આવી રહી છે સ્કોડાની આ શાનદાર એસયુવી
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર કાર્સ રજૂ કરનારી ચેક ગણરાજ્યની વાહન નિર્માતા કંપની સ્કોડા પોતાના વાહનોની રેન્જમાં વધુ એક ઇજાફો કરવાની યોજના બનાવી રહી છે. આ વખતે સ્કોડા એક એસયુવી વાહનને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીએ આ પ્રોજેક્ટ પર કામ કરવાની શરૂઆત કરી દીધી છે અને આગામી 2016 સુધીમાં આ એસયુવીને રજૂ કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે સ્કોડાની આ એસયુવી આકારમાં ઘણી મોટી હશે, પ્રાપ્ત જાણકારી અનુસાર આ નવી એસયુવીની લંબાઇ 4.6 મીટર લાંબી હશે. આકારમાં મોટી હોવાના કારણે આ એસયુવી કારની અંદર ઘણી સ્પેશ પ્રદાન કરવામાં આવશે. આ એસયુવીમાં કંપનીએ 5 સીટ અને 7 સીટ બન્ને સામેલ કરી છે. આ ઉપરાંત તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કંપનીએ ફ્રન્ટ વ્હીલ અને રિયર વ્હીલ ડ્રાઇવ બન્ને સામેલ કર્યા છે. સ્કોડાના ફ્રેન્ક વેલ્સે આ અંગે સંકેત આપ્યા છે કે, આ કારમાં 2.0 લીટરના 4 સિલેન્ડર એન્જીનનો પ્રયોગ કરશે.












Click it and Unblock the Notifications
