For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેલ્સના મામલે એમજી હેક્ટરે ટાટા હેરિયર, મહિન્દ્રા એસયૂવી 500ને માત આપી

સેલ્સના મામલે એમજી હેક્ટરે ટાટા હેરિયર, મહિન્દ્રા એસયૂવી 500ને માત આપી

|
Google Oneindia Gujarati News

એમજી હેક્ટર માટે ઓક્ટોબર મહિનો પણ સારો રહ્યો છે. એમજી હેક્ટરે ઓક્ટોબરમાં વેચાણના નવા રેકોર્ડ બનાવ્યા છે, અને તે સાથે જ તેના સેગમેન્ટમાં ફરીથી સૌથી વધુ વેચાણવાળી એસયુવી બની ગઈ છે. એમજી હેક્ટર છેલ્લા કેટલાક મહિનાઓથી તેના સેગમેન્ટમાં પ્રથમ ક્રમે છે, જે ઓક્ટોબરમાં પણ ચાલુ છે. હેક્ટરે ટાટા હેરિયર, જીપ કમ્પાસ, મહિન્દ્રા એક્સયુવી 500 જેવા તેના મુખ્ય સ્પર્ધકોને પાછળ છોડી દીધા છે.

સેગમેન્ટમાં 50 ટકા ભાગીદાર

સેગમેન્ટમાં 50 ટકા ભાગીદાર

એમજી હેક્ટર ભારતીય બજારમાં તેના સેગમેન્ટમાં 50 ટકા ભાગીદાર થઇ ગઈ છે, અન્ય વાહનોનો મળીને 50 ટકા હિસ્સો છે. એમજી મોટરએ ફક્ત થોડા મહિનામાં જ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

કંપનીના વેચાણમાં મોટો ઉછાળો

કંપનીના વેચાણમાં મોટો ઉછાળો

એમજી હેક્ટરના ઓક્ટોબરમાં 3536 યુનિટ વેચ્યા છે, જેમાંથી માત્ર 700 યુનિટ્સ ધનતેરસના દિવસે જ પહોંચાડવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરની તુલનામાં કંપનીના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

1378 યુનિટ વેચાયા

1378 યુનિટ વેચાયા

હેક્ટર બાદ આ સેગમેન્ટમાં મહિન્દ્રા એકસયુવી 500 બીજા સ્થાને છે, ઓક્ટોબરમાં એક્સયુવીના 1378 યુનિટ વેચાયા હતા. કંપની તેને સતત અપડેટ કરી રહી છે, જેનો ફાયદો ઓક્ટોબરમાં થયો છે.

સેગમેન્ટમાં ટાટા હેરિયર ત્રીજા ક્રમે

સેગમેન્ટમાં ટાટા હેરિયર ત્રીજા ક્રમે

ઓક્ટોબરમાં વેચાણની બાબતમાં એસયુવી સેગમેન્ટમાં ટાટા હેરિયર ત્રીજા ક્રમે છે, ઓક્ટોબરમાં તેના 1258 યુનિટ વેચાયા છે. સપ્ટેમ્બરની તુલનામાં તેના વેચાણમાં મોટો વધારો નોંધાયો છે.

જીપ કમ્પાસના વેચાણમાં ઘટાડો

જીપ કમ્પાસના વેચાણમાં ઘટાડો

જીપ કમ્પાસ ભારતમાં તેના વેચાણમાં થયેલા ઘટાડા સાથે સંઘર્ષ કરી રહી છે, ઓક્ટોબરમાં તેના ફક્ત 854 યુનિટ વેચાયા છે. તહેવારની સીઝન હોવા છતાં પણ, આ એસયુવી 1000 યુનિટનો આંકડો પાર કરી શકી નથી.

એમજી હેક્ટર

એમજી હેક્ટર

એમજી હેક્ટરે ચાર મહિનામાં 9670 એકમો વેચ્યા છે અને સતત બજારમાં તેનો હિસ્સો વધારી રહ્યા છે. કંપની પણ દેશની દસ સૌથી વધુ વેચાણ કરનારી કંપનીઓમાં સામેલ થઇ ગઈ છે.

ઘણા નવા ખેલાડીઓ સામેલ

ઘણા નવા ખેલાડીઓ સામેલ

એસયુવી સેગમેન્ટમાં, છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા નવા ખેલાડીઓ સામેલ થયા છે, જેના કારણે જૂના મોડેલ્સનું વેચાણ પણ ઘટ્યું છે. ગ્રાહકો નવી સુવિધાઓ અને ઉપકરણો અને વધુ સલામત વાહનોને પસંદ કરી રહ્યા છે.

અમારા વિચારો

અમારા વિચારો

એમજી હેક્ટરનું વેચાણ દર મહિને વધી રહ્યું છે. કંપનીને પૂરતા ઓર્ડર મળ્યા છે અને ઉત્પાદનમાં પણ વધારો કરવામાં આવ્યો છે, આવતા મહિનામાં, વેચાણમાં વધુ વધારો થવાની ધારણા છે.

શાનદાર બાઈક જાવા પેરક 15મી નવેમ્બરે થશે લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમતશાનદાર બાઈક જાવા પેરક 15મી નવેમ્બરે થશે લૉન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

English summary
MG Hector beats Tata Harrier, Jeep Compass, Mahindra XUV500 in October Sales
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X