શેવરોલે સેલ ડીઝલમાં સસ્તા વેરિએન્ટ સામેલ
વિશ્વની સૌથી મોટી વાહન નિર્માતા કંપની જનરલ મોટર્સે તાજેતરમાં જ પોતાની સબ બ્રાન્ડ શેવરોલે હેઠળ શ્રેષ્ઠ કાર શેવરોલે સેલ હૈચબૈકને રજૂ કરી હતી. આ દરમિયાન કંપનીએ ડીઝલ સંસ્કરણમાં બેસ વેરિએન્ટને દૂર રાખ્યું હતું, પરંતુ શેવરોલેએ ડીઝલ સેલમાં વધુ એક વેરિએન્ટને પણ સામેલ કર્યું છે. કુલ મળીને શેવરોલે સેલના 8 વેરિએન્ટ થઇ ગયા છે, જેમાં 4 વેરિએન્ટ પેટ્રોલમાં છે અને 4 વેરિએન્ટ ડીઝલમાં છે.
કંપનીએ નવી ડીઝલ બેસ વેરિએન્ટના ફીચર્સને ઘણી બધી બાબતે એક સરખા રાખવામાં આવ્યા છે. નવા વેરિએન્ટમાં કંપનીએ માત્ર એન્જીનને બદલ્યું છે, નવા બેસ વેરિએન્ટમાં કંપની 1.2 લીટરની ક્ષમતાના ડીઝલ એન્જીનનો પ્રયોગ કરે છે, બાકીના ડીઝલ વેરિએન્ટમાં 1.3 લીટર ક્ષમતાના એન્જીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ બેસ વેરિએન્ટના સેલ પીએસનું માઇલેજ ઘણું જ શાનદાર છે. કંપનીએ દાવો કર્યો છે કે આ કાર 1 લીટર ઇધણમાં 22.1 કિમી સુધી સફર કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય બજારમાં શેવરોલે સેલની બેસ વેરિએન્ટની કિંમત 5.29 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.

આ કારને કંપનીએ સુરક્ષાની દ્રષ્ટિએ પણ સારી બનાવી છે. શેવરોલે સેલના ફ્રન્ટ વ્હીલમાં કંપની એબીએસ ઇબીડી બ્રેકિંગ સિસ્ટમનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે ઝડપ દરમિયાન બ્રેક એપ્લાય કરતી વખતે ડ્રાઇવરને સારું સંતુલન પ્રદાન કરશે. આ ઉપરાંત રિયર વ્હીલમાં શ્રેષ્ઠ ક્વોલિટીના ડ્રમ બ્રેકનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કારનું કુલ વજન 1065 કિલોગ્રામ છે.
શેવરોલે સેલમાં કંપનીએ 5 સ્પીડ મેન્યુઅ ગિયર બોક્સનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ કારના ઇન્ટિરિયરને પણ કંપનીન શ્રેષ્ઠ રીતે તૈયાર કર્યું છે. આ કારમાં શ્રેષ્ઠ ડેશબોર્ડને આધુનિક ફીચર્સથી ભરપૂર બનાવી છે. શેવરોલેએ આ કારનો આકાર ઘણો જ આકર્ષક બનાવ્યો છે. જેનાથી આ કાર અંદરથી સારી સ્પેસ આપે અને માઇલેજ સારી રહે.












Click it and Unblock the Notifications
