વિશ્વની સર્વશ્રેષ્ઠ કારો, જે કોઇનું પણ મન લલચાવી શકે છે...

Written By:
Subscribe to Oneindia News

આજના જમાનામાં કાર મુખ્ય જરૂરિયાતોમાંની એક થઇ ગઇ છે. કાર હવે માત્ર એક વાહન નહીં, સ્ટેટસ અને સ્ટાયલ સ્ટેટમેન્ટ પણ છે. દુનિયાભરમાં લોકોમાં અલગ-અલગ કારનો ક્રેઝ જોવા મળે છે. કોઇ કારના લૂક્સ અને ડિઝાઇન પર ધ્યાન આપે છે, કોઇ માઇલેજ અને એવરેજને મહત્વ આપે છે. આજે અમે તમને દુનિયાની એવી કેટલીક કાર અંગે માહિતી આપીશું, જે દરેક મામલે સર્વશ્રેષ્ઠ છે. થોડા દિવસો પહેલાં અમેરિકાના ન્યૂ યૉર્કમાં ઑટો-શો યોજાયો હતો, જેમાં વિશ્વની કેટલીક સર્વશ્રેષ્ઠ કાર જોવા મળી હતી. આ ઑટો શોમાં માત્ર અમેરિકા નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ લોકપ્રિય એવી શ્રેષ્ઠ કાર રજૂ કરવામાં આવી હતી.

પોર્શ 911 જીટી3

પોર્શ 911 જીટી3

મેન્યુઅલ ટ્રાંસમિશન પસંદ કરતા લોકોને પોર્શ 911 જીટી3 કાર ખૂબ પસંદ પડે છે. કારનો લૂક શાનદાર છે. આ કાર 4.0 લીટર ફ્લેટ-6 એન્જિનથી 500 હૉર્સપાવર અને 339 એલબી-ફીટ ટૉર્ક ઉત્પન્ન કરે છે.

ડિમૉન

ડિમૉન

આ દુનિયાની મચ અવેઇટેડ કારમાંની એક છે. લાલ રંગમાં ડૉઝ ડિમૉનનો આ લૂક અને તેની ખૂબીઓ જાણી તમે પણ આના પ્રેમમાં પડી જશો. આ કારમાં 840 હૉર્સપાવરનું એન્જિન લગાવવામાં આવ્યું છે, કાર ખૂબ મજબૂત છે, જે તેની સ્પીડ વધારવામાં મદદરૂપ છે. માત્ર 2.3 સેકન્ડમાં આ કાર 0થી 60 કિમી/કલાકની સ્પીડ પકડી શકે છે.

ટોયોટાની કૉન્સેપ્ટ કાર

ટોયોટાની કૉન્સેપ્ટ કાર

કાર પ્રેમીઓ માટે ટોયોટા કંપનીએ પણ પોતાની કૉન્સેપ્ટ કાર રજૂ કરી છે. આ કાર ન્યૂયૉર્કના ઑટો-શોમાં જ લોન્ચ કરવામાં આવી હતી. શહેરીજનોને આ કાર ખૂબ પસંદ પડે એમ છે, ખાસ કરીને એવા લોકો જેમને વીકએન્ડ પર ડ્રાઇવ પર જવાનો શોખ હોય તેમને આ કાર ખૂબ પસંદ પડશે.

નિસાનની ખાસ એસયૂવી

નિસાનની ખાસ એસયૂવી

સ્ટાર વૉર્સના ફેન માટે આ કાર જાણે એક સપના સમાન હતી. નિસાને મિલેનિયમ ફૉલકૉન જેવી જ કાર લોન્ચ કરી છે, આ લિમિટેડ એડિશન કાર છે. નિસાનની આ 201 રૉગ એસયૂવી(201 Rouge SUV) સ્ટાર વૉર્સમાં જોવા મળતી કાર જેવી જ દેખાય છે. આ કાર સાથે કંપની તરફથી ખાસ કલેક્ટેબલ ડેથ ટ્રૂપર હેલ્મેટ પણ આપવામાં આવે છે.

લિંકન

લિંકન

આ કારનો કૉન્સેપ્ટ ગત વર્ષે ન્યૂયૉર્કના ઑટો-શોમાં રજૂ કરવામાં આવ્યો હતો, આ વર્ષે આ કાર માર્કેટમાં આવી છે. કારનો લૂક કોઇને પણ આકર્ષિત કરી શકે છે. અન્ય મોટી કારના સેગમેન્ટમાં આ કાર અલગ તરી આવે છે.

English summary
Some of the best exciting cars in the world thats likes you, see the features.
Please Wait while comments are loading...