For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video : જુઓ વિશ્વની પ્રથમ 4 સીટર ઉડતી કાર, ટેરાફુગિયા ટીએફએક્સ

|
Google Oneindia Gujarati News

ભારત જ નહીં વિશ્વભરમાં વધતા જતા ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકો જ નહીં સરકાર પણ કંટાળી ગઇ છે. ટ્રાફિક જામમાં ફસાયા એટલે તમારું કામ તમામ થયું એમ સમજી લેવાનું. જો કે આવનારા વર્ષોમાં તમને આ સમસ્યાથી છૂટકારો મળવાની વાત કોઇ કરે તો? તમને એ જાણીને આશ્ચર્ય થશે કે વૈજ્ઞાનિકોએ ઉડવાવાળી એવી કાર તૈયાર કરી છે જે રસ્તા પર ચાલવાની સાથે હવામાં પણ ઉડી શકે છે.

અમેરિકાના મેસેચ્યુસેટ્સની એરોસ્પેસ એન્જિનીયરિંગ ફર્મ ટેરાફુગિયાએ આ ઉડતી કાર તૈયાર કરવામાં સફળતા મેળવી છે. કંપનીનું કહેવું છે કે આવનારા બે વર્ષોમાં તે માર્કેટમાં ઉપલબ્ધ બનશે. તેને ઉડવા માટે રનવેની જરૂર પડશે નહીં. વાસ્તવમાં કાર બે રીતે ઉડી શકશે. એક તો દોડીને ઉડવું જેના માટે રન વેની જરૂર પડે છે. જ્યારે બીજી રીત હેલિકોપ્ટર જેવી છે. જેના માટે રનવેની જરૂર નહીં પડે. ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કારની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

કંપનીના જણાવ્યા અનુસાર Marine V-22 Ospreyમાં વપરાતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કાર બનાવવામાં આવી છે. જેના કારણે તેની સ્પીડ 200 mph કરતા પણ વધારે હશે. આ કાર માટે ટેરાફુગિયા અમેરિકાની નેશનલ એવિએશન ઓથોરિટી અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) સાથે વાતચીત અને ચર્ચા કરી હતી. બંને સંસ્થાઓ કારની ટેકનોલોજીથી ખુશ છે. આ કારની કિંમત $ 2,79,000 એટલે કે અંદાજે 1,51,37,812 (એક કરોડ એકાવન લાખ સાડત્રીસ હજાર આઠસો બાર રૂપિયા) જેટલી હશે.

આ કાર દ્વારા તમે ટ્રાફિકમાં ફસાવવાની જગ્યાએ ઉડીને ઓફિસ અથવા ઘરે સરળતાથી પહોંચી શકો છો. ટ્રાફિક જામમાં ફસાઓ ત્યારે તમારે બસ કારનું ફ્લાઈંગ બટન દબાવવાનું રહેશે અને પછી આ કાર ગણતરીની મિનિટોમાં તમને તમારી મંજિલ સુધી પહોંચાડી દેશે. ફ્લાઈંગ કારનું સપનું હકિકતનું સ્વરૂપ લઈ ચુક્યું છે. ટેરાફુગિયા'એ ચાર સીટવાળી ફ્લાઈંગ કાર ‘ટીએફ-એક્સ'નાં ફોટા જાહેર કર્યા છે.

નવાઈની વાત તો એ છે કે, ફ્લાઈંગ કારને ચલાવવા માટે પાયલોટનાં લાયસન્સની પણ જરૂર નહીં પડે. ‘ન્યૂ યોર્ક ડેલી ન્યૂઝ'નાં રિપોર્ટ પ્રમાણે, કારની ફ્લાઈંગ રેન્જ 805 કિ.મીની છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ કાર ચલાવવું એકદમ સરળ છે, આને ફક્ત પાંચ કલાકમાં જ સીખી શકાશે. કારને કાર્બન ફાઈબર દ્વારા તૈયાર કરાઈ છે. જે વજનમાં ઘણી હલ્કી હશે. આવો જોઇએ તેની તસવીરો અને વીડિયો...

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

ટ્રાફિકમાં ઉડી શકશે આ કાર

<center><center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/bp2TWNpTA7s" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>

English summary
Photo : Terrafugia Announced TF-X, The World’s First Flying Car
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X