વીડિયોઃ માનવીય જુસ્સા સામે હાર્યું મશીન
આવું આપણને અનેકવાર વિચારતા હોઇએ છીએ કે, જે કામ કોઇ એક મશીન કરી શકે છે, તે આપણે કરી શકતા નથી, પરંતુ આવું વિચારતી વખતે આપણે એ વાત ભૂલી જઇએ છીએ કે, માનવે જ મશીનનું નિર્માણ કર્યું છે, ના કે મશીને માનવનું. જ્યારે માનવી પોતાના હુનર અને જુનૂનથી મશીન બનાવી શકતો હોય તો પછી આખરે એ માનવી તેનાથી પાછળ કેવી રીતે રહી શકે.
બની શકે છેકે આ વાંચીને તમને એવું લાગશે કે આ પ્રકારનું જ્ઞાન આપવું સહેલું છે, પરંતુ તેનો માર્ગ તૈયાર કરવો ઘણો જ કઠીણ છે. જો કે તેવું નથી, સફળતા આપણી વિચારસરણી પર પણ ઘણી બધી હદ સુધી નિર્ભર કરે છે. કંઇક આવી જ પ્રેરણા આપણને મર્સીડિઝ બેન્ઝના આ શાનદાર વીડિયોને જોઇને મળે છે.
જોકે જર્મન કાર નિર્માતા કંપની મર્સીડિઝ બેન્ઝે એક વીડિયો જારી કર્યો છે, જેમાં કંપનીએ પોતાની શાનદાર કાર એ ક્લાસને દર્શાવી છે. આ કારને કંપની દ્વારા ભારતમાં પણ લોન્ચ કરવામાં આવી છે. આ વીડિયોમાં એક વ્યક્તિ સ્કેટિંગ અને પોતાનામાં રહેલી પ્રતિભાના જોરે મર્સીડિઝ બેન્ઝની આ કારને પાછળ છોડી દે છે. તો ચાલો આ વીડિયોને નિહાળીએ.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/n_oGSt0r49g" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
