પાર્કિંગ બબાલઃ કંઇક આ રીતે લીધો બદલો
આપણામાંથી મોટાભાગના લોકો વિવિધ વસ્તુઓની શોપિંગ કરવા માટે મોલ્સની અંદર જતા હોઇએ છીએ. અમદાવાદ શહેર સહિત ગુજરાત અને દેશ ભરમાં અનેક નવા મોલ્સ બનતા રહે છે અને લોકો ત્યાં પોતાના તણાવને દૂર કરવા અને ખરીદી કરવા જતાં રહે છે અને આ દરેક મોલ્સની અંદર કાર તથા બાઇક પાર્કિંગ માટેની ખાસ સુવિધા ઊભી કરવામાં આવે છે, જેથી મોલ્સની મુલાકાતે આવનારા લોકોને કોઇ હાલાકીનો સામનો કરવો ના પડે.
જોકે એક કોમન વાત આપણને આ પાર્કિગ પ્લોટમાં જોવા મળે છે, પાર્કિંગ પ્લોટમાં ગમે તેટલી જગ્યાં હોવા છતાં પણ ઘણા લોકો એવા હોય છેકે જે મોલના પ્રવેશ દ્વાર પાસે જ પાર્ક કરવાનું પસંદ કરતા હોય છે. જેના કારણે પાર્કિંગ પ્લોટ્સમાં તણાવભર્યું વાતાવરણ સર્જાય છે અને ક્યારેક તે લડાઇ સુધી પહોંચી જાય છે. જે ઘણું જ દુઃખદ છે. આજે અમે અહીં એવો જ એક વીડિયો રજૂ કરી રહ્યાં છીએ. આ વીડિયો બ્રાઝિલના એક મોલનો છે. જેમાં શરૂઆતમાં કાર પાર્કિંગને લઇને નાની અમથી બોલાચાલી થઇ હતી જે લડાઇ સુધી પહોંચી ગઇ હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ લડાઇ લેન્ડ રોવર અને ફોક્સવેગન કારના માલિકો વચ્ચે થઇ હતી. જેનું શુ પરિણામ આવ્યું તે તમે આ વીડિયોમાં જોઇ શકો છો.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/2zqGN0SGtI8" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
