzuki has announced an increase in the price of passenger cars from September 6, 2021. The new price of some of Maruti's selected car models has been implemented from Monday. The company has increased the price of passenger cars by 1.9 per cent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X