મારુતિ અને હોન્ડા પછી ટાટા મોર્ટર્સે પણ ઓછા કર્યા ભાવ

Posted By:
Subscribe to Oneindia News

સરકારે 1 જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટીને લાગુ કર્યું છે. અને હવે તેનો પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. જો કે આ તમામની વચ્ચે ઓટોમોબાઇલ ક્ષેત્રે ગ્રાહકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. એક પછી એક અનેક કંપનીઓ તેની કારોના ભાવ ઓછા કરી રહી છે જેના કારણે ગ્રાહકોની પાંચેય આંગળી ઘીમાં હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ઓટોમોબાઇલ કંપનીઓએ તેની કાર અને બાઇકોના ભાગમાં જંગી ઘટાડો કર્યો છે. મારુતિ સુઝુકી, ફોર્ડ અને હોન્ડા પછી હવે ટાટા વ્હીકલ્સે પોતાના ભાગ ઓછા કર્યા છે. ટાટાએ 3300 થી 217,000 રૂપિયા જેટલા ભાવ તેના અલગ અલગ મોડલ્સ પર ઓછા કર્યા છે.

tata

ટાટાએ પોતાના તમામ મોડલ્સની પ્રાઇઝને 12 ટકા ઓછા કરી દીધી છે. જેમાં ટાટા નેનોથી લઇને આ વર્ષે લોન્ચ થયેલી ટાટા હેક્સા એમયૂવી પણ સામેલ છે. મોડલ્સના ભાવોમાં ભારે ઘટાડા પછી ટાટા મોટર્સના પ્રેસિડન્ટ મયંક પારીખે કહ્યું કે અમે પણ સરકાર દ્વારા લાગુ કરેલા જીએસટીનો સંપૂર્ણ મનથી સ્વાગત કરીએ છીએ. અને બિઝનેસને સરળ કરીને ગ્રાહકોને તેનો પૂર્ણ ફાયદો મળે તેવો અમારો પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે કારના ભાવ ઓછા કરવાની શરૂઆત જીએસટીના લાગુ થયા પછી સૌથી પહેલા મારુતિ સુઝુકીએ કરી હતી.

English summary
Tata Motors reduces its vehicle prices after GST.
Please Wait while comments are loading...