For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાડી ડ્રાઈવ કરવા માટે મુંબઈ છે સૌથી ખરાબ શહેર, રિપોર્ટમાં થયો ખુલાસો

ગાડી ડ્રાઈવ કરવા માટે મુંબઈ છે સૌથી ખરાબ શહેર, રિપોર્ટમાં થયો ખુલાસો

|
Google Oneindia Gujarati News

દેશમાં એવા ઘણા શહેર છે, જ્યાં ટ્રાફિકના કારણએ વાહન ચલાવવું મુશ્કેલ બને છે. પણ શું તમને ખ્યાલ છે કે ગાડી ચલાવવા માટે દુનિયાનું સૌથી ખરાબ શહેર કયુ છે ? વાહન અને ટ્રાફિક અંગેની માહિતી માટે મિસ્ટર ઓટોએ એક સર્વે કર્યો છે.

સર્વેમાં ખુલાસો

સર્વેમાં ખુલાસો

મિસ્ટર ઓટો PSA ગ્રૂપનો એક ભાગ છે. તેમના સર્વેમાં વિશ્વમાં વાહન ચલાવવા માટેના સૌથી ખરાબ શહેર સહિત અન્ય કેટલીક બાબતો પણ સામે આવી છે.

મુંબઈ સૌથી ખરાબ

મુંબઈ સૌથી ખરાબ

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં વાહન ચલાવવા માટેનું સૌથી ખરાબ શહેર મુંબઈ હોવાનો ખુલાસો થયો છે. આ સાથે જ માર્ગ અકસ્માત મામલે મુંબઈને 100માંથી 95મો નંબર મળ્યો છે.

કોલકાતા પણ આ લિસ્ટમાં સામેલ

કોલકાતા પણ આ લિસ્ટમાં સામેલ

ભારતનું વધુ એક મેટ્રો સિટી કોલકાતા પણ આ લિસ્ટમાં સામેલ છે. વાહન ચલાવવા માટે કોલકાતા મુંબઈથી ફક્ત બે સ્થાન પાછળ એટલે કે 98માં નંબર પર છે. તો કેનેડાનું કૈલ્ગરિ પહેલા સ્થાન પર છે.

ટ્રાફિક જામની સમસ્યા

ટ્રાફિક જામની સમસ્યા

મુંબઈમાં ટ્રાફિક જામની સમસ્યા વર્ષોથી છે તેમ જ અહીંના રોડની પણ ખૂબ ટીકા થાય છે.આ કારણોથી જ રોડ પરના ટ્રાફિકને અસર થાય છે.

પાર્કિંગ પર દસ હજાર રૂપિયાનો દંડ

પાર્કિંગ પર દસ હજાર રૂપિયાનો દંડ

પાર્કિંગની સમસ્યા પણ સૌથી મોટું કારણ છે. એટલે જ મુંબઈ નગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે પાર્કિંગ પર દસ હજાર રૂપિયાનો દંડ લાગુ કર્યો છે.

ટ્રાફિકની સમસ્યા

ટ્રાફિકની સમસ્યા

જોકે મુંબઈમાં મોટા ભાગની જગ્યા પર પાર્કિંગની સ્પેસ ન હોવાને કારણે આ નિયમનું કડકપણે પાલન નથી થઈ શક્યું. દેશની આર્થિક રાજધાનીમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે.

ટ્રાફિકને કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે

ટ્રાફિકને કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે

મુંબઈમાં બે કલાકના પાર્કિંગ માટે સૌથી સસ્તા શહેરમાંનું એક છે. એક તરફ શહેરમાં ટ્રાફિકને કારણે પ્રદૂષણ સતત વધી રહ્યું છે, ત્યારે તેના માટે ઉકેલ શોધવાની જરૂર છે.

આ ખુલાસો પણ થયો

આ ખુલાસો પણ થયો

વિશ્વમાં વાહન ચલાવવા માટે સૌથી ખરાબ શહેર તરીકે મુંબઈનું નામ આવવાથી ટ્રાફિકની સમસ્યા ફરી સામે આવી છે. કોલકાતામાં પણ ટ્રાફિકની સમસ્યાનો ખુલાસો થયો છે.

અમારો વિચાર

અમારો વિચાર

મુંબઈમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા પગલાં લેવાની જરૂર હતી. પરંતુ આ સર્વેના પરિણામ બાદ પણ પગલાં લેવાની જરૂર છે.

આ છે ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, જાણો કેટલું રિટર્ન મળ્યુંઆ છે ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, જાણો કેટલું રિટર્ન મળ્યું

English summary
mumbai is worst city to drive report details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X